અધધ…90 લાખમાં બન્યું મુંબઈનું આ સૌથી મોંઘું પબ્લિક ટોયલેટ

Share On
  • 33
  •  
  •  
  •  
  •  
  •  
    33
    Shares

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) દ્વારા મંગળવારે જાહેર જનતાના ઉપયોગ માટે એક ટોયલેટ ખુલ્લું મૂક્યું છે. આ ટોયલેટનું નિર્માણ જિંદાલ જૂથ અને સેમેટેક દ્વારા કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર) મારફત કરવામાં આવી છે. નગરપાલિકા પ્રથમ બે મહિના સુધી તે લોકો માટે મફત ઉપયોગ કરવા માટે પરવાનગી આપે છે, પછીથી ચાર્જ લેવામાં આવશે.

સામાન્ય રીતે બીએમસી એક જાહેર ટોયલેટના નિર્માણ પર 25 થી 30 લાખ રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ નગર નિગમ માટે આ ટોયલેટ બિલ્ડિંગ મટિરીયલ અને ડિઝાઇન વર્ક મફત મળી છે.

સામાટેકના સહ-સ્થાપક આકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ઘણી કંપનીઓ અને કન્સલ્ટન્ટે આ પ્રોજેક્ટ માટે મટિરીયલ અને પોતાની વિશેષતાનો લાભ આપ્યો છે. આ ટોયલેટની ડિઝાઇનિંગ ડેકો આર્કિટેક્ચરે કરી છે અને તેનું બાંધકામ વેરિંગ સ્ટીલથી કરવામાં આવ્યું છે. ટોયલેટની છત પર સોલર પેનલ લગાવવામાં આવ્યા છે જેનીથી ટોયલેટની વીજળીની જરૂરિયાત પૂરી થશે. ‘