કલોલમાં જ્યાં જ્યાં તમારી નજર પડે ત્યાં ત્યાં રખડતા ઢોર દેખાય

Share On
  •  
  •  
  •  
  •  
  •  

ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર ગણાતા કલોલમાં રખડતા ઢોરનો ભારે ત્રાસ પ્રવર્તી રહ્યો છે. રખડતા ઢોરે જાણે કે સમગ્ર કલોલને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો શહેરમાં  જોવા મળી રહ્યા છે. શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપરાંત મામલતદાર કચેરી, બસ સ્ટેશન, રેલવે પૂર્વ, હાઈ વે, પંચવટી વગેરે સ્થળોએ  રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે. જેના કારણે વાહન ચાલકો ત્રસ્ત થઇ ગયા છે.

કલોલમાં માં મુખ્ય માર્ગો હોય કે ગલી-મહોલ્લા. તમામ સ્થળોએ એકસાથે અનેક રખડતા ઢોર એવો અડિંગો જમાવીને બેસે છે કે લોકોનું પસાર થવું મુશ્કેલ બન્યું છે. રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી ઢોર પકડવાની કામગીરી કરવામાં ન આવી હોવાથી દિવસે ને દિવસે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. બીજી બાજુ રેલવે પૂર્વમાં હડકાયા વાંદરાને કારણે જનતા ડરથી કાંપી રહી છે.

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાની જેની જવાબદારી છે તેવી સરકારી કચેરીઓ બહાર જ રખડતા ઢોરનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં તેનું પાલન નથી થતું. ખુદ શાસકો રખડતા ઢોરની સમસ્યા વધી હોવાનું સ્વીકારી રહ્યા છે. ત્યારે ભુજના લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળે છે તે જોવું રહ્યું.