વિરોધીઓની બોલતી બંધ, જીજ્ઞેશ મેવાણીની અસરકારક કામગીરીની પત્રિકા વાઇરલ

Share On
  • 1.3K
  •  
  •  
  •  
  •  
  •  
    1.3K
    Shares

સામાન્ય રીતે જોવા જઈએ તો ચૂંટણી સમયે તો બધા પક્ષના ઉમેદવારો અને નેતાઓ લોકો જોડે વોટ લેવા માટે જતા હોય છે. ગામડે ગામડે દિવસ રાત પ્રવાસ કરીને ફરતાં હોય છે. પરંતુ ચૂંટણી પછી મોટાભાગના ગાયબ થઇ જતાં હોય છે.

ઘણા ઓછા નેતાઓ અને ધારાસભ્યો એવા હોય છે જે સતત પ્રજા સાથે જોડાયેલા રહે છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રમુખ અમિત ચાવડા, વિક્રમ માડમ, ભીખાભાઈ જોશી, નિરંજન પટેલ, ભાજપના પ્રદીપસિંહ જાડેજા, ઋષિકેશ પટેલ જેવા ધારાસભ્યો પ્રજા સાથે જોડાયેલા તેમજ તેમની સમસ્યાને વાચા આપવા તત્પર રહેતા હોય છે.

ત્યારે તાજેતરમાં ચૂંટાઈ આવેલા વડગામના ધારાસભ્ય અને જેને એક વર્ગ દેશદ્રોહી કહીને ખોટી રીતે અપપ્રચારમાં ટાર્ગેટ કરે છે તેવા જીગ્નેશ મેવાણીએ ચૂંટણી જીત્યા બાદ પણ વિધાનસભા વિસ્તારના ગામડાઓની સતત મુલાકાતો લીધી છે. જેની એક યાદી સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહી છે.

અત્યારસુધીમાં ૫૭ ગામોનો પ્રવાસ પૂરો કર્યો (ચૂંટણી પછી)

લોકોના સતત સંપર્કમાં રહેવા માટે એક નહીં પણ વડગામ અને છાપી એમ બે જગ્યાએ કાર્યાલય ખોલ્યું છે અને લોકોના પ્રશ્નો લેખિતમાં નોંધવામાં આવે છે.

કૌશિકભાઈ, અમરનાથભાઈ, સતીશભાઈ અને કનુભાઈ એમ ચાર વ્યક્તિઓને ફૂલ ટાઈમે કામે લગાડ્યા છે.

અત્યારસુધીમાં ધારાસભ્યની તમામ ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે.

૭ મહિનાથી બંધ લેન્ડ કમિટીની મિટિંગ કરાવી છે.

અન્ય નાના મોટા કામો કર્યા.

સાહેબ નહીં લોકોના ભાઈ બનીને વાત કરે છે. જીગ્નેશભાઈના નામથી જ સૌ બોલાવે છે.

તમામ સમાજના કામોમાં રસ લઈને સમગ્ર ભારતના પ્રવાસે સતત ફરવા છતાં વડગામમાં પુરતો સમય આપે છે.

ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણીના વિરોધમાં એક વર્ગને સતત બેસાડવામાં આવ્યો છે, જે જાતજાતના આરોપો લગાવ્યા કરે છે. આજસુધીમાં તે પણ કોઈ મેવાણી પર એક પૈસાનો આરોપ નથી મૂકી શક્યા.

તો વડગામમાં પણ જીગ્નેશ મેવાણીની કામગીરીમાં કોઈ ચૂક નહીં રહી હોય નહિતર સૌથી વધુ વેર જીગ્નેશ મેવાણી પર રાખનારી ભાજપે કોઈ તક ના ચુકતા ખુલ્લેઆમ વિરોધ કર્યો હોત.

આમ જે યુવાનેતાઓ દેશદ્રોહી છે, મોટી મોટી વાતો જ કરે છે અને ભાષણો જ આપે છે એવા આક્ષેપો થતાં આજે તેમાંના એકને પ્રજાના પ્રતિનિધિ બનવાની તક મળતા આદર્શ ધારસભ્ય બનીને જનતાની સેવા કરી છે અને પ્રજાના મતને યથાર્થ ઠેરવ્યો છે.

જીજ્ઞેશ મેવાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ બંગાળમાં 27 ટકા જેટલી જનસંખ્યા ધરાવતા દલિત આદિવાસી સમાજ ના સવાલો તેમજ 2019 ની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મમતા બેનર્જીએ જીજ્ઞેશ મેવાણીને આગામી જાન્યુઆરી 2019 યોજાનાર સંભવિત મહાગઠબંધન ના મહા સંમેલન માં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.

ખેડૂતો પર થયેલ અત્યાચાર મુદ્દે તેઓએ ટ્વિટ કરીને લખ્યું હતું કે “જય જવાન, જય કિસાનનો નારો આપનાર, લાલબહાદુર શાસ્ત્રી જીની જન્મજયંતિ પર દેશની રીડ સમાન ખેડૂતો પર આજે ફાસીવાદી તાકતોએ ખેડૂત ક્રાંતિ યાત્રા પર હિંસા કરવામાં આવી છે. દેશના ખેડૂત તેનો બદલો 2019 માં પોતાના મતથી લેશે.