દિવસ ગુજરાતમાં અને રાત્રિ ઉજ્જૈનમાં પસાર કરે છે આ માતાજી, અલૌકિક છે મહિમા

Share On
  •  
  •  
  •  
  •  
  •  

 

 

51 શક્તિપીઠોમાં મહત્વપૂર્ણ છે માતાજીનું આ સ્થાનક

માતા સતિના અંગ જ્યાં-જ્યાં પડ્યા, ત્યાં શક્તિપીઠના રૂપમાં સ્થાપના થઈ. ધર્મગ્રંથોમાં કુલ 51 શક્તિપીઠોની માન્યતા છે. આ શક્તિપીઠોમાંથી એક માતા હરસિદ્ધિ છે. અહીં માતા સતીની કોણી પડી હતી. હરસિદ્ધિ માતાનું મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ગુજરાતના દ્વારકા બંને જગ્યાએ સ્થિત છે. માતાજીની સવારની પૂજા ગુજરાતમાં અને રાતની પૂજા ઉજ્જૈનમાં થાય છે. માતાજીનું મૂળ મંદિર ગુજરાતના દ્વારકામાં સ્થિત છે. અહીંથી મહારાજ વિક્રમાદિત્ય તેમને પ્રશન્ન કરીને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા હતા. આ વાતનું પ્રમાણ છે માતાજીના બંને મંદિરમાં પૃષ્ઠ ભાગ એક જેવો છે.

મહારાજ વિક્રમાદિત્યના કુલદેવી હતા માતાજી

મંદિરને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે. માન્યતા છે કે ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યના આ કુળદેવી છે અને તેઓ માતાજીની પૂજા કરતા હતા. ગુજરાતમાં ત્રિવેદી સમાજના લોકો આજે પણ તેમને કુળદેવી માનીને પૂજા કરે છે. જૈન ધર્મમાં માનનારા લોકો પણ આ માતાજીમાં ખાસ આસ્થા ધરાવે છે. તેની એક રસપ્રદ કથા છે.

માતાજીની રસપ્રદ કથા!

ગુજરાતમાં માતાજીનું મૂળ મંદિર કોયલા ડુંગરના ઉંચા શિખર પર સ્થિત છે. પંરતુ હવે માતાજીની પૂજા જે મંદિરમાં થા છે કે ડુંગરથી થોડે નીચે છે. તેની પાછળ એક રસપ્રદ કથા છે. કોયલા ડુંગર પર સ્થિત મંદિરથી માતાજીની દ્રષ્ટિ સમુદ્ર સુધી જતી હતી . ત્યાંથી પસાર થનારા વહાણ દરિયામાં વિલીન થઈ જતા હતા. એકવાર કચ્છના જગદુ શાહ નામના વેપારીની હોડી પણ ડૂબી ગઈ અને તે ખૂબ મુશ્કેલીથી બચી શક્યો. આ બાદ વેપારીઓએ માતાજીનું મંદિર કોયલા ડુંગરની નીચે બનાવડાવ્યું અને માતાજીને પ્રાર્થના કરી નવા મંદિરમાં નિવાસ કરવા કહ્યું. આ બાદ સમુદ્રમાં તે સ્થાન પર હોડી ડૂબવાની ઘટના બંધ થઈ ગઈ.

આવી રીતે માતાજીનું નામ હરસિદ્ધિ પડ્યું

હરસિદ્ધિ માતા વિશે એવી કથા પ્રચલિત છે તે તેમની પૂજા ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવ કરતા હતા. તેમને મંગલમૂર્તિ દેવી સ્વરૂપે પણ ઓળખાય છે. પરંતુ જ્યારે તેમની તપસ્યાથી ભગવાન શ્રીકૃષ્ણ જરાસંઘનો વધ કરાવવામાં સફળતા મળી તો યાદવોએ પ્રસન્ન થઈને તેમનું નામ હરસિદ્ધિ રાખી દીધું.

આવી રીતે માતાજીના ચરણોમાં થયું વિક્રમાદિત્યનું મૃત્યું

રાજા વિક્રમાદિત્ય માતાજીના પરમભક્ત હતા. તે દર બાર વર્ષે પોતાનું એક મસ્તક કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરતો હતો. પરંતુ માતાજીની કૃપાથી દરેક વખતે તેનું મસ્તક ફરીથી જોડાઈ જતું. આવું રાજાએ 11 વખત કર્યું અને બારમી વખત રાજાએ માથું ચડાવ્યું પછી તે ન જોડાયું. આ કારણે તેનું મૃત્યુ થઈ ગયું. આજેપણ મંદિરમાં 11 સિંદૂર લગેલા રૌડ ઉપસ્થિત છે. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યના કપાયેલા મસ્તક છે.

અહીં વિરાજમાન છે દેવી હરસિદ્ધિ

આજે પણ ઉજ્જૈનમાં માતાજીની આરતી સાંજના સમયે થાય છે અને સવારના સમયે ગુજરાતમાં થાય છે. ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતાનું મંદિર મહાકાલેશ્વર મંદિરની પાછળ પશ્ચિમ દિશામાં સ્થિત છે. બંને મંદિરો વચ્ચે એક સમાનતા છે, અને તે પૌરાણિક રુદ્રસાગર છે. બંને મંદિરોના ગર્ભગૃહમાં માતા શ્રીયંત્ર પર વિરાજમાન છે.

અહી છે એક પવિત્ર પથ્થર

તંત્ર સાધના માટે ઉજ્જૈનમાં સ્થિત માતા હરસિદ્ધિનું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. માતા હરસિદ્ધિની આપ-પાસ મહાલક્ષ્મી અને મહાસરસ્વતી વિરાજિત છે. માતાના મંદિરમાં શ્રી કર્કોટેશ્વર મહાદેવ મંદિર પણ સ્થિત છે અહીં કાલસર્પ દોષના નિવારણ માટે પૂજા કરવામાં આવે છે.