જો તમારા ઘરમાં પણ તુલીસ છે તો 19 નવેમ્બરે ધ્યાનમાં રાખો આ 6 વાતો

Share On
  • 68
  •  
  •  
  •  
  •  
    68
    Shares

સોમવારે તુલસી પૂજાનો મહાપર્વ દેવઉઠી એકાદશી, શાલિગ્રામની સાથે કરવામાં આવે છે તુલસી પૂજા, ઊંઘમાંથી જાગશે ભગવાન શ્રીહરિ, આ દિવસે શું કરવું અને શું નહીં

સોમવાર, 19 નવેમ્બર 2015ના રોજ તુલસી વિવાહ, દેવઉઠી એટલે દેવ પ્રબોધિની એકાદશી છે.

આ તિથિ પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની સાથે જ તુલસીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીના લગ્ન શાલિગ્રામ (વિષ્ણુનું સ્વરૂપ) સાથે કરવામાં આવે છે. માન્યતા છે કે, દેવઉઠી એકાદશીએ શ્રીહરિ શયનથી જાગે છે. આ દેવના જાગવાની તિથિ છે, માટે તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.

1. સોમવારે સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવવો અને ચુંદડી અર્પણ કરવી. સાથે જ, સુહાગનો સામાન પણ તુલસીને અર્પણ કરવો. બીજા દિવસે આ વસ્તુઓ કોઇ પરણિતાને દાન કરી દેવી જોઇએ.

2. સૂર્યાસ્ત બાદ તુલસીના પાન તોડવા નહીં, કેમ કે શાસ્ત્રો પ્રમાણે સાંજે તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે. અમાસ, ચૌદશ તિથિએ તુલસીના પાન તોડવા જોઇએ નહીં. રવિવાર, શુક્રવાર અને સાતમની તિથિએ પણ તુલસીના પાન તોડવા નહીં.

3. ધ્યાન રાખવું કે, અકારણ તુલસીના પાન તોડવા નહીં. જો વર્જિત કરેલાં દિવસોમાં તુલસીના પાનનું કામ હોય તો તુલસીના ખરેલાં પાનનો ઉપયોગ કરવો જોઇએ. વર્જિત તિથિઓથી એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને રાખી શકો છો.

4. સોમવારે સવારે જલ્દી ઉઠવું અને સ્નાન વગેરે કાર્યો બાદ સૂર્યને જળ અર્પણ કરવું. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો. જળમાં લાલ ફૂલ અને ચોખા પણ ઉમેરવાં જોઇએ. આ દરમિયાન સૂર્ય મંત્ર ऊँ सूर्याय नम:। ऊँ भास्कराय नम:। નો જાપ કરવો જોઇએ.

5. સોમવારની સાંજે ભગવાન વિષ્ણુની સાથે જ લક્ષ્મીની પૂજા કરવી જોઇએ.

પૂજામાં સામાન્ય પૂજન સામગ્રી સિવાય દક્ષિણાવર્તી શંખ, કમળ ગટ્ટા, ગોમતી ચક્ર, પીળી કોડી પણ રાખવી જોઇએ.

6. સોમવારે સવારે જલ્દી ઉઠવું અને સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરવું.

સોમવારે દેવઉઠી એકાદશી, શુભ મુહૂર્તમાં પૂજા અને વ્રત કરવાથી વિષ્ણુની સાથે લક્ષ્મીજી પણ થશે પ્રસન્ન

કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પ્રબોધિની એકાદશી કે દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે

કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પ્રબોધિની એકાદશી કે દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત બીજા દેવી-દેવતાઓ ચાર મહિનાના શયન બાદ જાગે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. માન્યતા અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવ શયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે સૂવા ચાલ્યા જાય છે. આ દરમિયાન કોઇજ માંગલિક કાર્ય કરવામાં આવતાં નથી. એકાદશી પર ભગવાન જાગવાથી ભક્ત ખુશ થાય છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 19 નવેમ્બર, સોમવારે છે. આ દિવસે ભગવાનના આગમનની ખુશીમાં તેમની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના જાગવાનું આહવાન કરવામાં આવે છે.

એકાદશીના દિવસે સવારે ઊઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજાનો સંકલ્પ લો. ઘરના આંગણમાં ભગવાનના ચરણની આકૃતિ બનાવો. એમ માનવામાં આવે છે કે, ભગવાન આ જ રસ્તે આવે છે. ફળ, ફૂલ, મિઠાઇ વગેરે પડિયામાં રાખો. રાત્રે પરિવાર સાથે ભગવાનનું પૂજન કરો. સંધ્યાકળે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરી શંખ વગાડી ભગવાનને આંત્રણ આપવું. આ આખી રાતે શ્રદ્ધા અનુસાર ભગવાનના વિવિધ નામોનો જાપ કરવો. ભગવાનનું કિર્તન કરવું. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા શ્રીસૂક્તનો પાઠ પણ કરવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.

તુલસી વિવાહ

દેવઉઠી એકાદશીના દિવસે લગ્નો શુભારંભ થાય છે. સૌથી પહેલાં માતા તુલસીની પૂજા થાય છે. દેવઉઠી એકાદશીના દિવસે ધામધૂમથી તેમનાં લગ્નનું આયોજન કરવામાં આવે છે. તુલસીને વિષ્ણુ પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ માટે દેવ જ્યારે ઉઠે છે ત્યારે હરિવલ્લભા તુલસીની પ્રાર્થના સાંભળે છે.

દેવઉઠી એકાદશીના દિવસે તુલસીનાં લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને ત્યાં દિકરી ન હોય અને કન્યાદાનનું સુખ મેળવવવું હોય તો તો તુલસી વિવાહ કરી આ સુખ મેળવી શકાય છે.

દેવઉઠી એકાદશી પારણ મુહૂર્ત

20 નવેમ્બરે સવારે 6.49 કલાકથી 8.58 કલાક સુધી, 2.7 કલાક સુધીનું મુહૂર્ત છે.

શું ન કરવું આ દિવસે

આ દિવસે ઘરમાં ભાત ન બનાવવા જોઇએ.
.
ઘરનું વાતાવરણ સાત્વિક હોવું જોઇએ.

આ દિવસે પ્રયત્ન એ કરવો કે, ઘરના બધા જ લોકો ફળાહારી વ્રત કરે.

વૃદ્ધ, બાળક અને રોગી વ્રત ન કરે તો ચાલે.

આ દિવસે કોઇજ નશો ન કરવો.

શક્ય હોય ત્યાં સુધી આ દિવસે સત્ય બોલવાનો જ પ્રયત્ન કરવો.

આર્ટિકલ ગમ્યો હોય તો Share કરો