આજનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, લાભ થશે કે નુકશાન ?

Share On
  •  
  •  
  •  
  •  
  •  

મેષ : સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.

વૃષભ :  નકારાત્‍મક વિચારો હતાશા જન્‍માવશે. શારીરિક, માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવાય. ઘરમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. માતા સાથે મતભેદ થાય અથવા તેની તંદુરસ્‍તી બગડે. જમીન, મકાન, વાહન વગેરેના દસ્‍ત્‍ાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ

મિથુન : વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ. વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે.

કર્ક : આજનો દિવસ આપને ચિંતારહીત અને ખુશખુશાલ રાખશે. ૫રિવારના સભ્‍યો માટે વિશેષ સમય ફાળવશો અને તેમની સાથે આનંદથી ઘરમાં સમય ૫સાર કરશો. કાર્યમાં સફળતા અને યશ મળે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સાથી કાર્યકરોનો સહયોગ મળશે. આરોગ્‍ય સારું રહેશે. હરીફોની ચાલ નિષ્‍ફળ જશે.

સિંહ : વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્‍યવર્ધક યાત્રા, નવા કાર્યોમાં સફળતા અપાવશે. કલાત્‍મક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગ. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે.

કન્યા : આજે આપને થોડી પ્રતિકુળતાઓ માટે તૈયાર રહેવું ૫ડશે. આરોગ્‍ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. માતા સાથેના સંબંધોમાં તણાવ ઉભો થાય, અથવા તેની તબિયત બગડે, સ્‍વજનો સાથે ઉગ્ર વાદવિવાદ થતાં અણબનાવ રહે. સ્‍વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. મકાન વાહન વગેરેની લે- વેચ કે દસ્‍તાવેજો માટે અનુકૂળ સમય નથી. પાણીથી ભય રહે.

તુલા : બિઝનેસમાં ફાયદાના યોગ છે. કાર્યસ્થળ પર વાતાવરણ પણ તમારી ફેરવમાં હોઈ શકે છે. વધુ મહેનત કરવી પડશે. પરંતુ દિવસ સારો રહેશે. તમે બીજાની જેટલી મદદ કરશો તેટલો તમને પણ  ફાયદો થશે. નવી યોજનાઓ બનશે. કામકાજમાં સુધાર થશે. પ્રેમ સંબંધમાં ઉતાર ચઢાવ આવી શકે છે.

વૃશ્ચિક : મહેનત વધુ  કરવી પડશે. કામકાજનું ટેન્શન વધશે. જૂના મુદ્દાઓ ન ઉઠાવો. પ્રેમ જતાવવામાં સંકોચ ન કરો. વાહન ચલાવતી વખતે સાવધાની જરૂરી છે. નોકરી અને બિઝનેસ મામલે તણાવ અને ફાલતુ ખર્ચાના યોગ છે. ઓફિસમાં કેટલાક લોકો તમારા કામને નોટિસ કરશે. કેરિયરમાં ગંભીરતાથી વિચારો. તમારા કામકાજમાં ફેરફાર આવી શકે છે. નવા કામનું પ્લાનિંગ તમારા મગજમાં ચાલતું રહેશે.

ધન : દિવસભર વ્યસ્ત રહેશો. અધિકારીઓ તમારી વાતોને મહત્વ આપશે. કાર્યક્ષેત્રે સન્માન મળશે. વધુ મહેનત કરવાથી જ સફળતા મળશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. બિઝનેસ સારો ચાલશે. આવક વધશે. આજે મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થઈ શકે છે. કાર્યક્ષમતા વધશે.

મકર : કારોબાર વધી શકે છે. જૂનિયર પણ તમારી મદદ કરશે. કોઈ ટેન્શન પણ આજે ખતમ થઈ શકે છે. સમજદારીથી કામ લો. મકાનની સમસ્યાનો ઉકેલ આવશે. બિઝનેસમાં કોઈ ફાયદાકારક કરાર થઈ શકે છે.  પૈસાની સ્થિતિમાં સુધાર માટે તમે પૂરેપૂરી કોશિશ કરશો. પાર્ટટાઈમ કામ શરૂ થઈ શકે છે. વ્યસ્તતાના કારણે થાક લાગી શકે છે. આરામ જરૂરથી કરો.

કુંભ : મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે.

મીન : તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.