આવુ છે વાઇબ્રન્ટ ગુજરાત : દલિતોને લગ્નપ્રસંગે વરઘોડો ય કાઢવા દેવાતો નથી જુવો અહેવાલ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

આઝાદીના વર્ષો બાદ પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા અને આભડછેટનુ દૂષણ આજેય યથાવત રહ્યુ છે જેના કારણે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. વાયબ્રન્ટ ગુજરાતમાં આજે એવી દશા છેકે, દલિતોને ગામડાઓમાં લગ્નપ્રંસગે વરઘોડો ય કાઢવા દેવામાં આવતો નથી.એક તરફ, સૌનો સાથ, સૌનો વિકાસ એવા નારાં પોકારવામાં આવે છે પણ આજેય દલિતો-પછાત વર્ગનો સામાજીક બહિષ્કાર થઇ રહયો છે.

જ્ઞાતિવાદનુ ઝેર આટલી હદે ફેલાઇ રહ્યુ છે ત્યારે ભાજપ સરકારે મૌન ધારણ કર્યુ છે. રવિવારે રાજ્યમાં એક દિવસમાં ત્રણ ઘટનાઓ એવી બની જેમાં દલિતોના લગ્નપ્રસંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડા કાઢવા પડયાં હતાં.ખાંભીસરમાં તો દલિત યુવકનો વરઘોડો નીકળતાં ભજનમંડળીએ રસ્તો રોકયો હતો અને ભજન-યજ્ઞા કરી અવરોધ સર્જયો હતો. આ ઉપરાંત વડાલીના ગાજીપુરમાં પોલીસ બદોબસ્ત વચ્ચે દલિત યુવકનો વરઘોડો કાઢવો પડયો હતો.

પ્રાંતિજના સીતવાડામાં ય દલિત યુવકના લગ્નપ્રસંગે ગરબા ન રમે તે માટે ચોકમાં પાણી ઢોળી દેવામાં આવ્યુ હતું. આમ,દલિતો સાથે ભેદભાવભર્યુ વલણ દાખવામાં આવી રહ્યુ છે ત્યારે સામાજીક કલ્યાણ વિભાગ પણ સરકારના ઇશારે તમાશો નિહાળી રહ્યુ છે.મંત્રીઓ અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. નોંધનીય છેકે, છેલ્લા બે દિવસમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન યોજાયાં હોય તેવી રાજ્યમાં પાંચ-છ ઘટનાઓ બની છે.

મોડાસાના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો નીકળ્યો હતો તે વખતે ભજનમંડળીએ રસ્તામાં જ ભજન ગાઇને અવરોધ સર્જ્યો હતો.બંન્ને જૂથો સામસામે આવી જતાં બબાલ મચી હતી. સ્થિતી એટલી હદે વણસી હતીકે, બંન્ને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસના વાહનોને ય નિશાન બનાવાયા હતાં. ખુદ જીલ્લા પોલીસ વડાને પથ્થર વાગતાં હાથે ઇજા થઇ હતી. જોકે, સ્થિતીને કાબૂમાં લેવા પોલીસ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરાયો, પોલીસવડા સહિત કોન્સ્ટેબલ, ગ્રામજનો ઘવાયાખંભીસરમાં દલિત યુવકે વરઘોડો કાઢતાં સ્થિતી

વણસી, પથ્થરમારો, વાહનોમાં તોડફોડ ગઇકાલે પ્રાંતિજમાં એક દલિતે પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન યોજવાની ફરજ પડી હતી. આ ઘટનાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં આજે ખંભીસરમાં ય દલિત યુવક જયેશ ડાહ્યાભાઇના લગ્ન હોઇ વરઘોડો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો હતો. વરઘોડો જયારે નીકળ્યો ત્યારે કેટલાંક લોકો ભજનમંડળીને સામે બાજુએ નીકળ્યાં હતાં અને રસ્તામાં જ ભજન-યજ્ઞા શરુ કર્યો હતો જેથી પરિસ્થિતી તંગ બની હતી. એક તરફ, દલિતો વરઘોડો આગળ લઇ જવા મકક્મ હતાં ત્યારે બીજી તરફ,ભજન મંડળી ય ગામની સુખ-શાંતી માટે ભજન કરતાં હોવાનુ જણાવી રસ્તે બેસી રહ્યા હતાં. પોલીસ અધિકારીઓ બંન્ને પક્ષોને સમજાવવા ઘણાં પ્રયાસો કર્યા પણ તે નિષ્ફળ રહ્યા હતાં.

રાત્રે સાતેક વાગ્યાના સુમારે બંન્ને જૂથોએ અચાનક સામસામે પથ્થરમારો કર્યો હતો જેથી ગામમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસના વાહનોના કાચ સુધ્ધાં ફુટયાં હતાં. પોલીસમેનો સહિત છ-સાત જણાંને પથ્થરને લીધે ઇજા થઇ હતી. આ ઘટનાને પગલે મોડી રાત્રે પોલીસે અટકાયતનો દોર શરુ કર્યો છે.વિકાસશીલ ગુજરાતમાં અસ્પૃશ્યતા-આભડછેડ હજુય દૂર થઇ શક્યાં નથી. આજેય રાજ્યના આંતરિયાળ ગામડાઓમાં દલિતોનો સામાજીક બહિષ્કાર થઇ રહ્યો છે જેના ડરથી દલિતોને લગ્નપ્રસંગે ય પોલીસ બોલાવવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠાના વડાલી તાલુકાના ગાજીપુર ગામમાં દલિતોએ લગ્નપ્રસંગે વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગવો પડયો હતો.વડાલીના ગાજીપુરમાં ય દલિતોએ વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગ્યો મામલતદાર-ડીવાયએસપીની હાજરીમાં દલિત યુવકનો લગ્ન પ્રસંગ યોજાયો,ગાજીપુરમાં મેહુલ ભાંભી નામના યુવકનુ લગ્ન હોઇ પરિવારજનોએ મામલતદાર કચેરીએ લેખિત અરજી આપી હતી. આ કારણોસર રવિવારે ગાજીપુરમાં સવારથી પોલીસ કાફલો ઉતરી પડયો હતો. ડીવાયએસપી ઉપરાંત ૪૬ પોલીસ કોન્સ્ટેબલો ગામમાં ગોઠવાયા હતાં. આખરે બપોરે ત્રણેક વાગે ગામમાં દલિત યુવકનો વરઘોડો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો હતો અને મોડી સાંજે છ વાગે પરત ફર્યો હતો. ગામમાં કોઇ અનિચ્છિય બનાવ ન બનતાં વહીવટીતંત્ર-પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

દલિત આગેવાન મંગળ સૂરજકરે જણાવ્યું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ દલિતો સાથે આભડછેડ રાખવામાં આવી રહી છે જે દુ:ખદ છે. આ મામલે આખાય રાજ્યમાં દલિતો આંદોલન કરશે. દલિતોને પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન કરવા પડે એ જ સરકારની નિષ્ફળતાની નિશાની છે. દલિતોએ લગ્નપ્રસંગે ય પોલીસ બોલાવવી પડી, ગામમાં શાંતિ જળવાય તે માટે પ્રયાસો જારી પ્રાંતિજના સીતવાડામાં દલિત યુવકને મંદિરે દર્શન કરવા જવા દેવાયો નહીં ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવભર્યુ વલણ દાખવવામાં આવી રહ્યુ છે.

પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામમાં લગ્ન પ્રસંગે દલિત યુવકને મંદિરમાં દર્શન કરવા જવા દેવાયો ન હતો જેના કારણે ગામમાં પરિસ્થિતી તંગ બની હતી. એટલુ જ નહીં, પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત યુવકે વરઘોડો કાઢવા મજબુર થવુ પડયુ હતુ.રવિવારે સીતવાડામાં અનિલ રાઠોડ નામના યુવકના લગ્ન હતાં. દલિત યુવકો-મહિલાઓ લગ્નપ્રસંગે ડીજેના તાલે મંદિરે જઇ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કેટલાંક લોકોએ વિરોધ કર્યો હતોક, તે મંદિરમાં જઇ શકશે નહીં. આ કારણોસર મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ડીએસપી સહિત પોલીસ કાફલો સીતવાડા પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓએ બંન્ને પક્ષોને સમજાવવા પ્રયાસો કર્યા હતાં .

સ્થાનિક દલિત આગેવાનોએ એવો આરોપ મૂક્યોકે,દલિતો ગરબા ન રમે તે માટે ય ચોકમાં પાણી છોડાયુ છે.પાણીના નળ પણ ખોલી દેવામા આવ્યા હતાં. જોકે, દલિત પરિવારે અગાઉથી લગ્નપ્રસંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશને પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. આમ, પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન પ્રસંગ યોજાયો હતો.