આને કહેવાય નેતા, જીજ્ઞેશ મેવાણીએ એસટી બસમાં કરી મુસાફરી, જુઓ ફોટા

Share On
  • 3.6K
  •  
  •  
  •  
  •  
  •  
    3.6K
    Shares

હમણાં જ વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર વધારો થયો ત્યારે એકાદ બે નેતાને બાદ કરતાં કોઈનું નિવેદન આવ્યું નહોતું ત્યારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પગારવધારા મુદ્દે કહ્યું હતું કે હવે હું ફિક્સ પગાર અને મજૂરોના લઘુતમ વેતન મુદ્દે બિલ મુકીશ.

એક લોકપ્રતિનિધિ કેવા હોવા જોઈએ તેનું અદભુત ઉદાહરણ જીજ્ઞેશ મેવાણીએ પૂરું પડ્યું છે. તેઓ આજે અમદાવાદ – પાલનપુર બસમાં બેસીને પોતાના મતવિસ્તારમાં પહોન્ચ્યા હતા. બસમાં તેમણે મુસાફરોને પડતી અગવડોથી લઈને તમામ એસટી કર્મચારીઓના 7મા પગાર પંચ ના અમલીકરણના મુદ્દે આંદોલન કરવાની તૈયારી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ એકપણ ધારાસભ્ય એસટી બસની મુસાફરી કરતો નથી ત્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એક અનોખી પહેલ કરી છે.

ચન્દ્રશેખરને મળ્યા હતા મેવાણી

વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મંગળવારે સહારાનપૂર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર અને બસપા સુપ્રિમો બહેન માયાવતી ભાજપનો વિકલ્પ બનશે. તેઓએ પ્રદેશમાં રહેવું હોય તો યોગી યોગી કરવું પડશે તે નારા પર પલટવાર કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી જાણી લે, જો દેશમાં રહેવું હશે તો સંવિધાન સંવિધાન કહેવું પડશે.

શનિવારે સાંજે જીજ્ઞેશ મેવાણી રામનગરમાં ભીમ આર્મી જિલ્લા પ્રમુખ કમલ વાલિયાના ઘેર પહોંચ્યા હતા. અહીં તેઓએ કમલ વાલિયાના માતા કાંતિ વાલિયાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા તેમજ તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત પણ કરી હતી.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે જેટલી ભાજપ સરકાર દ્વારા દલિતોની પજવણી કરવામાં આવી છે તેટલી એકપણ સરકારમાં નથી થઇ. ભાઈ ચંદ્રશેખરનો દોષ શું હતો, જે લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. સરકાર પાસે કોઈ પુરાવા નહોતા છતાં ચંદ્રશેખર સાથે અન્યાય કરવામાં આવ્યો.

મેવાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી લડવી અમારો ધ્યેય નથી પરંતુ અત્યાચાર સામે એક થવું ઉદ્દેશ છે. અમે બાબાસાહેબે બતાવેલા માર્ગ પર ચાલીને આભડછેટને ખતમ કરીશું. દિલ્હીમાં સંવિધાનની પ્રત સળગાવામાં આવી પરંતુ પ્રધાનમંત્રી એક શબ્દ પણ નથી બોલ્યા.

વધુમાં તેઓએ કહ્યું હતું કે દેશમાં કટોકટી જેવી પરિસ્થિતિઓ છે. લોકશાહી પર સતત હુમલો કરવામાં આવે છે. એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ભાજપને બાદ કરતાં તમામ પક્ષો મહાગઠબંધન સાથે ચૂંટણી લડશે, પરંતુ તેઓ નાના સંગઠનોને આ જોડાણમાં જોડવા માંગે છે. 2019 ની ચૂંટણીમાં જનતાએ ભાજપને ઉથલાવી નાખવાની તૈયારી કરી લીધી છે.

બીએસપી સુપ્રિમોંના નિવેદન ચંદ્રશેખર સાથે કોઈ સંબંધ નથી તે વિશે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે માયાવતી અમારાં બહેન છે. ભલે બહેનજી નારાજ છે, તે અમારા બહેન રહેશે. રક્ષાબંધન આવવા દો અને અમે બહેનજી પાસેથી રાખડી બંધાવીશું.

બે એપ્રિલે બંધ દરમિયાન હજારો દલિતો સામે કેસ કરનાર સરકારની માનસિકતા પ્રતિબિંબિત કરે છે. દલિતોને જેટલા સતાવવામાં આવશે તેટલી વખત દલિત સમાજ એક સાથે ઉભો રહેલો દેખાશે. આ દરમિયાન કમલ વાલિયાનાં પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

ચંદ્રશેખર આઝાદનું વલણ બસપા સુપ્રીમો પ્રત્યે નરમ પડી રહ્યું છે ત્યારે આ વલણને મજબૂત કરવાના મિશનને લઈને જીગ્નેશ મેવાણી આવ્યા હતા. બંને નેતાઓએ એક સ્વરમાં બસપા અધ્યક્ષ માયાવતીના હાથ મજબૂત કરવાની વાત કહી હતી તેમજ 2019 માં પ્રધાનમંત્રી બનાવવા તરફ ભાર મુક્યો છે.

નેતાઓનાં પગારવધારાબાબતે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ધારાસભ્યોના પગાર વધ્યાં એટલે મારો પણ પગાર વધ્યો -સારી વાત છે. પણ ગુજરાતના કારખાનાના લાખો કામદારો, ખેતમજૂરો અને ફિક્સ પગાર-આઉટ સોર્સ-કોન્ટ્રાક્ટના લાખો કર્મચારીઓનું શું? આ કામદારો-કર્મચારીઓને તો લઘુત્તમ વેતન પણ ચૂકવાતું નથી.

ધારાસભ્ય તરીકે શપથ લઈને બહાર આવ્યા બાદ પહેલા જ દિવસે મેં સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાતની જે વિધાનસભાની અંદર વર્ગ ચારના પટાવાળા, લિફ્ટ મેનો, સફાઈર્મીઓને લઘુત્તમ વેતન પણ ચૂકવાતું નથી ત્યાં અમે કયા મોટા કાયદાઓને વિધેયકો પસાર કરી દેવાના ?

આજે જ્યારે મારા સહિત સૌ ધારા સભ્યોનો પગાર વધ્યો છે ત્યારે હું પણ ફિક્સ પગાર અને કોન્ટ્રાકટના કર્મચારીઓ માટે ગુજરાતની આ જ વિધાનસભામાં ‘ફિક્સ પગાર નાબૂદી ધારો’ આવતા 2 વર્ષમાં ખાનગી બિલ તરીકે દાખલ કરાવીશ. આ ઉપરાંત રોડ ઉપર આ શ્રમજીવી વર્ગ અને કર્મચારીઓ સાથે જે આંદોલનો અને સંઘર્ષમાં હતો તેને ઓર તેજ કરીશું…

વધુમાં તેઓએ કહ્યું હતું કે અગાઉ પણ હું ઈંટ ભઠ્ઠાના મજૂરો, કડિયા મજૂરો, કારખાનાના કામદારો, સફાઈકર્મીઓ, GISFSના જવાનોના સંઘર્ષમાં હંમેશા સાથે રહ્યો છું..એટલે મજદૂર વર્ગ સાથેનો સંઘર્ષ તો આજીવન રહેશે -ધરાસભ્ય રહીએ કે ના રહીએ, પગાર વધે કે ના વધે…કામદાર – કર્મચારી એકતા ઝીંદાબાદ…

પ્રકાશ રાજે જીજ્ઞેશ મેવાણીને આપી ગિફ્ટ, વડગામમાં લેશે એક ગામ દત્તક, જાણો કેમ

પ્રખ્યાત લેખિકા ગૌરી લંકેશની પ્રથમ પુણ્યતિથિ નિમિતે યોજાયેલ એક ફંક્શનમાં જાણીતા એક્ટર પ્રકાશ રાજે ગુજરાતને લઈને મહત્વની જાહેરાત કરી હતી. તેઓએ જીજ્ઞેશ મેવાણીને ગિફ્ટ આપવાનું કહીને તેમના મતવિસ્તાર વડગામમાં એક ગામ દત્તક લેવાનું નક્કી કર્યું છે. જીજ્ઞેશ મેવાણીના મતવિસ્તારમાં તેઓ એક ગામ દત્તક લઇ વિકાસ કરશે.