આ ત્રણ બાબતો બની શકે છે મોદી સરકાર માટે ગળાનું હાડકું

Share On
  • 9
  •  
  •  
  •  
  •  
    9
    Shares

લોકસભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે ત્યારે હાલની ભાજપ સરકાર પર સંકટના વાદળ ઘેરવા લાગ્યા છે. ભાજપ સરકાર કંઈપણ કરીને ડેમેજ કંટ્રોલ કરે છે ત્યારે તેની દરેક મહેનત પર પાણી ફેરવાઈ જાય તેવા રીપોર્ટ આવી રહ્યાં છે. હાલમાં મુખ્ય ત્રણ બાબતોએ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે જેમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનાં વધેલા નાણા, અમેરિકાએ આપેલ ધમકી અને ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે PM મોદીએ સરકારમાં આવતા આવતા પહેલા લોકોને સ્વિસ બેંકમાં પડેલા ૧૫ લાખનું વચન આપીને મત લીધા અને ચુંટણી જીતી ગયા પછી એ વચન ભૂલી ગયા હતા. જો હવે સ્વિસ બેન્કે રીપોર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે ભારતીયોનાં નાણા છેલ્લા વર્ષમાં લલગભગ ૫૦ ટકા વધ્યાં છે. સરકાર એક બાજુ બ્લેક મની ધરાવનાર લોકો પર કડક કાર્યવાહીની માંગ કરે છે ત્યારે આ સમાચાર કેંદ્ર સરકારને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

બીજી બાબત જોઈએ તો અમેરિકાએ ભારત સહીત અન્ય દેશોને ઈરાન પાસેથી ખનીજ તેલ ખરીદવાની મનાઈ કરી દીધી છે. હકીકતમાં ભારતને સૌથી વધુ અને સસ્તું પેટ્રોલ ઈરાન પાસેથી જ મળે છે. મળતી માહિતી મુજબ સરકાર આ બાબતે અમેરિકા સામે શરણે થઇ ગઈ છે જેના કારણે હવે જનતા કેન્દ્ર સરકારની વિદેશનીતિ સામે પણ સવાલ ઉઠાવી રહી છે.

ત્રીજી બાબત એટલે અમેરિકી ડોલર સામે સતત નબળો પડી રહેલો રૂપિયો. મનમોહન સિંહ સરકાર વખતે 1 ડોલરનાં ૫૭ રૂપિયા થતાં જે હવે ૬૯ એ થઇ ગયા છે. જો આ સ્થતિ ચાલતી રહેશે તો ભારતે આર્થિક મોરચે ઘણું નુકશાન સહન કરવાનું આવશે.