દુનિયામાં એવી પણ નોકરીઓ છે જ્યા મજા કરવાની મળે છે સેલેરી

Share On
  • 26
  •  
  •  
  •  
  •  
  •  
    26
    Shares

દુનિયામાં એવી પણ નોકરીઓ છે જ્યા મજા કરવાની મળે છે સેલેરી

ટ્રાવેલ ગાઇડ- ટ્રાવેલ ગાઇડનું કામ સરળ અને મન ગમતુ હોય છે. જે કોઇ બીજાનાં પૈસા પર દુનિયા ફરી લે છે. ગાઇડને માત્ર ટ્યુરિસ્ટને બીજા દેશમાં લઇ જવાના હોય છે અને ત્યા તેમની વ્યવસ્થા કરવાની હોય છે. જે કામ માટે તેમે સારા પૈસા પણ મળતા હોય છે.

લગ્નમાં મહેમાન- આપણા દેશમાં ભલે બોલાવ્યા વિના મહેમાન આવી જાય છે, પરંતુ ઘણા દેશોમાં લગ્નમાં ભીડ દેખાડવા માટે લોકોને હાયર કરવામાં આવે છે. આ લોકો સારા કપડા પહેરીને તૈયાર થઇને લગ્નમાં જતા હોય છે. તેમને પણ આ કામનાં સારા પૈસા મળતા હોય છે.

વ્યવસાયિક સુતા રહેવું- આ નોકરીમાં તમારે માત્ર સુતા રહેવાનું હોય છે. તમે જેટલુ વધુ સુતા રહેશો તે તમારે માટે સારુ છે. આ કામ માટે સારા પૈસા આપવામાં આવે છે. ઘણા ડૉક્ટર, શોધકર્તાઓ આ લોકોને હાયર કરતા હોય છે. સાથે ઘણી હોયલ પણ આ લોકોને હાયર કરતી હોય છે.

વૉટર સ્લાઇડ ટેસ્ટર- વૉટર સ્લાઇડમાં સ્લાઇડ કરવું બધાને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્લાઇડને ટેસ્ટ કરતા લોકોની નોકરી પણ હોય છે. ઘણા દેશોમાં આ કામ માટે નોકરી મળી રહે છે અને સાથે તમને સારા પૈસા પણ મળી રહે છે.