ભાજપને આ બે નેતાઓનાં વાણીવિલાસથી થઈ શકે છે ભારે નુકશાન

Share On
  • 36
  •  
  •  
  •  
  •  
    36
    Shares

ભાજપના કાર્યક્રમોમાં કાર્યકર્તાઓની ગેરહાજરીને લઈને ભડકેલા કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા અને સાંસદ પરેશ રાવલે બેધડક કહ્યું હતું કે કાર્યકર્તાઓને આજકાલ પાર્ટીનાં નેતાઓ પસંદ નથી આવી રહયા. અમુક લોકો તો પ્રધાનમંત્રી મોદીએ ઉગાડેલાં હર્યાભર્યા બગીચા જેવા ગુજરાતને ઉજાડવામાં કોઈ કસર છોડી નથી.

સૌરાષ્ટ્રના અમરેલીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલાએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યું હતું કે કાર્યકર્તાઓને આજે પોતાની પાર્ટીના નેતાઓના જ ચહેરા પસંદ નથી આવી રહયા. વધુમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું હતું કે ભાજપમાં જ આતંરિક વિખવાદ છે, રૂપાલાએ સ્પષ્ટ કહ્યું હતું કે અમરેલી જિલ્લાની તમામ 5 વિધાનસભા બેઠક પર ભાજપની હારનું કારણ આંતરિક વિખવાદ છે, આ અંદરોઅંદરનાં વિખવાદોને કારણે મારી હાર થઇ હતી.

તો બીજી બાજુ અમદાવાદના સાંસદ પરેશ રાવલે પણ કાર્યકરોને આડેહાથ લીધા હતા. રાવલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને લીલો બગીચો બનાવીને ગયા હતા પરંતુ પાર્ટી અને નેતાઓથી નારાજ કેટલાક કાર્યકર્તાઓ આ બગીચાને ઉજાડવાના કામે લાગ્યા છે.

જો કે આ બંને નેતાઓના નિવેદનોને કારણે હવે ભાજપના કાર્યકરોમાં પણ રોષ વ્યાપ્યો છે. કાર્યકર્તાઓએ પણ ભાજપના મોટા નેતાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવી દીધું હતું કે ચૂંટણીઓમાં અમે મહેનત કરીએ છીએ જયારે નેતાઓ મલાઈ ખાઈ જાય છે.

See More : આ ત્રણ નામ વાળી છોકરીઓ પ્રેમમાં કોઈ દિવસ નથી આપતી દગો
શૂન્ય થી શિખર સુધી નું સફર, નરેન્દ્ર મોદીની સંઘર્ષગાથા
ગુજરાતી સિંગર કિંજલ દવે ની બર્થડે પર જાણો કિંજલ ની અજાણી વાતો..