અમિતાભ બચ્ચને ઘરની લક્ષ્મીના હાથે આપી ખેડૂતોનો લક્ષ્મી, ચૂકવ્યું 4 કરોડનું દેવું..

Share On
  • 248
  •  
  •  
  •  
  •  
    248
    Shares

અમિતાભ બચ્ચને 1398માંથી પસંદગીના 70 ખેડૂતોને યુપીથી મુંબઈ બોલાવ્યા હતાં

મુંબઈઃ અમિતાભ બચ્ચને 26 નવેમ્બરના રોજ યુપીના 1398 ખેડૂતોનું 4.05 કરોડ રૂપિયાનું દેવું ચૂકતે કર્યું હતું. અમિતાભ બચ્ચને 1398માંથી પસંદગીના 70 ખેડૂતોને યુપીથી મુંબઈ બોલાવ્યા હતાં અને દીકરી શ્વેતાના હસ્તે ઓટીએસ સર્ટિફિકેટ આપ્યું હતું. સર્ટિફિકેટના વિતરણ વખતે શ્વેતા બચ્ચન ભાવુક બની ગઈ હતી. અમિતાભ તથા શ્વેતાએ ખેડૂતોનું બે હાથ જોડીને અભિવાદન પણ કર્યું હતું.

અમિતાભે કરી આ ટ્વિટઃ

અમિતાભ બચ્ચને ટ્વિટ કરી હતી કે ઘરની લક્ષ્મી એટલે કે દીકરીના હસ્તે જ ખેડૂતોને સર્ટિફિકેટ આપ્યા. દીકરી ઘરની લક્ષ્મી હોય છે અને લક્ષ્મીના હાથે લક્ષ્મી આપી.

યુપીના 1398 ખેડૂતોનું ચૂકવ્યું દેવું:

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ઉત્તર પ્રદેશના 1398 ખેડૂતોનું 4.05 કરોડ રૂપિયાનું દેવું ચૂકતે કર્યું છે. અમિતાભ બચ્ચને 1398 ખેડૂતોમાંથી 70 ખેડૂતોને પસંદ કરીને ઉત્તરપ્રદેશથી મુંબઈ બોલાવ્યા હતાં. આ માટે અમિતાભ બચ્ચનને ટ્રેનનો આખો કોચ બુક કરાવ્યો હતો.

આ 70 ખેડૂતોને અમિતાભ બચ્ચને બેંક તરફથી કોઈ દેવું બાકી રહેતું નથી, તેવા લેટર્સ આપ્યા હતાં. અમિતાભ બચ્ચને ખેડૂતોની લોન ચૂકવવા માટે બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ‘ઓટીએઃ વન ટાઈમ સેટલમેન્ટ’ કર્યું હતું.

ઓક્ટોબરમાં શહીદ સૈનિક તથા ખેડૂતોના પરિવારને કરી હતી મદદઃ

અમિતાભ બચ્ચને હાલમાં જ મુંબઈમાં યોજાયેલ એક ઈવેન્ટમાં પત્નીના હસ્તે 44 શહીદ સૈનિકના પરિવારને 2.20 કરોડ રૂપિયા તથા 360 ખેડૂતોની 2.03 કરોડ લોન ચૂકવી હતી એટલે કે અમિતાભે કુલ 4.23 કરોડ રૂપિયાની મદદ કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમને 26 ઓગસ્ટના રોજ સરકાર તરફથી 44 શહીદ સૈનિક પરિવારોની યાદી મળી હતી.

તેમણે 112 ડ્રાફ્ટ બનાવ્યા અને જેની કિંમત 2.20 કરોડ રૂપિયા થાય છે. તેમણે 60 ટકા પત્ની, 20 ટકા પિતા તથા 20 ટકા માતાને મળે એ રીતે ડ્રાફ્ટ વહેંચ્યા હતાં.