મોદી સરકાર સાથે વાતચીત તૂટી, રાત્રે દિલ્હી બોર્ડર પર જ રોકાશે ખેડૂતો

Share On
  • 350
  •  
  •  
  •  
  •  
  •  
    350
    Shares

દિલ્હીના ગાજીપુરમાં ખેડૂતો આંદોલન કરી રહયા છે ત્યારે મંગળવારે કૃષિ રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવાતે તેમની સાથે વાત કરી હતી અને તેમને તેમની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપી હતી. શેખાવતે ખેડૂતો સાથેની તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનરેગામાં કૃષિ શામેલ કરવા માટે 6 મુખ્ય મંત્રીઓની પેનલની રચનાની ઘોષણા કરી છે.

બીજી બાજુ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્ર સરકારે ખેડૂતોની દરેક સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. દેશની આઝાદી પછી, મોદી સરકાર અત્યાર સુધીમાં સૌથી સંવેદનશીલ સરકાર છે.

ઉલ્લેખનીય છે કે વીજળી રેટમાં ઘટાડો અને દેવામાફી જેવી માંગોને લઈને આ ખેડૂતો દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકવા માટે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે હાલત બેકાબુ થતી જોઈને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો આ ઉપરાંત ટીયરગેસનાં સેલ પણ છોડ્યા હતા. જો કે ત્યારબાદ પણ ખેડૂતો પોતાની માંગો પર અડગ રહ્યાં હતા અને બેરિકેડ તોડીને દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરી હતી જેને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.