વહુ બની સાસુની માં અને દીકરી…વાંચો સાસુ-વહુ વચ્ચે મીઠી ખટપટ વચ્ચે નો પ્રેમ

Share On
  • 418
  •  
  •  
  •  
  •  
    418
    Shares

વહુ ક્યાં મરી ગઈ ?

અંદરથી અવાજ આવ્યો- જીવું છું મમ્મીજી

તો મારી ચા કેમ ના આવી અત્યાર સુધી, ક્યારની પૂજા કરી ને બેઠી છું

લાવું મમ્મી

વહુ ચાની સાથે ભજીયા પણ લાવી,

આ ભજીયાનું તેલ ખવડાવી-ખવડાવીને મારી નાખવી છે તારે મને ?

વહુએ કહ્યું- ઠીક છે મમ્મી હું લઈ જવ બસ

સાસુ- ના રહેવા દે બનાવ્યા છે તો પુરા કોણ કરશે?

સાસુએ ભજીયા લીધા અને બોલ્યા કેટલા ખરાબ બનાવ્યા છે કોણ પુરા કરશે હવે આને ?

વહુ- મારે કપડાં ધોવાના છે તો હું જાવ છું..

વહુ દરવાજા પાછળ સંતાઈને ઉભી રહી અને સાસુએ ભજીયા સ્ટાસ્ટ પુરા કર્યા અને ઓડકાર લીધો..

વહુ હસતા હસતા પોતાના કામ ઉપર લાગી ગઈ..

બપોરે ખાવાના સમયે સાસુએ ફરી બૂમ પાડી- અલી બપોર થયું મને ભૂખે મારી નાખવી છે ? કે તારી માં એ રાંધતા નથી શીખવાડ્યું ?

વહુ એ જવાબ ન આપ્યો..

સાસુએ ફરી બૂમ પાડી- વહુ સામે આવી ને ખીચડી મૂકી દીધી( ખીચડી માં ઘી નાખી ને)

સાસુ ગુસ્સામાં- મારે આ નથી ખાવી લઈ જા હમણાંજ.

વહુએ કહ્યું- ડોક્ટરે તમને ખીચડી ખાવાનું કહ્યું છે,એટલે ખાવી તો ખીચડીજ પડશે

સાસુ- હા હવે તું મારી માં બની જા…અને વહું હસતા હસતા જતી રહી..

આજે ઘરમાં પૂજા હતી
વહુ સવારે 4 વાગે ઉઠી ને નાહી-ધોઈ ને ફૂલ લેતા આવી પછી હાર બનાવ્યો,રસોડું સાફ કર્યું બધા ની ચા-પાણી પતાવ્યા અને ભોજન બનાવ્યું..

હવે સાસુ પણ ઉઠી ચુકી હતી અને વધુ પંડિતજી સાથે ભગવાન ના વસ્ત્રો પહેરાવી રહીં હતી

આજ ઓફીસ માં રજા હતી અને પતિ પણ ઘરે હતો..

પૂજા શરૂ થઈ

સાસુ બુમો પાડતા રહ્યા- વહુ આ નહિ પેલું નહિ

વહુ જલ્દી જલ્દી તમામ કામ કરી નાખતી

હવે 3 વાગી ગયા હતા અને પંડિતજી એ બધા ને આરતી કરવા બોલાવ્યા વારાફરતી તમામ આરતી કરતા રહ્યા..હવે વહુનો વારો આવ્યો અને હાથમાંથી આરતી છટકી ગઈ..કદાચ રસોડામાં કામ કરતી વખતે વહુના હાથમાં તેલ લાગેલું એ સાફ કરવાનું વહુ ભૂલી ગઈ

બધાજ લોકો અલગ-અલગ વાતો કરતા રહ્યા- કેવી વહુ છે આને આરતી ઉતરતા કે કામ કરતા નથી આવડતું ? ના જાને કેવી વહુ ઉઠાવી લાવ્યા ?

એનો પતિ પણ ગુસ્સે થઈ ગયો પણ સાસુ ચૂપ રહી,કશું કહ્યું નહિ પણ કહ્યું શીખી રહી છે, શીખી જશે..

હવે ખાવાનું સૌને પીરસયું, વહુ જલ્દી જલ્દીથી સૌને ખાવા પીરસી ને ફરી પાણી પીરસવા લાગી, વહુ અને 2 નોકર ક્યાંથી જલ્દી 70-80 લોકો નું કરી શકે ?
તો પણ વધુ બધુજ કામ.ખુબજ સારી રીતે કરી રહી હતી..

હવે સાસુ અને આજુબાજુના લોકો જમવા બેઠા વહુ તમામ ને ખાવા પીરસી રહી હતી અને પિરિશી દીધું..

જેમનો પહેલો કોળિયો સાસુએ ખાધો અને બોલ્યા- તને મીઠું નાખવાનું ભાન નથી ? એક કામ સારું નથી કરતી, ખબર નહિ મારા પછી કેમનું આ ઘર રહેશે

આજુબાજુ વાળા ને તો ઓળખો જ છો ને ? હવે એમને પણ ખામીઓ કાઢવાની શરૂ કરી દીધી..કેવી વહુ છે.ખાવાનું વહુ ને નથી આવડતું…બધું બધું..

ખાવાનું પતાવી ને વહુએ નોકરો સાથે વાસણ સાફ કરવામાં લાગી પડી

રાત્રે જાગરણ નો કાર્યક્રમ રાખ્યો હતો

વહુ પણ એક-બે ગીત ગાવા સ્ટેજ પર ચઢી.

ત્યાંજ સાસુ એ બૂમ પાડી…ના આવડતું હોય તો ના ગાતી.. જોજે મારુ નાક ના કપાવતી

વહુ હસતા હસતા ગાવા લાગી

સૌ એના ગાવાની તારીફ કરતા હતા પણ સાસુ બોલી આનાથી સારું તો હું ગાતી હતી મારી જવાની માં,તને તો કઈ નથી આવડતું..તો પણ વધુ હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ

હવે રાતનું ખાવાનું પીરસાઈ રહ્યું હતું..

એના પતિ ના ઓફિસના દોસ્તો સાઈડમાં જ ડ્રિન્ક કરવા લાગ્યા, તો એનો પતિ ગુસ્સે થી બરફ આપી જા, તો સાસુ બોલી યહ દાલ નહિ હે..પાપડ લે આઓ..

ઇધર-ઉધરની વાતો માં પત્ની અથડાઈ ને એના પતિનો ગ્લાસ પડી ગયો,અને બોટલ પણ તૂટી ગઈ

પતિ ગુસ્સામાં 2 લાફા ઠોકી ને બોલ્યો..તને દેખાતું નથી ?જોઈ ને નથી ચલાતું ?

બધાજ લોકો જોવા માંડ્યા,એની પત્ની રડતા રડતા પોતાના રૂમ તરફ દોડી

ત્યાર એના દોસ્તોએ કહ્યું શુ યાર આખો મૂળ ખરાબ કરી નાખ્યો, અહીં ના બોલાવ્યો હોઈ તો બીજે પાર્ટી કરી નાખી હોત… કેવી ગવાર પત્ની છે તારી,કેવી રીતે રહે છે તું.. એને તો મહેમાનોની ઈજ્જત અને કામ કરતા પણ નથી આવડતું…

હવે પાડોશી સ્ત્રીઓને તો બહાનું મળી ગયું..જુઓ શુ કરી મૂક્યું તમારી વહુએ કહી ને એપણ સાસુ જોડ ટપકી જ પડી,હું તો કહું છું આની જોડ છૂટું કરી ને બીજે પરનાવો તમાર છોકરાને

હવે સાસુ ઉઠી અને પોતાના છોકરા જોડ ગઈ અને 2 ઠોકી ગાલ ઉપર.અને કહ્યું – નાલાયક ખબરદાર જો તે મારી વહુ ને મારી તો..તારી હિંમત કેમની થઈ વહુ ઉપર હાથ ઉપાડવાની ? તારા પગ તોડી નાખીશ

ત્યાંજ એના દોસ્તો એના માં ને કહેવા કૈક આગળ વધ્યા તો સાસુએ એમની તરફ જોઈને બોલી- અહીં પૂજા ચાલુ છે ને તમે દારૂ પીવા આવી ગયા ? આવા સંસ્કાર આપ્યા તમારા માં-બાપે ?

અને હા કોઈએ મારી વહુ ને ગવાર કે અનપઢ કેહતા પેહલા પોતે પોતાની જાત જોઈ લેવી- મારી વહુ ને કોઈ એ કશું કહ્યું તો ચંપાલથી મારીશ હું..

હવે દીકરા તરફ જોઈ ને સાસુ બોલી- નાલાયક તારા દોસ્તોની બોટલ તૂટી એટલે તે મારી મારા વહુ ને ? પાપી એ સવારે 4 વાગ્યાની ઉઠી ને ઘરનું કામ કરે છે, ના એને સવારનો નાસ્તો કર્યો કે નથી ખાધું-પીધું તો પણ એ હસતા હસતા લોકો નો તાના સાંભળતા સાંભળતા એ કામ કરી રહી છે…અને તારા દોસ્તો ને એ સારી ના લાગી ? તો સાંભડ તારા દોસ્તો પણ મને સારા નથી લાગ્યા…ચાલ ભગાડ તારા દોસ્તોને..

એના દોસ્તો શાંતિ થી ત્યાંથી નિકડી ગયા..

હવે સાસુ વહુના કમરામાં ગઈ- અને વહુનો હાથ પકડીને બહાર લાવી અને બોલી કોને કહ્યું હતું કે આને કાઢી ને બીજી ને લાવો ??
જરાક એ આગળ આવો તો

પણ કોઈ આગળ ના આવ્યું..

કોઈ જાણે પણ છે આ છોકરી વિશે ? આ મારી મા પણ છે અને મારી જ દીકરી…

માં એટલા માટે કે અમુક કામ માટે અને મારી તબિયત સારી રહે એટલે એ મને પણ અમુક વસ્તુ ખાવ તો લડે છે…અને બેટી એટલે કે એ મારી ખુબજ સંભળ લે છે..
મારી હજારો વાતો સાંભળે પણ છે પણ ક્યારેય ખોટું નથી લગાડતી… ના ક્યારેય મારી સામે બોલે છે… ના મારી સામે કે ના પીઠ પાછળ..અને તમેં કહો છો બીજી લાવી દવ ?

યાદ છે ને છૂટકી ની બેન તને ?

તમારી વહુ ની કરતૂત, સાસુએ ગુસ્સેથી પડોસની મહિલાને કહ્યું- હમણાં ગયા મહિને જ તમારી વહુ તમે બેવ પતિ-પત્ની ને બેવ ને ભૂખ્યા મૂકી ને ફરવા ગઈ ત્યારે આજ મારી વહુ એ તમને 17 દિવસ સુધી સારું-સારું બનાવી ને મોકલ્યું..તમારા પગ પણ દબાવી આપતી અને તમે આને ખોટું-સારું સંભડવાઓ છો ?

મારી વહુ વિશે જો કોઈ ખોટું બોલ્યું તો હવે મારા થિ સહન નહિ થાય અને હું સાંભળી પણ નહીં લવ…

વહુ રડતા રડતા ફરી પોતાના રૂમ માં ચાલી ગઈ..

સાસુએ એક પ્લેટ ઉઠાવી,ભોજન લીધું અને વહુ ના રૂમ માં જાતે લઈ ગઈ..વહુંએ સાસુને જોતાજ બોલી- અરે મમી તમે કેમ લાવ્યા હું લઈ લેત..
સાસુ એ પ્રેમ થિ તંજ કશતા બોલ્યા- બીક ના રાખ, આમાં ઝેર નથી..તારે નવી સાસુ જોવે પણ મારે તો તુજ વહુ જોવે ને …

વહું એ પોતાની સાસુને રડતા રડતા ગળે લગાવી લીધા…

સાસુ પણ પેહલી વાર રડી પડ્યા- અને કહ્યું ચાલ ખાવાનું ખાઈ લે, અને આશુ લૂછતાં બોલ્યા..તું વહું નહિ પણ મારી માં છુ અને મારી દીકરી પણ..

અમુક સબંધ ખૂબજ મીઠો હોઈ છે, બસ ખાલી વાત કડવી હોઈ છે..

વહુને પ્રેમ આપી તો જુઓ…તમને તમારી દિકરીથી વિશેષ પ્રેમ પાછો આપશે…

 

હવે શેર કરવાનું તમને કહેવું પડશે ??કે કરી દેશો અને હા કમેન્ટ માં કહેજો કેવી છે સ્ટોરી….