રાજનેતા જ નહી ‘યોદ્ધા’ પણ હતાં સુષ્મા સ્વરાજ, લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં બે વાર નોંધાયું તેમનું નામ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

દેશ 370નો જશન મનાવે છે પણ અત્યારે એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે ભારતના પૂર્વ વિદેશમંત્રી અને જેમને આજના જમાનામાં આયર્ન લેડી કહી શકાય તેવા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે

.
સુષ્મા સ્વરાજ ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા, નરેન્દ્ર મોદીની ટીમમાં એમનો સમાવેશ હતો

સુષ્મા સ્વરાજ છેલ્લા કેટલાય દિવસથી કિડનિની બિમારીથી પરેશાન હતા, ત્યારે આજે હજુ અત્યારે જ આ ન્યુઝ આવી રહ્યા છે
જોકે આ સમગ્ર દેશ માટે એક દુઃખદ ઘટના કેહવાય, સુષ્મા સ્વરાજ ના વિદેશમંત્રીના કાર્યકાળમાં કેટલાય એવા લોકો ભારત આવ્યા જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશમાં જાણે કેદ હતા.

સુષ્મા સ્વરાજ ટ્વિટર ઉપર એક્ટિવ હતા એમને મળતા ટ્વિટ તેઓ વાંચતા અને લોકોના પ્રશ્નો પણ હલ કરતા. તેઓ કેટલાય સમયથી મધ્યપ્રદેશથી સાંસદ હતા

સંસ્કૃત અને રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતક એવા સુષમા સ્વરાજ ભારતીય સંસદથી લઇને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સુધી હિન્દીમાં જોરદાર ભાષણ આપવા માટે જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દી વક્તા તરીકે સુષમા શરૂઆતથી જ પ્રખર પ્રતિભાશાળી હતા. તેમણે હરિયાણાના ભાષા વિભાગ તરફથી આયોજિત હિન્દી વક્તા હરિફાઇમાં સતત ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ વક્તાનો ખિતાબ જીત્યો હતો. તેમને હરિયાણા રાજ્ય વિધાનસભા તરફથી પણ શ્રેષ્ઠ હિન્દી વક્તા તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતા.

રાજનેતા જ નહી ‘યોદ્ધા’ પણ હતાં સુષમા

સુષમા સ્વરાજે ખાદી પહેરીને રાજકારણમાં કામ કરતાં પહેલાં યોદ્ધાની ખાખી વરદી પણ પહેરી હતી. તેઓ સતત ત્રણ વર્ષો સુધી અંબાલા કેંટની એસડી કોલેજમાં એનસીસીના બેસ્ટ કેંડેટ સિલેક્ટ થયાં હતા.

જે બોલીવુડ ફિલ્મોને દુનિયાભરમાં શોખથી જોવામાં આવે છે, તેના નિર્માણને ઉદ્યોગનો દરજ્જો આપીને બેન્કમાંથી લોન લેવાનો રસ્તો સાફ કરવાનો શ્રેય સુષમાને જાય છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં 1998માં સુષમાએ કેન્દ્રીય સુચના તથા પ્રસારણ મંત્રી તરીકે બોલીવુડને ઇન્ડસ્ટ્રી ઘોષિત કર્યુ હતુ. આ પગલાને બોલીવુડ ફિલ્મોમાં અંડરવર્લ્ડના ગેરકાયદેસર નાણાનો ઉપયોગ બંધ કરનાર પણ માનવામાં આવે છે.

સુષમા પોતાના હાજરજવાબી સ્વાભાવ માટે પણ જાણીતા હતા. સંસદમાં ચર્ચાઓ વચ્ચે તેમને જવાબોએ અનેકવાર વિપક્ષી સભ્યોની બોલતી બંધ કરી દીધી છે તો ટ્વિટર પર તેમના જડબાતોડ જવાબોએ લોકોનું દિલ જીત્યું છે. એક ફૉલોઅરે આવા ટ્વિટ કરવા પર ટ્વિટ કર્યુ કે આ નિશ્વિતરૂપે સુષમા સ્વરાજ નથી, તો તેમણે લખ્યું કે નિશ્વિંત થઇ જાઓ, હું જ છું, મારુ ભૂત નથી.

આવી જ રીતે ફેન્સી ડ્રેસ કોમ્પિટીશનમાં પોતાની નકલ કરનારી ભવ્યા નામની બાળકી માટે તેમણે લખ્યું હતું કે, પ્રિય ભવ્યા, લાગે છે કે ટૂંક સમયમાં લોકો તને રિયલ અને મને ડુપ્લીકેટ કહેવા લાગશે. આ જ રીતે એક વ્યક્તિની ફ્રીજની ફરિયાદ પર તેમણે લખ્યું કે, ભાઇ આમા હું તમારી મદદ ન કરી શકુ, કારણ કે હું સંકટમાં ફસાયેલા લોકોની મદદમાં ફસાયેલી છું.

વડોદરા ડાયનામાઇટ મામલે જ્યોર્જ ફર્નાન્ડીઝના વકીલોની ટીમમાં સામેલ હતાં

રાજનેતા ઉપરાંત વ્યવસાયે વકીલ પણ રહેલાં સુષમા સ્વરાજ તે વકીલોની ટીમમાં હતાં, જેમણે ઇમરજન્સી દરમિયાન દેશના પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ પર લાગેલા વડોદરા ડાયનામાઇટ કાંડના આરોપને લઇને કોર્ટમાં 1975થી 1977 સુધી તેમનો બચાવ કર્યો હતો.