સુષમા સ્વરાજ અલગ ભાષણ શૈલી માટે ઓળખાતા હતા, 6 રાજ્યોના રાજકારણમાં પણ સક્રિય રહ્યાં

Share On
  •  
  •  
  •  
  •  
  •  

પાંચ વર્ષ સુધી એક ટ્વીટ પર વિશ્વભરમા ભારતીયોને મદદ પહોચાડનાર પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થઈ ગયું છે. 67 વર્ષીય સુષમાની શાલીનતા, સક્રિયતા અને ભાષણ શૈલી તેમને બીજા નેતાઓ કરતા અલગ બનાવતી હતી. પોતાના 42 વર્ષના રાજકીય કેરિયરમાં તે છ રાજ્યોમાં સક્રિય રહ્યાં હતા.
ભાજપમાં અટલજી બાદ સૌથી અલગ ભાષણ શૈલી વાળા નેતા રહ્યાં


1) રાહુલને સવાલ
સુષમા સ્વરાજે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે જે પરિવારના 2-2 લોકો આતંકવાદનો શિકાર થયા છે, તે પરિવારનો પુત્ર કઈ રહ્યો છે કે આતંકવાદ કોઈ મુદ્દો નથી. રાહુલ જી, કદાચ આતંકવાદ કોઈ મુદ્દો નથી તો તમે એસપીજીની સુરક્ષા માટે કેમ ચાલો છો ?


2) તો મારે મજાકિયા ન થવું જોઈએ
સુષમાનો ટ્વિટર પર અંદાજ પણ અલગ હતો. એક વાર એક યુઝરે તેમને કહ્યું કે તમે તો રાહુલ ગાંધીથી પણ વધુ મજાકિયા છે. તેની પર સુષમાએ જવાબ આપ્યો કે જો આમ થાય છે તો મને હવે મારે હવે મજાકિયા ન થવું જોઈએ.


3) લલિત મોદી સાથે જોડાયેલા વિવાદનો સામનો કર્યો
2015માં કોંગ્રેસે સુષમા સ્વરાજ પર આરોપ લગાવ્યો કે તેમણે લલિત મોદીની મદદ કરી છે. તેની પર સુષમાએ કહ્યું હતું કે લલિત મોદીની પત્ની 17 વર્ષથી કેન્સરથી પીડાઈ રહી છે. તેમને 10મી વખત કેન્સર વધ્યું છે. તેનો ઈલાજ પોર્ટુગલમાં કરવામાં આવનાર હતો. તેમનું મોત થઈ શકતુ હતું અથવા બંને કિડની ખરાબ થઈ શકતી હતી. સુષમાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુછ્યું હતું કે જો મારા સ્થાને તમે હોત તો તમે શું કરત ? મે લલિત મોદીને ફાયદો પહોંચાડ્યો છે ભાગડ્યા નથી. માત્ર માનવતાના ધોરણે મે તેમની પત્નીની મદદ કરી.


4) સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં ભાષણ
સુષમા સ્વરાજને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રી તરીકે આપેલા ભાષણ માટે યાદ રાખવામાં આવશે. આવ જ એક ભાષણમાં તેમણે પાકિસ્તનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને કહ્યું હતું કે તમે મારી નીતિ પર સવાલ ઉઠાવો છો. પાકિસ્તાનની સાથેની વાતચીતને લઈને નવાઝ શરીફ જીએ પહેલા પણ 4 ફોર્મ્યુલા સુચવી હતી, ત્યારે પણ અમે કહ્યું હતું કે ફોર્મ્યુલા માત્ર એક છે. પાકિસ્તાન આતંકવાદને છોડી દે. જયારે સીમા પર અર્થીઓ ઉઠી રહી છે તો વાતચીતનો અવાજ સારો લાગતો નથી.

5)ટ્વિટર હેન્ડલિંગ


સુષ્માએ કહ્યું હતું કે જે લોકો કહે છે કે હું માત્ર ટ્વિટર હેન્ડિંગ કરું છું તો એ તે નીતી છે, જે કોંગ્રેસના જમાનામાં ન હતી. જે મંત્રાલય આમ લોકોથી દૂર હતું, તેને લોકો સાથે જોડવાનું કામ કરી રહ્યાં છે. તે(કોંગ્રેસ) સંવેદનહીન લોકો શું જાણે. જે દિવસે આ લોકોના ઘરનો કોઈ વ્યક્તિ વિદેશમાં ફસાશે, ત્યારે તેમને આ અંગે ખ્યાલ આવશે.
6) સુષ્મા સ્વરાજ 6 રાજ્યોના રાજકારણમાં સક્રિય રહી
હરિયાણાઃ સુષમાએ સૌથી પહેલી ચૂંટણી 1977માં લડી. ત્યારે તે 25 વર્ષની હતી. તે હરિયાણાની અંબાલા સીટ પરથી ચૂંટણી જીતીને દેશની સૌથી યુવા ધારાસભ્ય બની હતી. તેમને હરિયાણાની દેવીલાલ સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.


દિલ્હીઃ 1996માં થયેલી લોકસભા ચૂંટણીમાં સુષમા દક્ષિણ દિલ્હીથી સાંસદ બની હતી. બાદમાં 13 દિવસની અટલજીની સરકારમાં તેમને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા.
ઉતર પ્રદેશ અને ઉતરાખંડઃ સુષ્મા 2000માં ઉતર પ્રદેશમાંથી રાજયસભા સભ્ય તરીકે ચૂટાયા હતા. જયારે ઉતર પ્રદેશના વિભાજન બાદ ઉતરાખંડ બન્યુ તો ત્યાં પણ તેઓ રાજયસભાના સભ્ય તરીકે સક્રિય રહ્યાં હતા.
કર્ણાટકઃ 1999માં તેમણે બેલ્લારી લોકસભા સીટ પર તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સામે ચૂંટણી લડ્યા હતા. તેમણે માત્ર 12 દિવસ પ્રચાર કર્યો હતો. જોકે માત્ર 7 ટકા વોટથી હારી ગઈ.


મધ્યપ્રદેશઃ સુષમા 2009 અને 2014માં વિદિશાથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2014થી 2019 સુધી વિદેશ મંત્રી રહ્યાં અને વિશ્વભરમાં ભારતીયોને તેમણે એક ટ્વીટ પર મુદદ ઉપલબ્ધ કરાવી. તેમણે સ્વાસ્થ્યના કારણોને કારણે 2019ની લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો.
1973માં સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી
સુષમા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. તેમનો પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાકીય અભ્યાસ કર્યો હતો અને 1973માં સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટીસ શરૂ કરી હતી. સુષમા સ્વરાજના લગ્ન કૌશલ સાથે 1975માં થયા હતા. સ્વરાજ કૌશલ વકીલ છે. તે મિઝોરમના ગવર્નર પણ રહી ચૂક્યા છે. તે 1990માં દેશના સૌથી યુવા ગવર્નર બન્યા, ત્યારે તેમની ઉંમર 37 વર્ષની હતી. 1998માં તે હરિયાણા વિકાસ પાર્ટીના ઉમેદવારના રૂપમાં રાજયસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા. સુષમાને એક પુત્રી બાંસુરી છે. બાંસુરી પણ વકીલ છે.

સુષમા સ્વરાજ અલગ ભાષણ શૈલી માટે ઓળખાતા હતા, 6 રાજ્યોના રાજકારણમાં પણ સક્રિય રહ્યાં
સુષમા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું હતું

સુષમા સ્વરાજ 2014થી 2019ની વચ્ચે વિદેશ મંત્રી રહ્યાં હતા