ભારતીય સેનામાં જોડાવા ઇચ્છતાં હતાં સુષમા સ્વરાજ, આ એક નિયમ બન્યો અડચણ અને અધૂરૂ રહી ગયું સપનું

Share On
  •  
  •  
  •  
  •  
  •  

ભારતે એક મહાન મહિલા નેતા ગુમાવ્યા છે ત્યારે વાત કરીએ થોડીક તેમના અંગત જીવનની

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આર્મીમાં જોડાવા ઇચ્છતાં હતાં પરંતુ તે સમયે આર્મીમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. પરિણામે સુષમા સ્વરાજનું આ સપનુ પૂરૂ ન થઇ શક્યુ. સુષમા સ્વરાજનો જન્મ અંબાલા છાવણીના રેજીમેન્ટ બજારમાં થયો હતો. છેલ્લે તેઓ ગીચા જયંતી ઉત્સવ સમારોહમાં કુરુક્ષેત્ર પહોંચ્યા હતાં અને ત્યાંથી જ અંબાલા પોતાના ભાઇ ગુલશન રાય શર્માને મળવા આવ્યાં હતા.

આશરે 6 મહિના પહેલાં જ તેમના ભાઇ ગુલશન રાય અને તેમની મુલાકાત અંબાલામાં થઇ હતી. મંગળવારે મોડી રાતે ટીવી પર તેમના ભાઉ ગુલશન રાય શર્મા અને તેમના પત્ની સુબ્રા ગોડને સુષમા નિધનના સમાચાર મળ્યાં તો તેઓ તરત જ દિલ્હી જવા રવાના થઇ ગયા. તેમના નિવાસ સ્થાન રેજીમેંટ બજાર બહાર સન્નાટો પ્રસરી ગયો હતો.

હાઉસિંગ બોર્ડ કોલોની સુષમાની દેન

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના રાજકીય કરિયરની શરૂઆત 1970માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે થઇ. જયપ્રકાશ આંદોલનથી સુષમા સ્વરાજે કટોકટીનો સખત વિરોધ કર્યો. 1977 અને 87માં અંબાલા છાવણીથી ધારાસભ્ય બન્યાં. 1990થી 1996 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યાં.

ચૌધરી દેવી લાલની સરકારમાં 1977થી 1979 વચ્ચે રાજ્યના શ્રમ મંત્રી રહ્યાં. 1979માં જનતા પાર્ટી હરિયાણાના અધ્યક્ષ બન્યા અને અહીથી તેમણે રાજનીતીની ઉડાન ભરી. અંબાલા છાવણીની જનતાએ તેમને જે પ્રેમ આપ્યો તેના બદલામાં તેમણે છાવણીની જનતાને 1982માં હાઉસિંગ બોર્ડ આપ્યું. છાવણીના લાલકુર્તી, તોપખાના સહિત વિભિન્ન એરિયામાં કમ્યુનિટી સેંટર સુષમા સ્વરાજની જ દેન છે.

અંબાલામાં સાયન્સ ઉદ્યોગ વિકસિત કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન

સુષમા સ્વરાજે અંબાલામાં સાયન્સ ઉદ્યોગને વિકસિત કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. રાજ્યના કેબિનેટ મંત્રી બન્યા બાદ તેઓ અંબાલામાં સાયન્સ ઉદ્યોગને આગળ વધારવા માટે અનેક યોજનાઓ લાવ્યાં.