ભગવાન શિવને શા માટે અધિક પ્રિય છે શ્રાવણ ? શ્રાવણમાં કેમ કરે છે વ્રત ?જાણો એક ક્લિક કરીને

Share On
  •  
  •  
  •  
  •  
  •  

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, ગુજરાતી 12 મહિનામાં ભગવાન શિવજીને શ્રાવણ માસ જ અતિપ્રિય શા માટે છે? જાણો, શ્રાવણ માસમાં જ ભગવાન શિવની મહત્તમ પૂજા શા માટે કરવામાં આવે છે?

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ગુજરાતી 12 મહિનામાં ભગવાન શિવજીને શ્રાવણ માસ જ અતિપ્રિય શા માટે છે? શ્રાવણ માસમાં જ ભગવાન શિવની મહત્તમ પૂજા શા માટે કરવામાં આવે છે? આ વિશે આજે અમે અહીં જણાવીશું.

ભગવાન શિવને શ્રાવણ માસ અતિપ્રિય શા માટે છે તેની પાછળ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. દક્ષ રાજાની પુત્રી માતા સતિએ તમામ ચીજ વસ્તુનો ત્યાગ કરીને પોતે ઘણા વર્ષો સુધી શ્રાપિત જીવન જીવ્યાં. ઘણો સમય વિત્યા બાદ સતિએ હિમાલય રાજાના ઘરે પુત્રી પાર્વતીના રૂપે બીજો જન્મ લીધો. હીમાલય પુત્રી પાર્વતીજી તો સદાશિવને મનોમન વરી ચુક્યા હતા. શિવજીને પતિના રૂપમાં પામવા માટે પાર્વતીએ ખૂબ આકરી તમસ્યા કરી. અન્નજળનો ત્યાગ કરી સતત અગ્નિ વચ્ચે રહી આકરૂ તપ કર્યું. આ સમયે શ્રાવણ માસ હતો. પાર્વતીની આકરી તપશ્ચર્યાથી સદાશિવ ખૂબ જ પ્રશન્ન થયા અને પાર્વતીની ઈચ્છા મુજબ સદાશિવ તેમને પ્રાપ્ત થયાં. આ કારણથી મહાદેવજીને શ્રાવણ માસ અને શ્રાવણ માસની ઉપાસના ખુબ પ્રિય છે.

શ્રાવણ માસમાં આકરી તપશ્ચર્યાથી માતા પાર્વતી શીવજીને પ્રસન્ન કરી પતિ રૂપમાં મેળવ્યાં. આ પ્રંગથી પ્રેરણા લઈને આજે કુવારીકાઓ સારા પતિ માટે શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના કરે છે. ભોળાનાથને રીઝવવા માટે શ્રાવણ માસમાં અભિષેક,રૂદ્રી, મહારૂદ્રી, શિવનામ સ્મરણ અને શિવ નામના જાપ કરવામાં આવે છે.

આ રીતે કરો શિવજીની પૂજા, જુદી જુદી ઈચ્છાઓ અનુસાર થાય છે શિવજીનો રુદ્રાભિષેક

હિન્દૂ ધર્મનો સૌથી પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે જેમાં આપણે રોજ મહાદેવના દર્શન કરવા જતા હોઈ છે ત્યારે આજે વાંચીએ શિવજીના અભિષેક વિશે

પૂરી થશે દરેક મનોકામના

ભગવાન શિવનો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. શિવ એવા પરમાત્મા છે જે ભક્તના દરેક દુઃખો માત્ર એક જળનો લોટો ચડાવવાથી જ દૂર કરે છે. શિવલિંગ પર જળાભિષેક કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે. રુદ્રાભિષેક કરવાથી વ્યક્તિની કુંડળીમાં પાતક અને મહાપાતક કર્મ પણ ભસ્મ થઈ જાય છે. વિવિધ ઈચ્છાઓ પૂરી કરવા માટે રુદ્રાભિષેક સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

પંચામૃતથી કરો પૂજા

સોમવારે, પ્રદોષ સમયે અથવા શિવરાત્રિમાં વગેરે સમયે મંત્ર, દૂધ દહિ વગેરેથી અભિષેક કરવામાં આવે છે. શિવજીની વિશેષ પૂજામાં દૂધ, દહિ, ઘી, મધ અને ખાંડથી બનાવાયેલા પંચામૃતનો પણ અભિષેક કરવામાં આવે છે.

દૂર થશે દરેક મુશ્કેલીઓ

રુદ્રાભિષેકથી કાલસર્પ યોગ, ગૃહકલેશ, વ્યાપારમાં નુકસાન, શિક્ષણમાં અસફળતા વગેરે જેવી મુશ્કેલીઓ દૂર થાય છે. પુરાણો અનુસાર જે મનુષ્ય શુક્લયર્જુવેદી રુદ્રાષ્ટાધ્યાયીથી અભિષેક કરે છે તેને તરત જ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ કામનાપૂર્તિ માટે અભિષેક કરે છે. તે જ પ્રકારની સાધનસામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ.

આ રીતે મળે છે પૂર્ણ લાભ

શિવ પુરાણ અનુસાર જે ઈચ્છા પૂરી કરવા તમે રુદ્રાભિષેક કરાવી રહ્યાં છો તે માટે કઈ સાધનસામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ તે પણ જણાવવામાં આવ્યું છે. જો આ રીતે તમે રુદ્રાભિષેક કરાવશો તો તમને પૂર્ણ રીતે લાભ મળશે.

ઈચ્છા પ્રમાણે કરો અભિષેક

દહિથી અભિષેક કરો તો મકાન તથા વાહનની પ્રાપ્તિ, શેરડીથી અભિષેક કરવાથી લક્ષ્મીની અઢળક પ્રાપ્તિ, મધ-પાણી યુક્ત અભિષેકથી ધનમાં વધારો, દૂધથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ થાય છે. ઘીનો અભિષેક કરવાથી વંશવેલો વિસ્તરે છે. શુદ્ધ મધથી રુદ્રાભિષેક કરવાથી પાપનો નાશ થાય છે.

અલગ-અલગ વસ્તુઓનો અભિષેક

તીર્થ જળથી અભિષેક કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત અત્તરની સુગંધ યુક્ત પાણીથી અભિષેક કરવાથી દરેક બીમારીથી રાહત મળે છે. ગંગાજળથી અભિષેક કરવા પર બીમારી ઠીક થાય છે તો દૂધ અને ખાંડ મિશ્રિત અભિષેક કરવાથી સદબુદ્ધિ આવે છે. સરસવના તેલથી અભિષેક કરવાથી રોગ અને શત્રુનો નાશ થાય છે.