રિયલ હીરો કેતન જોડે થયેલી વાતચીત માં કેતન એ કહ્યું એ ટાઈમ માં ધુમાડા નીકળતા…. જાણો

Share On
  •  
  •  
  •  
  •  
  •  

આ દુનિયામાં તમને દરેક સમયે બચાવવા ભગવાન નથી આવતા, પણ હા ભગવાન ના દૂત જેવા માણસો અચૂક આવે છે, આવુજ એક જોવા મળ્યુ કાલે સુરતમાં..
સુરતના એક કોમ્પ્લેક્સ માં આગ લાગી હતી જેમાં 20 થી વધુ બાળકો ના મોત ના સમાચાર અત્યાર સુધી આવી રહ્યા છે ત્યારે એક યુવાન પોતાના જીવ ના જોખમે લોકોને બચાવવા ઝઝુમી રહ્યો છે,

ગુજરાતના સુરતમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગ બાદ 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જે ઘટનાની અત્યારે દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ચોથા માળે લાગેલી આગમાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ બિલ્ડીંગ પરથી કૂદયા હતા. જે જોનારા લોકોના રૂંવાળા ઉભા થઈ ગયા હતા. જો કે આ બધું જોઈ ઘણા બધા લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા.

વીડિયો બનાવી તમાશો જોનારા લોકોની ઘટના સ્થળે કમી નહોતી. આ સમયે એક વ્યક્તિ વિદ્યાર્થીઓનો જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના બિલ્ડીંગ પર ચડી ગયો હતો. કેતન નામનો આ યુવક ત્રીજા માળે ચડી ગયો હતો અને વિદ્યાર્થીઓનો જીવ બચાવવા લાગ્યો હતો.બિલ્ડીંગના ચોથા માળે ભીષણ આગ લાગી હતી.

ભીષણ આગની વચ્ચે છાત્રોને બચાવવા એ આકરૂ કામ હતું. પણ કેતન ત્રીજા માળ સુધી પહોંચી ગયો. તેણે ઉપરથી ઉતરી રહેલા વિદ્યાર્થીઓને નીચે ઉતારવા માટે મદદ કરી. કોઈ પણ પ્રકારના સપોર્ટ વિના તે ઉપર ચડી ગયો અને એક બાદ એક વિદ્યાર્થીઓને ઉતારવા લાગ્યો. કેતનની હિંમત જોઈ નીચે જોઈ રહેલા અન્ય લોકોમાં પણ હિમ્મત આવી અને તેઓ પણ છાત્રોને બચાવવાના કામે લાગી ગયા હતા.

શું કહ્યું કેતને ?
ત્યાં ઘણો જ ઘુમાડો હતો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું શું કરું. મેં વિદ્યાર્થીઓને નિકાળવામાં મદદ કરી અને લગભગ 8-10 લોકોને ત્યાંથી બહાર નીકળ્યા. એ પછી બે બીજા વિદ્યાર્થીઓને ઉતારવામાં મદદ કરી. જો કે ફાયર બ્રિગેડ 40-45 મિનિટ બાદ આવી હતી.

સોશિયલ મીડિયા પર થયા વખાણ
સુરતમાં થયેલી દુર્ઘટના બાદ અને કેતનની હિમ્મત બાદ સોશિયલ મીડિયા પર તેના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. કેતનને લોકો હિરો કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે કે તેણે પોતાના જીવની પરવા કર્યા વિના બાળકોની મદદ કરવા લાગ્યો.