વાંચો, અધિકારીઓનાં ત્રાસથી ઘર છોડી જનારા PSI પરમારનો હ્નદયદ્રાવક પત્ર

Share On
  • 3K
  •  
  •  
  •  
  •  
  •  
    3K
    Shares

વડોદરામાં એક પોલીસકર્મીના આપઘાત બાદ વધુ એક પોલીસકર્મી ગુમ  થવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે આઈબીમાં ફરજ બજાવતા PSI પરમાર ઉપલા અધિકારીઓના ત્રાસને લીધે ઘર છોડીને જતા રહેવાનો કિસ્સો સામે આવ્યો છે. તેઓએ પત્રમાં સનસનીખેજ આક્ષેપ કર્યા હતા.

વાંચો અનિલ પરમારનો સંપૂર્ણ પત્ર

હું આ ખાતામાં આવ્યો ત્યારથી જોવ છું જેના ગોડ ફાધર હોય છે તે લોકો ગમે તે કરે તેને કાંઇ જ નહી અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકડનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાનો ન્યાય. ઉપરી અધિકારીઓ તેમને આપેલી સતાનો દુર ઉપયોગ કરે છે અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમ કે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિકૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી.

મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો અમારા એસીઆઇ નિતાબેન દેસાઇ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી કેમકે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચમેટ અને મિત્ર છે. ઓફિસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરૂ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો. જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફિસ ટાઇમથી ત્રણ મિનીટ વહેલા નિકળી ગયા. આશા હું શું કરૂ, આવુ બધુ સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતુ મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું કયાં જાવ.

આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું. મને માફ કરજે ને મારી કાળજીનાં કટકા જેવી દિકરી માહીનું ધ્યાને રાખજે. હું મારી દિકરીનો પણ ગુનાગાર છું. કેમ કે એવા સમયે તેને છોડી જાઉ છુ કે જયારે મારા હાથની જરૂરી છે. દિકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઇશ તો તુ આ આઘાત સહન નહી કરી શકે. એટલે મે જુનાગઢથી રાજેશભાઇને કામનાં બહાને બોલાવ્યા છે. હું કાંઇ કાયર નથી. પણ આ બધા અધિકારીઓએ એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબુ ગુમાવી બેઠો છું. હું મારી દિકરીનાં સમ ખાઇને કઉં છુ કે મે કયારેય કોઇનું ખોટુ નથી કર્યુ. બાકી ઉપરનાં બધા આક્ષેપો ખોટા અને ઉપજાવી કાઢેલા છે. જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચુ કવ છું.

મારા બધા પરીવારજનો મારા બાબતે દૂ:ખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઇ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કરજે. મારા મોટા ભાઇ ભાભી હું તમારો ગુનેગાર છું. મને માફ કરજો.

રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર જે સવાણી, જુલી કોઠીયા અને નીતા દેસાઇ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવીંદ સોલંકી તથા રામ ઓડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશીષ કરજે.

રાજુ મારી ખાતાકીય તપાસની ફાઇલમાં એક ચીઠ્ઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવુ કરજે. ફરી કવ છું હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો કયાંકને ક્યાક ફસાવતા જ જશે. તો હું શું કરૂ ? હું પણ મારા મિત્ર પીએસઆઇ શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકુ તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહીનું ધ્યાન રાખજે અલવીદા…..

‘તેરી દુનીયા સે હોકર મજબુર ચલા મેં બહોત દૂર બહોત દૂર ચલા’-અનિલ.