કલોલ કોલેજમાં ગાંધી જ્યંતી નિમિત્તે કવીઝ યોજાઈ

Share On
  • 36
  •  
  •  
  •  
  •  
  •  
    36
    Shares

મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતીની ઉજવણી કલોલ આર્ટ્સ સાયન્સ કોલેજમાં અનોખી રીતે કરવામાં આવી.ઓન લાઇન કવિઝમાં ગુજરાતમાંથી 725 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ડો.એમ.એ.મેકવાનના આયોજન મુજબ ગાંધીજીના જીવન વિષયક પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓને ગાંધીજીના આદર્શ, સિદ્ધાંત વગેરેનો પરિચય કરાવ્યો. ધરમપુર,જૂનાગઢ,અરવલ્લી,વડોદરા વગેરે શહેરોના લોકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

 

આ કવીઝમાં 325 વિદ્યાર્થીઓએ ઓન લાઇન પરીક્ષા આપી.જેમાંથી 6 વિદ્યાર્થીઓ 36 માંથી અનુક્રમે 27,26 અને 25 ગુણ મેળવી ઉત્તીર્ણ થયા.ડાહ્યાભાઈ રાવલે કવિઝનું ઓપનિંગ કર્યું.પ્રિ.ડો.કે.સી.દેશમુખ, પ્રા.સી.કે.મેવાડા વગેરેએ હાજરી આપી હતી તેમજ કમિટી મેમ્બર.ડૉ. એચ.કે.સોલંકી,ડૉ. બી.એન.પટેલ,પ્રો.પી.એચ.સોલંકી અને ડો.ડી.એ.ઠાકરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.