પેપરલીક મામલે નાની માછલીઓ સામે કાર્યવાહી અને મોટા ચોરોને છાવરવાના : જીજ્ઞેશ મેવાણી

Share On
  • 4.9K
  •  
  •  
  •  
  •  
    4.9K
    Shares

લોકરક્ષક પેપરલીક મામલે ભાજપના બે નેતાઓના નામ સામે આવતા જીજ્ઞેશ મેવાણીએ ફરીએક વખત સરકારને આકરા શબ્દોમાં ઝાટકી હતી. તેમણે કહયું હતું કે પેપરલીક મામલે નાની માછલીઓ સામે કાર્યવાહી અને મોટા ચોરોને છાવરવાની વાત થઇ રહી છે.

તેઓએ કહ્યું હતું કે સૌથી પહેલા 2 કરોડ રોજગારીના કવોટમાંથી આ 9 લાખ બેરોજગાર યુવાનોને નોકરીઓ આપો અને અને નોકરીઓ મળે ત્યાં સુધી રોજગારી ભથ્થું આપો. તેઓએ હરિભાઈ ચૌધરીની પણ સરકારને ધરપકડ કરવા જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે લાંચ લેવાના ગુના હેઠળ હરિભાઈ ચૌધરીની સરકાર કેમ ધરપકડ નથી કરી રહી.

જીજ્ઞેશ મેવાણીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસની ભરતી પપરીક્ષામાં પેપર લીક થવાથી યુવાનોમાં ભયંકર આક્રોશ છે. બેરોજગાર યુવાનો રસ્તા જામ ના કરે તો બીજું શું કરે ? પૈસાની ઘાલમેલ વગર આ શક્ય નથી. આ અગાઉ પણ આવી ગરબડ સામે આવતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.

गुजरात में पुलिस की भर्ती-परीक्षा में पेपर लीक होने के चलते युवा वर्ग में भयंकर आक्रोश। बेरोजगार युवा सड़के जाम न करें…

Jignesh Mevani यांनी वर पोस्ट केले रविवार, २ डिसेंबर, २०१८

ગુજરાતની ગતિશીલ અને પારદર્શક કહેવાતી ભાજપ સરકારમાં લોકરક્ષકનું પેપર ફૂટી જતા ભારે રોષની લાગણી લોકોમાં વ્યાપી છે ત્યારે હવે આ પેપરલીક કૌભાંડમાં ભાજપના બે નેતાઓની સંડોવણી બાહર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બે નેતાઓમાં બનાસકાંઠા જિલ્લાનાં મુકેશ ચૌધરી અને મનહર પટેલનું નામ સામે આવ્યું છે. આ બંનેને ભાજપમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે રાજ્યના 29 શહેરોમાં 9713 બેઠકો માટે હથિયારધારી- બિન હથિયારધારી લોકરક્ષકની અને જેલ સિપાઇની પરીક્ષાનો લેવામાં આવવાની હતી જે પેપર લીક થતાં પરીક્ષાને મોકુફ રાખવામાં આવી હતી.

વડગામ તાલુકાના એદરણા ગામનો મુકેશ ચૌધરી ભાજપની ટિકીટ પર તાલુકા પંચાયતનો સભ્ય છે. ચૌધરી નાંદોત્રા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલો તાલુકા પંચાયતનો સભ્ય છે જયારે મનહર પટેલ પણ ભાજપનો કાર્યકર છે તેમજ સૂત્રોના જણાવ્યાં મુજબ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો ખાસ માણસ છે. આ પેપરલીક કૌભાંડમાં ભાજપના નેતાનું નામ આવતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ માંગ્યું છે.

ભાજપ સરકારમાં લોકરક્ષકનું પ્રશ્રપત્ર લીક થઇ જતા ભારે હોબાળો મચી ગયો હતો. વિપક્ષ કોંગ્રેસથી લઈને શંકરસિંહ વાઘેલાએ સહીત નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પાર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે પેપર ફોડવામાં ભાજપ સરકારની માસ્ટરી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં 15 વર્ષ જૂઠ ચાલ્યું છે હવે દેશમાં ચાર વર્ષથી જૂઠ ચાલે છે.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ અગાઉ મહેસુલ તલાટીનું પેપર ફૂટી ગયું હતું અને પેપર ફોડનારના ઘેરથી નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે પોલીસનું પેપર ફૂટી જવાની ઘટનાથી આઘાત લાગ્યો તેમજ તેઓએ વળતરની પણ માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં એલડીઆરપી કોલેજ બહાર પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

આ સાથે સાથે જોક્સ પણ વાઇરલ ખુબજ થયા ..

*તારીખ માં જ લોચો હતો…*
*2/12*
*દો બારા*
*એટલે હવે પરીક્ષા આપવી પડશે દોબારા….*
😜😜😜🤔

તાજેતરના ન્યુઝ

પોલીસ ની કંકોત્રી છપાઈ ગયેલી
જાન મંડપમાં પહોંચી ગયેલી

અને ગોરબાપા એ કન્યા પધારાવો સાવધાન કીધું ત્યારે ખબર પડી કે કન્યા તો અડધી કલાક પહેલા જ ભાગી ગઈ છે.

 

લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલ નવયુવાન ની વેદના. અચૂક વાંચો રડી પડશે તમે