પ્રધાનમંત્રી મોદીનો વિપક્ષને જડબાતોડ જવાબ, કહ્યું કઈંક આવું

Share On
  • 19
  •  
  •  
  •  
  •  
  •  
    19
    Shares

નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણે ભાજપના કાર્યકર્તાઓ છીએ તે સૌભાગ્યની વાત છે. ભાજપનો દરેક કાર્યકર્તા દેશની સેવા કરે છે. મોદીએ જણાવ્યું હતું કે જેટલું વધુ કીચડ ઉડાડશો તેટલુ તેટલું જ કમળ ખીલશે. કૉંગ્રેસ પાર્ટી દેશ પર બોજ બની ગઈ છે. હું ફરીથી તમને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની કહું છું.

આજે ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તા મહાકુંભનું આયોજન કર્યું હતું આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.

અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીને સપના આવે છે કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ સરકાર બની રહી છે. શાહે જણાવ્યું હતું કે અગાઉ યુપીએ સરકારે વિકાસ માટે ભાજપની રાજ્ય સરકારોને નાણાં આપ્યા નહોતા.