અશોક ગેહલોતને એ નથી ખબર કે ગુજરાતના આ વિસ્તારમાં શાકભાજીની રેકડીઓની માફક દારૂની હાટડીઓ ધમધમે છે

Share On
  •  
  •  
  •  
  •  
  •  

યાત્રાધામ ચોટીલામાં ઘણાં સમયથી બકાલાની દુકાનની માફક દેશી તથા ઇંગ્લીશ દારૂની હાટડીઓ ધમધમતી થયેલ છે ત્યારે ચામુંડા ધર્મશાળા પાછળ મફતિયાપરા વિસ્તારમાં પોલીસે મકાનમાં દરોડો પાડી ૨,૩૬,૮૦૦નો મુદ્દામાલ પકડી પાડેલ છે પરંતુ આરોપી નહીં મળતા પોલીસ કરતા લાંબા હાથની ચર્ચા ઉઠી છે.

રૂા. ૨,૩૬,૮૦૦નો જથ્થો મળી આવ્યો

જાણવા મળતી વિગતો મુજબ મફતિયાપરા વિસ્તારમાં દારૂના ધંધાનો બુટલેગર અકબર જુમાભાઈ ભટ્ટી તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂ- બિયરનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પી.આઇ. એમ.સી. વાળા, બીટ જમાદાર વિજયસિંહ સોલંકી સહિતનાએ રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની બોટલ ચપલા મળી કુલ બોટલ નંગ ૧૦૩૮ તેમજ બીયર ટીન નંગ ૮૮ મળી રૂા. ૨,૩૬,૮૦૦નો જથ્થો મળી આવેલ છે.

આરોપી રફુચક્કર

આરોપીએ આ જથ્થો બહારથી વેચાણ માટે રાખી રેઇડ દરમિયાન પોલીસને મળી નહી આવતા તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી રીઢો ધંધાર્થી છે અગાઉ પણ તેના મકાનમાંથી પોલીસને દારૂ મળી આવેલ છે. તેમજ હેરફેર સહિતના ગુનાઓ તેના વિરૂદ્ધ દફતરે નોંધાયેલ છે. રેઇડ સમયે પોલીસ પહોંચે તે પહેલાં જ તે હવામાં ઓગળી જાય છે.

દારૂના દૈત્યને ડામવા પોલીસની કડક કાર્યવાહી

ચોટીલાના અનેક વિસ્તારોમાં ઇંગ્લીશ તથા દેશી દારૂનો વેપલો બેરોકટોક થાય છે પરંતુ કોઈ ચોક્કસ કારણસર આવા ધંધાર્થીઓ પોલીસના ધ્યાન બહાર રહેતા હોવાનું ચર્ચાય છે. ત્યારે અનેક પરિવારને બરબાદ કરતા આ દૈત્યને ડામવા પોલીસે કડક હાથે કામ લેવાની જરૂરિયાત છે.

આ વિસ્તારોમાં દારૂની હાટડીઓ ધમધમે છે

ચોટીલા મફતિયાપરા, પોપટપરા, દુધેલી રોડ, ચામુંડાનગર, થાન રોડ, જૂના બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં ધંધાર્થીઓ ફૂલ્યાફાલ્યા છે તેમજ દૂધની જેમ ઇંગ્લીશની લોકલમાં હોમ ડીલીવરી અપાતી હોવાનું કહેવાય છે. ઇંગ્લીશના ધંધાર્થીઓ વોટ્સએપ થકી હાજર બ્રાન્ડ અને ભાવ ગ્રાહકોને જણાવતા હોવાની સાથે ઓર્ડર લઈ ડીલેવરી બોય મારફતે પહોંચાડી છૂટક નેટવર્ક ચલાવતા હોવાની ચર્ચા છે. ત્યારે યાત્રાધામની પવિત્રતામાં લાંછન સમાન આ બદીને કાબૂમાં લેવા કમર કસવી જરૂરી હોવાનું લોકોનું કહેવું છે.

 

અશોક ગેહલોત ગુજરાતી નથી જાણતા નહીં તો આશા બેન પટેલના નિવેદન પર ફરી ભાજપ પર પ્રહાર કરી નાખેત

ગુજરાતમાં ક્યાં દારૂ મળે છે…. ગુજરાતમાં તો દારૂબંધી છે… આમ છતા મહેસાણા જિલ્લામાં ધો.12ના વિદ્યાર્થીઓને એવો નિબંધ પૂછાયો કે દારૂ અને બુટલેગરનો ત્રાસ હોવાથી પોલીસ વડાને પત્ર કેવી રીતે લખશો ? વિદ્યાર્થીઓએ તો આ નિબંધ લખી નાખ્યો. પરંતુ આ નિબંધ અંગેનો પ્રશ્ન જ્યારે ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલને પૂછવામા આવ્યો ત્યારે આશાબેન પટેલ દારૂબંધીના પ્રશ્નનો જવાબ આપવામાં અટવાય ગયા હતા.

  1. તેઓએ એવું બોલી નાખ્યુ કે ગુજરાતમાં દારૂબંધીના કેસ હવે પહેલા જેવા થતા નથી. હકિકતમાં તો દારૂના કેસ ન થતા હોયને, દારૂબંધીના કેસ જો ન થતા હોય એનો મતલબ શું થયો ? બોલવામાં અટવાયેલા આશાબેને બાદમાં કહ્યું કે સરકારનું વલણ હંમેશા દારૂબંધી તરફનું રહ્યું છે. ત્યારે ફરી સવાલ તો એ જ થાય કે આખરે શા માટે દારૂબંધીનું વલણ રાખવું પડે છે. દારૂ મળે છે એટલા માટે જ ને.