ગ્રિલ્સે કહ્યુ- વાઘ હુમલો કરે તો મારી દેજો, મોદીએ કહ્યું- મારવું અમારા સંસ્કારમાં નથી

Share On
  •  
  •  
  •  
  •  
  •  

તમે નાનપણથી જંગલમાં સ્વતંત્ર રીતે હરવા-ફરવા અને એક રાત રોકાવવાનું વિચારતા હશો આ માટે કદાચ તમે ટેલિવિઝનનો લોકપ્રિય બ્રિટિશ શો મેન વર્સીસ વાઈલ્ડ પણ જોતા હશો આ શો માં એક વ્યક્તિ જે એનો મેઈન હીરો છે એનું નામ છે બેર ગ્રીલ્સ જે ખુબજ ડેરિંગ કરીને કોઈપણ જંગલમાં રહે છે અને તેની સૂઝબૂઝથી તે આ જંગલમાં પણ આરામથી રહે છે

આ લોકપ્રિય શોમાં થોડા સમય પેહલા મહાસત્તાના રાજા એટલે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા પણ આવ્યા હતા અને તેમને બેર ગ્રીલ્સ જોડે એક દિવસ જંગલમાં રોકાયા હતા.

બેર ગ્રીલ્સ ફક્ત અમુક જ વસ્તુઓ લઈને જંગલમાં જાય છે અને તે ત્યાં પોતાનું જમવાનું પણ ફળ અથવા કોઈ પ્રાણીનો શિકાર કરીને ભોજન લે છે તેને કોઈ પ્રાણી કે જીવ જંતુ ને ખાતા જોઈને તમને પણ વોમીટ થઈ શકે છે આવા શો માં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતી 12 ઓગસ્ટના રોજ આવશે (12 તારીખના રોજ શો ટેલિકાસ્ટ થશે,આવી તો ક્યારના ગયા છે)

આ શો વિશે બોલતા મોદીએ ડિસ્કવરી ચેનલને કહ્યું, “વર્ષોથી હું પ્રકૃતિની વચ્ચે, પર્વતો અને જંગલોમાં રહ્યો છું. આ વર્ષો મારા જીવન પર કાયમી અસર ધરાવે છે. તેથી, જ્યારે મને રાજકારણની બહારના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરતી વિશેષ યોજના વિશે પૂછવામાં આવ્યું અને તે પણ કુદરતની મધ્યમાં છે, ત્યારે હું બંનેમાં રસ ધરાવતો હતો અને તેમાં ભાગ લેવાની ઇચ્છા કરતો હતો. ”

ડિસ્કવરી નેટવર્કના મેન વર્સિસ વાઈલ્ડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળા એપિસોડનો પ્રોમો શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મોદી અને શોના હોસ્ટ બિયર ગ્રિલ્સ રસપ્રદ વાત કરતાં જોવા મળી રહ્યા છે. બિયર ગ્રિલ્સ પીએમ મોદી સાથે મળીને એક ભાલો તૈયાર કરી રહ્યા છે. આ દરમિયાન ગ્રિલ્સ મોદીને પૂછે છે કે, મેં સાંભળ્યું છે કે તમે બાળપણમાં ઘણો સમય જંગલોમાં પસાર કર્યો છે? જવાબમાં મોદી કહે છે કે, હું હિમાલય જઉં છું. મેં 17-18 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. પછી વિચારતો હતો કે શું કરું અને શું ના કરું. પ્રકૃતિ મને ખૂબ પસંદ હતી. ગ્રિલ્સે મોદીને કહ્યું હતું કે, તમે ભારતના ખૂબ મહત્વના વ્યક્તિ છો તેથી તમને સાચવવા મારુ કામ છે.
ગ્રિલ્સ મોદીને ભાલો આપતા કહે છે કે, જો કોઈ વાઘ તમારી તરફ આવે તો તમે એને મારી દેજો. ત્યારે મોદી કહે છે કે, કોઈને મારવું અમારા સંસ્કાર નથી. પરંતુ તમારી સુરક્ષામાટે હું આ ભાલાને મારી જોડે રાખી લઉં છું.

ભાજપે જાહેર કર્યો પ્રોમો


આ વખતે ડિસ્કવરીએ નહીં પરંતુ ભાજપે ટ્વિટર પર પ્રોમો જાહેર કર્યો છે. તે 4 મિનિટ 24 સેકન્ડનો છે. તેમાં પીએમ મોદી અને શોના હોસ્ટ બિયર ગ્રિલ્સ પર્યાવરણ અને વન્ય જીવો પ્રત્યે જાગ્રતતા દર્શાવતા જોવા મળે છે. ભારતમાં શૂટ કરવામાં આવેલા આ શોનું પહેલું ટીઝર 29 જુલાઈએ જાહેર થયું હતું.
8 ભારતીય ભાષાઓમાં પણ પ્રસારિત થશે


એપિસોડ મેન વર્સિસ વાઈલ્ડનો આ એપિસોડ 12 ઓગસ્ટે રાત્રે 9 વાગે પ્રસારિત થવાનો છે. તેને 8 ભારતીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. તેમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને મરાઠી જેવી ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. આ ખાસ એપિસોડ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે.
સોશિયલ હાઈજીન પર ઝડપથી કામ થશે
ગ્રિલ્સ મોદીને પૂછી રહ્યા છે કે, તેઓ ભારતમાં સ્વચ્છતા પર શું કામ કરી રહ્યા છે. ત્યારે મોદી કહે છે કે, સ્વચ્છતા બહારના લોકો ભારત લઈને નથી આવવાના. તે ભારતીય લોકોએ જ લાવવી પડશે. દેશમાં પર્સનલ હાઈજીન વિશે જાગ્રતતા છે. પરંતુ સોશિયલ હાઈજીન પર કામ કરવાની જરૂર છે. મહાત્મા ગાંધીએ આ વિશે ઘણું કામ કર્યું છે. આશા છે કે, ભારત સોશિયલ હાઈજીન પર ઝડપથી કામ કરશે.

ડિસ્કવરી નેટવર્કે મેન વર્સિસ વાઈલ્ડ શોમાં વડાપ્રદાન મોદી વાળા એપિસોડનો પ્રોમો શુક્રવારે રિલીઝ કર્યો હતો

આ એપિસોડ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે, આ એપિસોડ 12 ઓગસ્ટે રાત્રે 9 વાગે પ્રસારિત કરવામાં આવશે