મોડાસા પંથકમાં દલિત યુવકના વરઘોડા મામલે પથ્થરમારો, 10થી વધુ લોકો ઘાયલ વાંચો અહેવાલ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

ટુક જ સમય માં જે દલિતો પર અત્યાચાર થયો તે ખરેખર નિંદનીય છે  તમને જણાવીસુ આવું સુ કરવા દલિત સમાજ જોડે અન્યાય સા માટે થાય છે દલિત સમાજ ના યુવક નો વરઘોડો કાળવા મુદ્દે પણ વિરોધ થયો તોડફોડ થઈ કોઈ ભોજન સંભારમ માં પણ દલિતો નું જુદું ભોજન આ સમાજ માં આવું હજુ ક્યાં સુધી તમને અમે જણાવીસુ સુ ચાલી રહ્યું છે

મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધમાલ મચી હતી. સાંજે પથ્થરમારો થતાં ૧૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. અરવલ્લી સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
પોલીસે ગામમાં કોમ્બિંગ કર્યુ હતુ. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્ન હોય રવિવારે બપોરે વરઘોડો કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. અગાઉ અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હોય એક PI, છ PSI અને પ૦થી વધુ કર્મચારીનો બંદોબસ્ત પુરો પાડયો હતો. ચાર વાગ્યે વરઘોડો નીકળ્યો ત્યારે વિરોધ કરનાર અન્ય સમાજના લોકોએ માર્ગો પર હવન અને મહિલાઓએ ભજન શરૂ કર્યા હતા.

જેથી પોલીસે મહિલાઓને હટી જવા કહ્યું અને વરઘોડો કાઢનાર પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એકેય પક્ષ માન્યા નહોતા. અંતે સાંજે સાત વાગ્યે ભજન હતા તે માર્ગ ઉપરથી વરઘોડો કાઢવાનો પ્રયત્ન થતાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોય અંધારામાં ભારે પથ્થરમારામાં ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

લોકોએ બચવા દોડધામ કરી મુકી હતી. સોમવારે વધારાની પોલીસ અને SRPની એક કંપની ઉતારવામાં આવશે તેમ એસપીએ જણાવ્યું હતું. પથ્થરમારામાં બેન્ડ અને ડીજેમાં પણ તોડફોડ થઈ હતી. પોલીસના સરકારી વાહન ઉપરાંત અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું.
તેવી જ રીતે પ્રતિજ ના સિતવાળા માં પણ એક બનાવ બન્યો હતો
પ્રાંતિજના સીતવાડામાં દલિત સમાજનો વરઘોડો ડીજે સાથે દર્શન કરવા જતોતો ત્યારે રોકવામાં આવ્યો
પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે દલિત સમાજના અનિલભાઈ સોમાભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈના લગ્નનો વરઘોડો ડીજે સાથે મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે આ બાબતે બે જુથના લોકો સામસામે આવી ગયા હતા. ડીજે સાથે વરઘોડાને મંદિર તરફ જતા અધવચ્ચે રોકવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ રક્ષણ સાથે મંદિરે સુધી પહોંચ્યો હતો અને દર્શન કરી પરત ફર્યા હતો.વડાલીના ગાજીપુર ગામે પોલીસ બંદોબસ્ત સાથે દલિત યુવકના લગ્નનો વરઘોડો નીકળ્યો વડાલી તાલુકાના ગાજીપુરમાં દલિત સમાજના બાબુભાઈ શામળભાઈ ભાંભીએ દીકરા મેહુલના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વડાલી મામલતદારને લેખિતમાં અરજી આપી હતી. મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવા મંજૂરી આપી હતી અને પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
વાલ્મિકી સમાજ ને અન્યાય કેમ આ બનાવ પણ ઊંઝાના કહોડા ગામે યજ્ઞામાં વાલ્મીકિ સમાજ માટે જમવાની અલગ વ્યવસ્થા કરાતાં વિવાદ ઊંઝા તાલુકાના કહોડા ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય વિષ્ણુ મહાયજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજકો દ્વારા જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જમવા માટે બેસવાના અલગ અલગ મંડપ બનાવાયા હતા.

જેમાં વાલ્મિકી સમાજના લોકો માટે જમવાની અલગ વ્યવસ્થા કરવામાં આવતા તે સમાજના લોકોમાં નારાજગી જોવા મળી હતી. અંતે મામલો પોલીસમાં પહોંચતા પોલીસે સમજાવટ કરીને મામલો શાંત પાડયો હતો. બાદમાં શાંતિપૂર્વક યજ્ઞાનો કાર્યક્રમ આગળ વધ્યો હતો.