મરીઝ એક અદ્રિતીય સર્જક : જીજ્ઞેશ મેવાણી

Share On
  • 3.7K
  •  
  •  
  •  
  •  
    3.7K
    Shares

જીજ્ઞેશ મેવાણીને તમે હજુ સુધી આંદોલનકારી અને ધારાસભ્ય તરીકે ઓળખો છો પણ તેમની અંદર રહેલા મરીઝનાં ચાહકને તમે જાણતાં નહી હોય વાંચો આજે મરીઝનાં જન્મદિવસ પર જીજ્ઞેશ મેવાણીનાં મરીઝ પરનાં વિચાર

મરીઝ એ ગુજરાતનાં નહી દુનિયાના એક મહાન કવિ છે. ભાષાની સરળતા અને ઉત્કૃષ્ટ સર્જનશક્તિ આવું મિલન બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એમના ગઝલ સંગ્રહ ” આગમન ” નું કોઇપણ પાનું ખોલો તો એ ગઝલમાંથી બે મહાન શેર નીકળે. ફક્ત બે ચોપડી ભણેલાં મરીઝ જે સર્જન કરી ગયા છે તે અદ્રિતીય છે. અત્યંત કુમળી વયે તેમને રબરની ફેક્ટરીમાં કામ કર્યું, અતિ શોષિત, વંચિત મુસ્લિમ ઇલાકામાં એમનો ઉછેર થયો અને દારૂના નશામાં તેમનું જીવન વીત્યું. કદાચ આ અનુભવ જગતના કારણે જ એમની કવિતામાં પ્રાણ રેડાય છે.

પ્રેમ વિશેની એમની કવિતાઓ ખુબ કમાલની છે. હજી ગુજરાતી સાહિત્યના મુખ્યધારાના સાહિત્યકારો, સર્જકો અને વિવેચકો એ મરીઝને ફક્ત ગઝલકાર તરીકે ઓળખે છે પણ એમને એ રીયલાઇઝેશન થવું જોઈએ કે મરીઝએ એક વિશ્વકક્ષાનાં સર્જક છે. એમના ગઝલ સંગ્રહ આગમનનાં કોઈ વાંચક ફક્ત પાંચ પાનાં વાંચી જાય તો આ સર્જકને જીવનભર ભૂલી શકે નહી.

અંતમાં જીજ્ઞેશ મેવાણી નવી પેઢીને ઉદ્દેશીને કહે છે કે ” ગુજરાતની નવી પેઢીએ મરીઝને જબરદસ્ત સેલિબ્રેટ કરવાં જોઈએ, વાંચવા અને વંચાવવા જોઈએ.” એમના ગઝલ સંગ્રહ આગમનની લગભગ ૧૦ થી ૧૧ આવૃતિઓ થઇ છે અને બજારમાં તેની કોપીઓ ઉપલબ્ધ નથી તે એક રીતે જોવા જઈએ તો ખુબ આશ્વાસક બાબત છે. દિવસેને દિવસે મરીઝનો જાદુ ફેલાઈ રહ્યો છે તે મારા જેવા મરીઝભક્તો માટે પરમ આનંદની વસ્તુ છે. મરીઝની ગઝલોમાંથી પસાર થતી વખતે કલાનો જે આનંદ મળે છે તે દુર્લભ કક્ષાનો છે. સાહિત્ય વિશેનો એમનો પોતાનો એક શેર બેમિસાલ છે.

” એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં
દુઃખને હદયમાં રાખો, રાખોને દુઃખ હદયમાં “