મમતા બેનર્જીને મળ્યાં જીજ્ઞેશ મેવાણી, ભાજપને હરાવવા ઘડાઈ આ મજબૂત રણનીતિ

Share On
  • 640
  •  
  •  
  •  
  •  
  •  
    640
    Shares

જીજ્ઞેશ મેવાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ બંગાળમાં 27 ટકા જેટલી જનસંખ્યા ધરાવતા દલિત આદિવાસી સમાજ ના સવાલો તેમજ 2019 ની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મમતા બેનર્જીએ જીજ્ઞેશ મેવાણીને આગામી જાન્યુઆરી 2019 યોજાનાર સંભવિત મહાગઠબંધન ના મહા સંમેલન માં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.

ખેડૂતો પર થયેલ અત્યાચાર મુદ્દે તેઓએ ટ્વિટ કરીને લખ્યું હતું કે “જય જવાન, જય કિસાનનો નારો આપનાર, લાલબહાદુર શાસ્ત્રી જીની જન્મજયંતિ પર દેશની રીડ સમાન ખેડૂતો પર આજે ફાસીવાદી તાકતોએ ખેડૂત ક્રાંતિ યાત્રા પર હિંસા કરવામાં આવી છે. દેશના ખેડૂત તેનો બદલો 2019 માં પોતાના મતથી લેશે.

જિગ્નેશની વિચારધારા આમ તો લેફ્ટ તરફી કહેવાય છે .પરંતુ મેવાણી મહાગઠબંધનને આગળ વધારવા માટે અને ખાસ કરીને દલિતો અને આદિવાસીઓને સાથે રાખીને કર્ણાટક,મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પર નજર ખાસ રાખે છે.

પરંતુ મેવાણીને અહિંયાથી પણ ટીકીટ માટે ખુબ મહેનત કરવી પડી શકે છે. એટલા માટે મોદીની સખત વિરોધી મમતા બેનર્જી સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો છે અને કદાચ બંગાળમાંથી મેવાણીને તક પણ મળે. એક આંકડા અનુસાર બંગાળમાં દલિત -આદિવાસીઓની 27 ટકા વસ્તી છે.

ગુજરાતની ત્રિપુટીમાંથી રાષ્ટ્રીય રાજનીતિમાં સૌથી વધારે પ્રખ્યાત જીગ્નેશ મેવાણી છે, કારણકે દલિત સમાજ સમગ્ર દેશમાં ફેલાયેલો છે અને મોદી સરકાર આવ્યા બાદ દલિતોના મુદ્દે સરકાર સામે કોઈ ને કોઈ લડાઈ ચાલતી જ રહી છે.

બીજી બાજુ જીગ્નેશ મેવાણી પણ સમગ્ર દેશનું પરિભ્રમણ કરી ચુક્યા હોવાથી રાષ્ટ્રીય રાજનીતિથી વાકેફ છે. ગુજરાત ઉપરાંતના રાજ્યોમાં આંદોલનો ચાલી રહ્યા છે, તો હાલમાં દેશમાં ભાજપ સામે યુવાનો મોટાપાયે લડી રહ્યા છે.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે જેટલી ભાજપ સરકાર દ્વારા દલિતોની પજવણી કરવામાં આવી છે તેટલી એકપણ સરકારમાં નથી થઇ. ભાઈ ચંદ્રશેખરનો દોષ શું હતો, જે લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. સરકાર પાસે કોઈ પુરાવા નહોતા છતાં ચંદ્રશેખર સાથે અન્યાય કરવામાં આવ્યો.

મેવાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી લડવી અમારો ધ્યેય નથી પરંતુ અત્યાચાર સામે એક થવું ઉદ્દેશ છે. અમે બાબાસાહેબે બતાવેલા માર્ગ પર ચાલીને આભડછેટને ખતમ કરીશું. દિલ્હીમાં સંવિધાનની પ્રત સળગાવામાં આવી પરંતુ પ્રધાનમંત્રી એક શબ્દ પણ નથી બોલ્યા.

વધુમાં તેઓએ કહ્યું હતું કે દેશમાં કટોકટી જેવી પરિસ્થિતિઓ છે. લોકશાહી પર સતત હુમલો કરવામાં આવે છે. એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ભાજપને બાદ કરતાં તમામ પક્ષો મહાગઠબંધન સાથે ચૂંટણી લડશે, પરંતુ તેઓ નાના સંગઠનોને આ જોડાણમાં જોડવા માંગે છે. 2019 ની ચૂંટણીમાં જનતાએ ભાજપને ઉથલાવી નાખવાની તૈયારી કરી લીધી છે.

બીએસપી સુપ્રિમોંના નિવેદન ચંદ્રશેખર સાથે કોઈ સંબંધ નથી તે વિશે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે માયાવતી અમારાં બહેન છે. ભલે બહેનજી નારાજ છે, તે અમારા બહેન રહેશે. રક્ષાબંધન આવવા દો અને અમે બહેનજી પાસેથી રાખડી બંધાવીશું.

રાજસ્થાનમાં હાર્દિક, જીજ્ઞેશ મેવાણી અને કનૈયાએ વધારી ભાજપની ચિંતા, જાણો કેમ ?

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને દિલ્હી જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારની સક્રિયતાએ રાજસ્થાનમાં ભાજપની ચિંતા વધારી દીધી છે. આ ત્રણે યુવા નેતાઓની સક્રિયતાથી એક બાજુ ભાજપનું પ્રદેશ નેતૃત્વ પરેશાન છે તો બીજી બાજુ કોંગ્રેસ ખુશ છે. ભાજપે આ નેતાઓની અસર અટકાવવા માસ્ટરપ્લાન પણ તૈયાર કર્યો છે.

રાજસ્થાનમાં ખુબ ટૂંકા સમયમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ પહેલાથી બેકફૂટ પર હતી પરંતુ હવે આ ત્રણેય નેતાઓ સક્રિય થતા ભાજપની મુસીબતોમાં વધારો થઇ શકે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પણ આ વખતે ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ હમણાં જ જયપુરમાં રેલી કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું.

હાર્દિક પટેલ જેલવાસ બાદ રાજસ્થાનંમાં રોકાયા હતા ત્યારે અહીં રાજસ્થાનમાં મજબૂત માળખું બનાવ્યું હતું. આ ઉપરાંત યુવા નેતા જીજ્ઞેશ મેવાણી રાજ્સ્થાનમાં પહેલાથી જ ઘણા સક્રિય રહ્યા છે. તેઓએ અત્યાર સુધીમાં સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરીને ઠેર ઠેર સભાઓ સંબોધી છે. અહીં મેવાણીનું સંગઠન પણ જબરદસ્ત એક્ટિવ છે.