મહારાષ્ટ્ર-હરિયાણામાં મતદાન શરુ, આજે થશે ફેંસલો

Share On
  •  
  •  
  •  
  •  
  •  

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા માટે મતદાન શરૂ થઈ ગયું છે, જેને સામાન્ય ચૂંટણી બાદ દેશની પ્રથમ મોટી ચૂંટણી કહેવામાં આવે છે. મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત દેશના જુદા જુદા રાજ્યોની 51 બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે પણ મતદાન ચાલી રહ્યું છે.

ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠક અમરાઈવાડી, રાંધણપુર, ખેરાલુ, બાયડ, લુણાવાડા અને થરાદ પર યોજાનારી પેટાચૂંટણી માટે પણ આજે મતદાન ચાલું છે.

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા છે. બન્ને રાજ્યોમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે.

ગોંડિયા બેઠક પર એનસીપીના પ્રફુલ પટેલ અને તેમની પત્ની વર્ષાએ મત આપ્યો હતો. ભાજપના ગોપાલ અગ્રવાલ અને કોંગ્રેસના અમર વરદે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.
હરિયાણાની કૈઠલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ તેમની પત્ની સાથે મતદાન કર્યું.
ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્તે મતદાન કર્યું.
એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ બારામતીમાં મતદાન કર્યું.