કલોલમાંથી પરપ્રાંતીઓએ પલાયન કરતાં ઔધોગિક એકમોને નુકશાન

Share On
  • 80
  •  
  •  
  •  
  •  
  •  
    80
    Shares

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પરપ્રાંતીઓ પર હુમલા વધ્યા છે ત્યારે તેની અસર કલોલમાં પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે કલોલ ઔધોગિક શહેર હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ રોજગારી માટે આવે છે. કલોલ, છત્રાલ અને ખાત્રજમાં આવેલ ફેક્ટરીઓમાં હજારો યુપી – બિહારવાસીઓ કામ કરી રહ્યાં છે.

જો કે છેલ્લા કેટલાક દિવસો માહોલ બગડતાં પરપ્રાંતીઓ પોતાના વતન જઈ રહયા છે જેને કારણે ઔધોગિક એકમોનું કામ અટકી પડ્યું છે. ખાત્રજ – છત્રાલ જેવા ગામો માંથી વધુ પ્રમાણમાં પરપ્રાંતીઓ પલાયન કરી રહ્યા છે. ગઈકાલે કલોલમાં શાંતિ સમિતિની એક બેઠક પણ યોજાઈ હતી.

કલોલ એક ગામડામાંથી એક ઔધોગિક હબ તેમજ વિકસિત શહેર કઈ રીતે બન્યું તેની રસપ્રદ વિગત છે. અહી કલોલ વિશે માહિતી આપવામાં આવી છે કે ક્યાં કઈ રીતે કલોલ એક વિકસિત નગર બન્યું.

રાજ્યના ઔદ્યોગિક પટ્ટા અને જીઆઈડીસી એસ્ટેટમાં મુખ્યરીતે ઉત્તર ભારતીય લોકોમાં વધારે દહેશત દેખાઈ રહી છે. જો કે કારોબાર આ વિસ્તારમાં સંપૂર્ણપણે ઠપ છે. 14 મહિનાની બાળકી ઉપર બળાત્કારની ઘટના બન્યા બાદ ઉત્તર ભારતીયો ઉપર કેટલીક જગ્યાએ હુમલા કરવામાં આવી ચુક્યા છે. જેના પરિણામ સ્વરુપે દહેશતમાં રહેલા એક લાખથી પણ વધુ લોકો પોતાના વતન પરત ફરી ચુક્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે છેલ્લાં 48 કલાકમાં એક પણ ઘટના બની નથી પરંતુ મુખ્યમંત્રીનો દાવો ત્યારે ફેઈલ થતો જોવા મળ્યો કે અમદાવાદમાં લગભગ 47 ઉત્તર ભારતીયોને બંધક બનાવી દીધા છે. રાજ્યમાં રહેનારા પરપ્રાંતીઓ પર કરવામાં આવેલ હુમલાઓમાં પોલીસે 450 લોકોની ધરપકડ કરી છે.

 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પરપ્રાંતિયો પર હુમલા માટે કોણ જવાબદાર છે તે તમામ લોકો જાણે છે તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે આ મુદ્દે તેને બદનામ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.