જાણો કડવા લીમડાનાં મીઠાં ગુણ, કઈ રીતે વાપરવો લીમડો

Share On
  • 32
  •  
  •  
  •  
  •  
    32
    Shares

કડવો લીમડો એ મીઠાં ગુણ ધરાવતો હોવાથી સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાય છે. તે લગભગ બધી જ જગ્યાએ જાવા મળે છે.તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. કડવો લીમડો એ ખૂબ જ ગુણકારી હોઇ તેના બધા ભાગોનો ઉપયોગ ઔષધી તરીકે થતો હોય છે.

લીમડો કડવો પણ એનાં ગુણ મીઠા

લીમડાનાં તમામ ભાગો કડવા હોય છે અને તેની કડવાશ પણ ખૂબ જ તીવ્ર હોય છે પરંતુ તે સાથે તે એટલી ગુણકારી પણ હોય છે.કડવો લીમડો પાંચ ભાગ ધરાવે છે.જેમાં મૂળ,છાલ,પાંદડા,ફૂલ ને ફળ વગેરેનો સમાવેશ થાય છે.જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે.તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે. લીમડામાં પ્રોટીન, કાર્બાેહાઇડ્રેટ, ફાઇબર, કેÂલ્શયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામીન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે.

કડવા લીમડાના પાંદડાનાં નિયમિત ઉપયોગથી ચામડીની બિમારી તથા કુષ્ઠ રોગ જેવી બિમારીમાં જલ્દીથી રાહત મળે છે.નવજાત શિશુઓને લીમડાના કુમળા પાંદડાઓને વાટીને તેનો રસ નિયમિત રીતે પીવડાવવાથી તેને ઝેરી જીવજંતુઓની અસર થતી નથી. શરીરની ગરમી,ગૂમડાંઓ વગેરેમાં રાહત મેળવવા માટે રોજ સવારે ૨૦થી ૨૫ ગ્રામ લીમડાંના પાન તોડી આખી રાત પલાળી સવારે ૧૦થી ૧૨ ગ્રામ કાળા મરીમાં વાટી તેમાં થોડી ખાંડ મિક્સ કરો.તેને રોજ સવારે નરણાં કોઠે દસ દિવસ સુધી લેવું.