પોરબંદરમાં પરિણીતાનો નંબર કોલગર્લ તરીકે વાયરલ કરી આરોપીએ ઘરમાં ઘૂસીને કર્યું ન કરવાનું કામ!

Share On
  •  
  •  
  •  
  •  
  •  

પોરબંદરમાં પરિણીતાનો નંબર કોલગર્લ તરીકે વાયરલ કરી આરોપીએ ઘરમાં ઘૂસીને કર્યું ન કરવાનું કામ!

મલ્ટીલેવલ માર્કેટીંગ સાથે જોડાયેલી યુવતીની પજવણી. પોરબંદરઃ પોરબંદરમાં એક મલ્ટીલેવલ માર્કેટીંગ કંપની સાથે જોડાયેલી પરિણીતા ના મોબાઈલ નંબર એક શખ્શે કોલગર્લ તરીકે સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યા હતા.વાઈરલ કરનાર શખ્સની ધાકધમકીથી બચાવનાર યુવાને પણ પરિણીતા ના ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક ચુંબન કર્યાની પોલીસ ફ્રિયાદ -પરિણીતા એ નોંધાવી છે.

પોરબંદરની ત્રીસ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે મલ્ટીલેવલ માર્કેટીંગ કરતી એક કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટર છે અને ચારેક મહીના પહેલા તેની ફેસબુક આઈ.ડી. માં પ્રાગાબાપાના આશ્રામ પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાજ જાદવ ગોહેલ નામનો શખ્શ તેનો ફેસબુક ફ્રેન્ડ હોય તેણે આ પરિણીતા ને *માર્કેટીંગમાં જોઈન્ટ થવાનું છે” તેમ કહીને તેના ડોકયુમેન્ટ મહિલાના વોટ્સએપ નંબર ઉપર મોકલ્યા હતા.
ત્યારબાદ આ મહિલા સાથે માર્કેટીંગનો ડેમો કરવા માટે અલગ-અલગ જગ્યાએ સાથે આવતો હતો. અને તેને ફેસબુકની નવી આઈ.ડી. પણ તે શખ્શે બનાવી દીધી હતી. અને ત્યારબાદ તે અવારનવાર પરિણીતા ને ફેન કરતો હતો. ત્રણેક મહીના પહેલા રાજ ગોહેલે રાત્રે દોઢ વાગ્યે પરિણીતા ના મોબાઈલમાં ફેન કર્યો હતો.

આથી તેના પતિએ ફેન ઉપાડીને મારી ઘરવાળી બે છોકરાની માં છે, તે રાત્રીના સમયે કોઈ સાથે વાત ન કરે તેવું કહીને ફેન કાપી નાખ્યો હતો. પરંતુ બે વાગ્યે ફ્રી ફેન કર્યો હતો ત્યારે ઉપાડ્યો ન હતો. ફેન નહીં ઉપાડતા ઉશ્કેરાઈ ગયેલા રાજ જાદવ ગોહેલે તે પરિણીતા ના વોટ્સએપ નંબર તેના ગૃપમાં અને બીજા નંબરોમાં વાઈરલ કરીને આ મહિલા કોલગર્લ છે તેવી જાહેરાત કરી હતી.

આથી તે પરિણીતા ને અલગ-અલગ અનેક વ્યક્તિઓના ફેન આવવા લાગ્યા હતા તથા વોટ્સએપમાં વોઈસ મેસેજ આવવા લાગ્યા હતા. આથી આ કારસ્તાન રાજ નું જ છે તે જાણી જતા પરિણીતા એ રાજને ફેન કરીને ધમકાવતા રાજ ઉશ્કેરાઈ ગયો હતો અને હું તારા પતિની દુકાને જાંઉ છું અને તેને કહું છું કે તું બધા છોકરાઓ સાથે વાત કરે છે કહીને ધમકી આપી હતી. આથી પરિણીતા એ તેના વોટ્સએપ નંબર બ્લોક કરી દીધા હતા.

રાજ ગોહેલ અવારનવાર આ પરિણીતા ને ધમકી આપીને હેરાન-પરેશાન કરતો હતો. તેથી તેમણે પોતાના કુટુંબી બહેનના જમાઈ છાંયા નવાપાડા વિસ્તાર માં રહેતા હાર્દિક વરવાડીયાને રૂબરૂ મળીને આ બાબતની જાણ કરી હતી. આથી હાર્દિકે રાજના મોબાઈલ નંબર તેની પાસેથી મેળવી લીધા હતા અને ત્યારબાદ તેણે પોતાની રીતે કોઈપણ પ્રકારે રાજને સમજાવીને પરિણીતા ને હેરાન કરવાનું બંધ કરવા કડક સૂચના આપતા રાજ દ્વારા થતી હેરાનગતિ બંધ થઈ ગઈ હતી.
રાજના ત્રાસ થી બચાવનાર કુટુંબી બહેન ના જમાઈ હાર્દિક વરવાડીયા અચાનક દોઢ મહીના પહેલા તેના ઘરે આવી પહોંચ્યો હતો અને મેં તારી મદદ કરી છે કહી પરિણીતા ના બળજબરીથી હાથ પકડીને ચુંબન કર્યા હતા . આથી આ અંગે પરિણીતા એ કુટુંબી બહેનને તેના જમાઈની હરકત અંગે ફ્રિયાદકરતા કુટુંબી બહેને ઉલટા નું તું મારા જમાઈ ઉપર ખોટા આરોપ નાંખે છે તેમ કહ્યું હતું.આ બનાવ બાદ પરિણીતા સતત ટેન્શનમાં રહેતી હતી અને પતિને વાત કરશે તો પોતાની જીંદગી બરબાદ થઈ જશે તેવું વિચારતી હતી.

પરંતુ પતિએ તેને હિમ્મત આપીને સમગ્ર હકીકત અંગે માહિતી માંગતા પરિણીતા એ તમામ ઘટનાઓ ની પતી ને જાણ કરી હતી અને પતિએ હિમ્મત આપતા પરિણીતા એ રાજ જાદવ ગોહેલ અને હાર્દિક વરવાડીયા એમ બન્ને શખ્સો સામે પોલીસ ફ્રિયાદનોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.