જો તમારી પાસે છે વર્ષો જુની નોટ તથા સિક્કા, તો થઇ શકો છો માલામાલ

Share On
  • 8.6K
  •  
  •  
  •  
  •  
  •  
    8.6K
    Shares

જો તમારી પાસે પણ જુની નોટો છે તો તમે તેનાથી હજારો અથવા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. ઇ-કોમર્સ સાઇટ ઇબે પર 1969માં છપાયેલી એક રૂપિયાની નોટ 699 ડોલર એટલે લગભગ 51 હજાર રૂપિયામાં હરાજી થઇ રહી છે. આ પ્રકારે એંટીક અને રેર નોટ તથા સિક્કા ભેગા કરનાર લોકો તેને મોટી કિંમતમાં ખરીદે છે. આ સાઇટ પર જુની ભારતીય નોટ તથા સિક્કાની કિંમત વધારે મળી રહી છે.

એવામાં જો તમારી પાસે પણ જુની દુર્લભ નોટ અથવા સિક્કા છે તો તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.આ નોટ માટે શરૂઆતી બોલી 100 ડોલર એટલે અંદાજિત 7300 રૂપિયા લગાવવામાં આવી છે. તે હિસાબથી તેની કિંમત 70 ગણીથી વધારે છે.

2 રૂપિયાની નોટ: બે રૂપિયાની નોટ 19.99 ડોલર એટલે 1460 રૂપિયામાં હરાજી થઇ રહી છે.10 રૂપિયાની નોટ: એસ. વેંકટરમનની સહી કરેલી આ નોટ 2190 રૂપિયામાં મળી રહી છે. આનો શિપિંગ ચાર્ઝિસ મહત્તમ 20 ડોલર એટલે 1460 રૂપિયા છે.

સિક્કાની પણ થઇ રહી છે હરાજી
એક રૂપિયાનો સિક્કો: 1981/1982ના એક-એક રૂપિયાના બે સિક્કાની કિંમત 1241 રૂપિયા લગાવવામાં આવી છે. આમા શિપિંગ ચાર્જ 1095 રૂપિયા લાગશે.
જુના સિક્કા તથા દસની નોટ: 1917નો એક પૈસો, 1945નો એક પૈસો સહિત ઘણા જુના સિક્કા અને એક દસની નોટની કિંમત 1900 રૂપિયા લગાવવામાં આવી છે.
સિક્કાથી બનેલી જ્વેલરી પણ સામેલ
જુના સિક્કાથી બનાવેલો રાજસ્થાની ગળાનો હાર 14,235 રૂપિયામાં હરાજી થઇ. આ હરાજી અમેરિકાથી થઇ રહી છે.


નોટોના બંડલ: પાંચ રૂપિયા તથા બે રૂપિયાની નોટોના બંડલની પણ 1900 અને 2200 રૂપિયા સુધી હરાજી થઇ રહી છે. હાલમાં જ બંધ થયેલી 500 રૂપિયાની નોટ પણ આ હરાજીમાં સામેલ છે.
આ 5 રૂપિયાની નોટતમારી પાસે તો નથી ને? અને જો છે તો રાતોરાત બની જશો અમીર…


આજના યુગમાં પૈસા ખુબ જ મહત્વ રાખે છે, જીવનના ભરણ પોષણથી લઈને, સુખ-સુવિધા ભરેલું જીવન જીવવું, પૈસા વગર તે સંભવ ન બની શકે.
અમુક લોકો તો એ પણ કહે છે કે પૈસા આજે ધરતી પર બીજા ભગવાનની જેમ જ છે. સમય આવી ગયો છે કે આજે બધા પૈસા ની પાછળ દોડી રહ્યા છે.
શું તમે જાણો છો કે પહેલાની જૂની નોટોની નીલામી પણ થતી હોય છે. જે લોકો પર આવા પ્રકારની જૂની નોટોને એકઠા કરવાનો ભૂત સવાર હોય છે તેના માટે તે સારા એવા પૈસા પણ અપાવી શકે છે.


ઘણી એવી પણ નોટો હોય છે જેના પર ખાસ પ્રકારનો નંબર લાગેલો હોય છે જેને લીધે ઘણા લોકો તેને ખરીદવાનું ઇચ્છતા હોય છે.
જો તમારી પાસે પણ આવી કોઈ નોટ છે તો તે તમારા માટે ખુશખબર છે, કેમ કે તેના લીધે તમારી પાસે પણ ઘણું એવું ધન આવી શકે છે. આજે અમે તમને એવી જ એક નોટ વિશે જણાવીશું.


આ કોઈ જેવી તેવી નોટ નહીં પણ 5 રૂપિયાની એક ખાસ નોટ છે જેના પર ટ્રેકટરનું નિશાન બનેલું હોય છે.
તમને એ જાણીને હેરાની લાગશે કે ઘણી જગ્યાઓ પર આ નોટની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી જાતિ હોય છે. તેના વિશે આજે અમે તમને કઈક એવું જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન રહી જાશો.
પણ આ નોટની કિંમત જાણતા પહેલા તમે તેની સાથે જોડાયેલા અમુક તથ્યો ને જરૂર જાણી લો. જણાવી દઈએ કે આપણા દેશમાં સર્વ પ્રથમ આ નોટ 24 માર્ચ 1975 ના વર્ષ દરમિયાન ચલણમાં આવી હતી. જયારે આ નોટ અસ્તિત્વમાં આવી ત્યારે આરબીઆઇ ના ગવર્નર એસ જગન્નાથ હતા.

આ નોટના આવ્યા પહેલા આપણા દેશમાં જે 5 રૂપિયાની નોટ આવી હતી તેના પર હરણનું નિશાન બનેલું હતું. લીલા અને કેસરી રંગના આ નોટને સામેથી જોવા પર તેમાં ગુલાબી રંગના ઘેરા માં 5 લખેલું નજરમાં આવશે. જ્યાં તેની ડાબી બાજુએ વોટરમાર્કથી અશોક સ્તમ્ભ બનેલું છે જયારે નીચેની તરફ આરબીઆઇ નો લોગો અંકિત કરેલો છે.

જે નોટોમાં બે વાર 786 હોય છે, તેની કિંમત 4 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે, એવું પણ કહેવામાં આવે છે કે કટાઈ કે છપાઈ માં મિસપ્રિન્ટ નોટોની કિંમત પણ હજારો રૂપિયા સુધી પહોંચી જાય છે. અમુક નોટો તો માત્ર ગવર્નરની સિગ્નેચરને લીધે જ વહેંચાઈ જાય છે. જેવું કે કહેવામાં આવે છે કે આ નોટોમાં અમિતાબ ઘોસ ના સિગ્નેચર વાળી નોટ ખુબ વધુ પૈસામાં વહેંચાઈ છે.