સ્પર્ધાત્મક પરીક્ષાનાં ક્લાસિસ વાળા કઈ રીતે આપે છે 100 ટકા પાસ થવાની ગેરેંટી ?

Share On
  • 44
  •  
  •  
  •  
  •  
    44
    Shares

લોકરક્ષકનું પેપર ફૂટયા બાદ ઘણા સળગતા સવાલો સામે આવી રહ્યા છે ત્યારે હવે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ પોલીસની ઝપટે ચડે તેવી શક્યતા છે. રાજ્યમાં ગાંધીનગર ખાતે બિલાડીના ટોપની માફક કોચિંગ કલાસ ખુલી ગયા છે.

આ ક્લાસિસો વાળ ખુલ્લેઆમ જાહેરાતો કરે છે કે 100 ટકા ગેરેન્ટીથી નોકરી મેળવો – નોકરી મલ્યા પછી ફી આપો ત્યારે સવાલ ઉપસ્થિત થાય છે કે ખરેખર તેઓ મહેનત કરીને ભણાવે છે કે સરકારમાં તેમનું સેટિંગ ડોટ કોમ ચાલે છે ? આ લોકો કઈ રીતે ગેરેન્ટીથી નોકરી અપાવે છે તે વિષે કોઈને ખ્યાલ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભરતી કૌભાંડોમાં આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્લાસીસ ચલાવતાં અમુક શખ્સો પણ સામેલ હોય છે. ગાંધીનગરમાં ઘ- ૨, ચ-૩, સે-૧૧, ૨૪, ૨૧ જેવા સેક્ટરોમાં ક્લાસિસોનો રાફડો ફાડ્યો છે.

પાટનગરમાં ખોબા જેટલું હોવા છતાં અને અમદાવાદના આના કરતાં ૧૦ ગણું મોટું હોવા છતાં સ્પર્ધાત્મક ક્લાસિસો સૌથી વધારે ગાંધીનગરમાં ચાલી રહ્યાં છે. વિદ્યાર્થીઓને એક યા બીજી રીતે લાલચો આપીને ગેરંટી આપતાં હોય છે ત્યારે અગાઉ પણ જ્યારે આ પેપરો ફૂટ્યા હોય ત્યારે ગાંધીનગર ખાતેના ક્લાસિસોના માંધાતાઓની ચેઇન પાટનગરની ખુલી છે.

જો કે સ્પર્ધાત્મક ક્લાસિસો સામે હવે પ્રતિબંધ મૂકવાની જરૂર છે ત્યારે આવા ક્લાસિસોના એપી સેન્ટરો પણ હવે ગાંધીનગરમાં હોવાથી અને મુખ્ય ભેજાબાજા જ્યારે પેપર ફૂટે ત્યારે તેના છેડાં અહીં સુધી મળે છે.

લોકરક્ષકની ભરતી પહેલાં એક ક્લાસિસે તો ૧૦ ગણી રકમ વસૂલીને ઓર્ડર આવે ત્યારે પૈસાના ઘણાં જ વિદ્યાર્થીઓને લલ્લુ બનાવ્યા છે ત્યારે ભોપાભાઈના ભોપાળામાં લલ્લુભાઈ ફસાયા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે અને જે મોટા શહેરો છે તેના કરતાં પણ ક્લાસિસો જમાવડો હોય તેમ અહીંયા બિલાડીની ટોપની માફક ક્લાસીસોમાં વિદ્યાર્થીઓને આકર્ષવા ચાલી રહ્યા છે.

લોકરક્ષક દળ પેપર લીક કેસમાં પણ ક્લાસિસ સંચાલકોની સીધી કે આડકતરી સંડોવણી હોવાની ચર્ચાઓ મોટા પાયે ઉદ્‌ભવવાથી આવા ક્લાસિસની તપાસ થશે તેવી સંભાવના હોવાથી ક્લાસિસ સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આવા સંચાલકોએ ૧૦૦ ટકા પાસ થવા માટેના બેનર્સ રાતોરાત હટાવી લેવડાવ્યા છે