હાર્દિક પટેલે ઘડી મજબૂત રણનીતિ, આજથી શરુ થશે ઉપવાસ, જાણો વિગત

Share On
  • 310
  •  
  •  
  •  
  •  
  •  
    310
    Shares

હાર્દિક પટેલ ફરી એકવાર ખેડૂતો અને પાટીદારોના મુદ્દે ઉપવાસ માટે તૈયાર થઇ ગયા છે. આ વખતે તેઓ પ્રતીક ઉપવાસ કરશે. હાર્દિક પટેલ આજે 2 ઓક્ટોમ્બર ગાંધીજયંતિના દિવસથી પ્રતીક ઉપવાસ શરુ કરશે.

આમરણાંત ઉપવાસ પર બેઠા બાદ હાર્દિકે સતત ૧૯ દિવસ અન્નનો એક દાણો પણ નહોતો ખાધો ત્યારે તેની કીડની સહીત શરીરમાં અસરો પહોંચી હતી તેની સારવાર લઈને બેંગ્લોરથી આવી ગયો છે.

આજે હાર્દિક પટેલ મોરબી જિલ્લાના બગથળા ગામે ઉપવાસ પર બેસશે, જેમાં તેની માંગણી અનામત, ખેડૂતોની દેવામાફી અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની જ રહેશે.

ગાંધી જયંતિના દિવસે મોરબીના બગથળા ગામે શરુઆત કરીને ગુજરાતના અલગ અલગ શહેરો તેમજ તાલુકા મથકોએ તે મોદી સ્ટાઈલથી પ્રતિક ઉપવાસ પર બેસશે.

તો હાર્દિક પટેલે ફેસબુક પર આ અંગે પોસ્ટ લખીને જાહેરાત કરતાં જણાવ્યું છે કે,

ગાંધી જયંતી,અહિંસાના માર્ગે.તારીખ ૨ ઓક્ટોબર,૨૦૧૮.

“હું શા માટે ચુપ બેસું. મારો પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ દુઃખી હોય,આંદોલનનો મહત્ત્વનો આંદોલનકારી અલ્પેશ કથીરિયા જેલમાં હોય. આવનારી પેઢી માટે લડવાનું છે. ન્યાય અપાવવાનો છે.

હું સૌ લોકોને કહું છું જાગૃત બનીએ. આપણે સૌને સાથે મળીને લડવું પડશે નહીં તો આ તાનાશાહી સમાજ વિરોધી અને ખેડૂત વિરોધી સરકાર ગુજરાતના છ કરોડ લોકોને બરબાદ કરી નાખશે. ” લડીશું તો જીતીશું ”

ભાજપ સરકારને એમ હતું કે જો મંજૂરી નહીં આપીએ તો વધુ પબ્લિક ભેગી નહિ થાય તેમજ હાર્દિકને સમર્થન ઓછું મળશે. જોકે હવે સરકારે આ નિર્ણયને પછતાય હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ ના ઉપવાસ ની મંજૂરી ના આપી ને સરકારે પોતાના જ પગ પર કુહાડો મારે હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. હાર્દિકથી નારાજ પાટીદારોના મનમાં પણ હવે સરકારે જે કર્યું તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે અને તેઓ ફરીથી હાર્દિકના સમર્થનમાં આવી ગયા છે.

હાર્દિક પટેલ 19 દિવસ ઉપવાસ કર્યા બાદ બેંગ્લોરમાં આવેલા જિંદાલ નેચરો કેરમાં ઇલાજ કરાવ્યો હતો. જ્યાં તેની સાથે રાજકોટના પાસ કન્વીનર બ્રિજેશ પટેલ તેમજ બિહારના નેતા અખિલેશ કટીયાર પણ હતા.

હાર્દિક પટેલે બેંગ્લોર પહોંચીને ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, અનશન બાદ સ્વાસ્થ્યને ઠીક અને મજબૂત કરવા માટે જિંદાલ નેચરો કેરમાં સારવાર કરાવીશ. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિથી તન-મન મજબૂત કરી સમાજની લડાઈ માટેના સંઘર્ષ માટે પુનઃ મજબૂત થવા ઇલાજ કરાવવા આવ્યો છું.

આ ઉપવાસથી હવે લોકોના મનમાં એ સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે કે હાર્દિક પટેલ સરકાર પર ફરી કેટલું દબાણ ઉભું કરી શકે છે. ગઈકાલે ગાંધીનગર પાસ ટિમ દ્બારા પણ પાટીદાર અનામત આંદોલન મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.