શહીદ થયેલાં જવાનો માટે હાર્દિક પટેલે કરી આ મોટી માંગ, જાણો શું કહ્યું ?

Share On
  • 13K
  •  
  •  
  •  
  •  
    13K
    Shares

પ્રેમના દિવસ એટલે કે ૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે અને ભારતની જનતા માટે દુખનો દિવસ બનીને રહી ગયો. વેલેન્ટાઇન ડે ના દિવસે આતંકવાદીઓ દ્વારા ભારતની સીમા સુરક્ષા કરતા સિઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલો કરીને ૪૨ જેટલા જવાનો શહીદ થયા. હાર્દિક પટેલ દ્વારા આ આતંકી ઘટનાને વખોડવામાં આવી.

આ આતંકવાદી હુમલા બાબતે દેશના દરેક નેતાએ દેશની દરેક રાજકીય પાર્ટીએ નિંદા કરીને પોતાનું સમર્થન મોદી સરકારને અને દેશની સેના ને આપ્યું છે અને દેશની જનતાએ માંગણી કરી છે કે જડબાતોડ જવાબ આપવામ આવે.

પાકીસ્તાનની આ નાપાક હરકતને કારણે આપણા દેશના જવાનો શહીદી વહોરી અને તેમનો પરિવાર પારાવાર દુખમાં ગરકાવ થઇ ગયો છે. પાકિસ્તાન આતંકી સરગણાઓનું એપી સેન્ટર બની ચુક્યું છે.

આ બાબતે પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ દ્વારા જવાનોને શ્રધ્ધાંજલિ આપી અને તેમના માટે સરકાર પાસે વિશેષ માંગણી પણ કરી. હાર્દિક પટેલે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનો પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાથી ખુબજ પરેશાન છું. આપણા કેટલાય જવાનો શહીદ થયા છે અને કેટલાય જવાનો ઘાયલ થયા છે. શહીદોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ અને ઘાયલ થયેલા જવાનો ઝડપથી સ્વથ થઇ જાય તેવી પ્રાર્થના કરું છું.


હાર્દિક પટેલ દ્વારા ટ્વીટ કરીને સરકાર પાસે સીઆરપીએફ જવાનો માટે એક માંગણી કરવામાં આવી. હાર્દિકે જણાવ્યું કે, સીઆરપીએફ જવાનોને અર્ધ સૈનિક દળની જગ્યાએ પૂર્ણ સૈનિક દળ બનાવવામાં આવે તેમજ આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને સરકારી રેકર્ડ પર પણ શહીદનો દરજ્જો મળવો જોઈએ.

આ આતંકવાદી હુમલામાં સૌથી દુખદ એ છે કે, જે જવાનો આ આતંકી હુમલામાં શહીદ થયા છે તેમને શહીદનો દરજ્જો સરકારી રેકર્ડમાં નહિ મળે. એ શહીદ નહિ કેહવાય જાણીને નવાઈ લાગશે કે આવું કેમ?

આવું એટલા માટે કે CRPF, BSF, ITBP અથવા આમના જેવી અન્ય કોઈ અર્ધસૈનિક દળ જેને આપણે પેરમીલીટ્રી ફોર્સ તરીકે ઓળખીએ છીએ એના જવાનો જો તેમની ડ્યુટીના સમયે આવા કોઈ આતંકી હુમલામાં મૃત્યુ પામે તો તેમને શહીદનો દરજ્જો નથી મળતો.

વિચારવા જેવી વાત તો એ છે કે, સીમા ઉપર સીમા શુરક્ષા કરતા આપણા જવાન દેશની રક્ષા માટે ગોળી ખાય છે તો CRPF, BSF, ITBP અથવા આમના જેવી અન્ય કોઈ અર્ધસૈનિક દળના જવાનો પણ દેશની સુરક્ષા માટેજ કામ કરે છે તેમને પણ ગોળી વાગે છે જાન એમની પણ જાય છે.

પરંતુ પેરમીલીટ્રી ફોર્સના કોઈ જવાન આતંકવાદી કે નક્શલવાદી ઘટનામાં કે હુમલાનો ભોગ બને છે તો તેમની માત્ર મોત થાય છે તેઓ શહીદ નથી કહેવાતા! તેમને શહીદનો દરજ્જો આપવામાં આવતો નથી.

 

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ દ્વારા આ માંગ ઉઠાવવામાં આવી છે એ માંગ સૈનિકોના પરિવાર પણ કરતા આવ્યા છે. અને હવે આ માંગ જનતાની માંગ બની છે સરકારે આ અંગે નક્કર પગલા ભરીને અર્ધસૈનિક દળને પૂર્ણસૈનિક દળ બનાવવું જોઈએ અને જવાનોને શહીદનો દરજ્જો આપવો જોઈએ.