પેટાચૂંટણી જીતવા માટે ગુજરાત કૉંગ્રેસે કસી કમર, આ વખતે બનાવી છે ખાસ રણનીતિ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે કેટલાય ધારાસભ્યને લોકસભાના મેદાનમાં ઉતાર્યા અને જીત્યા પણ ખરા ત્યારે હવે એમની પોતાની ખાલી પડેલી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે


આ ઉપરાંત અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની બેઠકો ઉપર પણ ચૂંટણી આવી રહીં છે કેમ કે આ બેવ પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને ધારાસભ્ય પદે થી રાજીનામુ આપ્યું

આગામી દિવસોમાં વિધાનસભાની અંદાજે 6 બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો કે ચૂંટણીપંચ દ્વારા હજુ તેની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યારથી જ આ બેઠકો જીતવા માટે કમર કસવામાં આવી રહી છે. દરેક બેઠક દીઠ સીનિયર નેતાની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

આ 6 બેઠકોની પેટાચૂંટણીને ધ્યાને રાખીને જે તે બેઠકની નજીકનાં સ્થાનિક યુવા ધારાસભ્યોની ટીમ બનાવવામાં આવશે અને તે ધારાસભ્યો બૂથ મેનેજમેન્ટની કામગીરી સંભાળશે. આ ચૂંટણીને ધ્યાને રાખીને મધુસુદન મિસ્ત્રી અને ભરતસિંહ સોલંકીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકની નજીકનાં યુવા MLAને બૂથની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં દરેક બેઠક દીઠ 5 MLA બૂથ મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે.

આ ઉપરાંત રાધાનપુર બેઠક ઉપર ભાજપ તરફથી શંકર ચૌધરીને મેદાનમાં ઉતારવા વિચારણા ચાલી રહી છે જેથી કોંગ્રેસ રાધાનપુર બેઠક કબજે કરવા અહીં ના તમામ મેનેજમેન્ટ ની જવાબદારી ગેનીબેન ઠાકોરને સોંપી હોવાની માહિતી પણ સામે આવી છે જોકે ગેનીબેન બાજુની સીટ વાવના ધારાસભ્ય છે


જેથી અહીં તેમની પકડ મજબૂત બની રહેશે
તો સામે શંકર ચૌધરી પણ એડી ચોટીનું જોર લગાવશે

જોકે આ ચૂંટણી કોંગ્રેસ માટે કરો યા મરો ની સ્થિતિ રહેશે અને ખાસ જે જોડી અત્યારે કોંગ્રેસની કમાન સંભાળે છે અમીત ચાવડા અને પરેશ ધાણાની માટે આ મહત્વનો મોકો છે

જોકે એક વાત અહીં તમને એ પણ જણાવી દવ મોટાભાગની પેટા ચૂંટણીમાં જે સ્થાનિક પક્ષ રાજ કરતો હોય એ જ જીતતો હોઈ છે