કલોલ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Share On
  • 26
  •  
  •  
  •  
  •  
  •  
    26
    Shares

આજે ગાંધી જયંતી નિમિતે સમગ્ર દેશમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કલોલ કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કલોલ નગરપાલિકા તેમજ શહેર કોગ્રેસ સમીતી તરફથી મહાત્મા ગાંધીજી પ્રતિમા ટાવર ચોક ખાતે સવારે આઠ વાગે રાખેલ હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાનશ્રીઓ, હોદેદારો તેમજ કલોલ નગરપાલિકાના કાઉન્સિલરો જોડાયા હતા.


આજે કલોલ પાલિકા દ્વારા સ્વચ્છતા રેલી તેમજ સર્વધર્મ સમભાવ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહીત અન્ય મોટા નેતાઓએ ત્યાં પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર પણ આપવામાં આવશે. ત્યારબાદ ગાંધી સ્મૃતિ પર પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.