રામ રહીમથી લઇ આસારામ સુધી- આ છે 5 બાબા જેના પર છે સેક્સ સ્કેન્ડલના આરોપ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

ધર્મ ના નામે શ્રધ્ધા હોઈ પણ તેના નામે અંધશ્રદ્ધા ના હોઈ
ભારત એક એવો દેશ છે જ્યાં ચમત્કારિક ઋષિઓ થઈ ગયા પણ અત્યારના સમયમાં અમુક એવા બાબાઓ ના કાંડ બહાર આવતા હોય છે જેમાં તેઓ છોકરીઓ ઉપર પણ બળાત્કાર કરતા હોય છે તો આજે ભારતના 5 બદનામ બાબાઓને જાણીએ

ભારતમાં અંધવિશ્વાસ ડઝનના ભાવે વેચાઇ રહ્યો છે. આ કારણ છે કે આપણા દેશમાં બાબાઓ અને સાધુઓના લાખો-કરોડો ફોલોવર્સ મળી જાય છે. આ બાબાઓ અને સાધુઓ તરફથી લોકોને ભ્રમિત કરવાનો એક બિઝનેસ બની ચૂક્યો છે. આ સ્વયં-ભૂ ભગવાનોના અનુયાયી પોતાના ‘ભગવાનો’ના આશીર્વાદ લેવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર રહે છે.

જોકે આમાંના વધુ પડતા પર ઠગવાના બનાવટ રેપ જેવા આરોપો લાગી ચૂક્યા છે. અમે આપની સામે એવા જ બાબાઓ અને સાધુઓની એક લિસ્ટ લઇ આવ્યા છીએ જેના પર આ પ્રકારના ગંભીર ગુનાઓ લાગી ચૂક્યા છે.

 

1. મેસેન્જર ઓફ ગોડ- ગુરમીત રામ રહીમ સિંહ આ દિવસોમાં યૌન શોષણના કેસને લઇ કાયદાની જાળમાં છે. તેઓ 2001માં થયેલ પત્રકાર રામ ચંદર છત્રપતિની હત્યાની સાથોસાથ યૌન શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. જણાવી દઇએ કે તેમની વિરૂદ્ધ કેટલીક હત્યાઓના કેસ પણ દાખલ કરાયા છે.2. આસારામ બાપૂના 40 લાખથી વધુ શિષ્ય છે. આસારામ પર 16 વર્ષની છોકરી પર રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેના પર તેમના આશ્રમમાં અભ્યાસ કરી રહેલ બે છોકરાઓનું રહસ્યમયરીતે મોત થયું હતું જેમાં તેઓ સામેલ હોવાનો પણ આરોપ છે.

 

3. આ યાદીમાં એક બીજા સ્વયં-ભૂ ભગવાન સ્વામી નિત્યાનંદનું નામ પણ છે જે એક સેક્સ સ્કેન્ડલમાં સામેલ હતા. તેમના પર તમિલ અભિનેત્રી રણજીતાની સાથે યૌન પ્રવૃતિઓમાં સામેલ થયાનો આરોપ છે.

4. ઇચ્છાધારી સંત સ્વામી ભીમાનંદજીને  મહારાજ ચિત્રકુટ વાળાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પર પણ મોટા પ્રમાણમાં સેક્સ રેકેટમાં સામેલ હોવાનો આરોપ છે.

5. આ યાદીમાં પાંચમું નામ જગદગુરૂ કૃપાલુ મહારાજનું પણ છે. કૃપાલુ મહારાજનું નામ યૌન શોષણના મામલામાં સામેલ હતું. સાથે જ તેના પર બે યુવતિઓનું અપહરણ કરવાનો આરોપ પણ હતો.