એક ક્લિક કરીને જાણો કલોલનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન

Share On
  • 1.5K
  •  
  •  
  •  
  •  
  •  
    1.5K
    Shares

સામાન્ય રીતે આપણે જે શહેરમાં રહેતાં હોઈએ છીએ તેની સમગ્ર માહિતી આપણે રાખતા હોઈએ છીએ. જો કે આ માહિતી સાવ ઉપરછલ્લી જોવા મળે છે પણ આજે અમે તમને કલોલનો ઈતિહાસ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ જણાવશું. વર્ષો પહેલાં કલોલ એક નાનકડું ગામડું હતું ત્યારબાદ ધીમે ધીમે વિકાસ થઈને આજે એક ઔધોગિક નગર બન્યું છે.

કલોલનાં વિકાસનો ખ્યાલ ત્યારથી આવે છે કે ઇસ. ૧૯૧૧ માં કલોલ નગરપાલિકાની સ્થાપના થઇ ગઈ હતી. હાલ કલોલ નગરપાલિકાએ પોતાની સદી નોંધાવી. ભારતની ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર કલોલની વસતી ૧,૩૪,૪૨૬ છે. પુરુષ સાક્ષરતા દર ૬૬.૭૧%, જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૪૨.૯૨% છે. કલોલમાં ૧૩% વસ્તી ૬ વર્ષથી ઓછી વયની છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં પુરુષોની વસતી ૫૪ ટકા અને સ્ત્રીઓ ૪૬ ટકા હતી. કલોલનો સરેરાશ સાક્ષરતા દર ૬૮% હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધારે છે.

ગુજરાતનાં મુખ્ય બે શહેરો અમદાવાદ – મહેસાણા તેમજ પાટનગર ગાંધીનગરની સમીપ આવેલું કલોલ નગર એક ઔધોગિક હબ ગણાય છે. કલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો અને નગરપાલિકા છે. દશકાઓ અગાઉ કલોલની કાપડ મિલો ધમધોકાર ચાલતી જો કે સમયની થાપટ ખાધા બાદ તેમાં મંદી આવી. દશકાઓ પહેલાં કલોલમાં મહેન્દ્ર મિલ, નવજીવન મિલ, કેલિકો મિલ ચાલતી હતી હવે ફક્ત ભારત વિજય મિલ અને ખાત્રજમાં અરવિંદ મિલ ચાલુ છે.

કલોલ એક મહત્વનું મથક હોવાથી ખરીદી માટે આજુબાજુનાં ગામડાનાં હજારો લોકો ખરીદી કરવા માટે આવતા. હાલ સમય મુજબ નવજીવન રોડ, સ્ટેશન રોડ, વેપારજીન, પાલિકા બજારમાં વેપાર ધંધા વિકસ્યા છે પણ તમને જાણ નહી હોય કે કલોલમાં સૌપ્રથમ બજાર ક્યાં અને કયા વિસ્તારમાં બન્યું હતું અને ત્યાંથી આગળ વિસ્તર્યું હતું.

કલોલ શહેરમાં સૌથી પહેલાં બજાર જુના ચોરા અને પાંચ હાટડી વિસ્તારમાં શરુ થયું. કાળક્રમે વિકાસ થઈને બજાર અન્ય વિસ્તારોમાં પણ ફેલાયું. સોનાચાંદી,વાસણનું મુખ્યબજાર ઉપરાંત કાપડ કરીયાણું કટલરીનું બજાર પણ પાંચ હાટડી અને જુના ચોરામાં હતું. આજે પણ સોના ચાંદીના દાગીના માટે પાંચ હાટડી બજારમાં લોકો ઉમટી પડે છે.

કલોલનું મુખ્ય બજાર વર્ષો પહેલાં પાંચહાટડી અનેચોરામાં હતું તેમજ જુની પાંજરાપોળ પાસે કલોલનું જુનું પીઠું હતું. જેમાં તેલ ,ખાંડ ગોળ અનાજનું હોલસેલબજાર હતું તે સમયે ગામના વણિકો વેપાર અને ધીરધાર કરતા. ઉદ્યોગની વાત કરવામાં આવે તો ૧૯૭૫ માં સાઈજ ખાતે ઇફકો કારખાનું ઉભું થયું ત્યારબાદ ONGC દ્વારા શારકામ કરીને ખનીજ તેલ નીકળતા ઔધોગિક રીતે ઘણું આગળ નીકળી ગયું. આજે કલોલનો ઘણો વિકાસ થઇ ગયો છે. શાળા – કોલેજ અને હોસ્પિટલની સુવિધાઓ વધી છે.