કલોલ અંબિકા હાઇવે પર બનાવેલ એસ્કેલેટર શોભાનાં ગાંઠિયા સમાન, વર્ષોથી બંધ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

કલોલ : કલોલ શહેરમાં અમદાવાદ-મહેસાણા મુખ્ય હાઇ-વે પગપાળા ક્રોસ કરવા એસ્કેલેટર સીડી લગાવવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. જો કે ત્યારબાદ એસ્કેલેટરમાં વારેવારે ધાંધિયા સર્જાવા લાગ્યાં હતા. હાલ આશરે 6 માસથી વધુ સમયથી આ એસ્કેલેટર ધૂળ ખાતું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં હાઇ-વે ઓળંગવા માટે લગાવવામાં આવેલું આ પ્રથમ એસ્કેલટર છે.

હાઇવે પર એસ્કેલેટર સીડી બનાવવાનો 1.14 કરોડ ખર્ચ થયો હતો. આ સીડીની જાણવણી માટે તંત્ર દ્રારા ચાર માણસો મુકવામાં આવ્યા હતા. જો કે હવે જાળવણીના અભાવે આ ધૂળ ખાઈ રહ્યું છે. સિદી બંધ હોવાને કારણે અબાલવૃદ્ધ સહીતના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કલોલમાંથી પસાર થતા અમદાવાદ-મહેસાણા હાઇ-વે પર પ્રતિદીન વાહનોની સંખ્યા વધી રહી છે. ત્યારે આ માર્ગ પર આવતા નાના-મોટા ગામડા તથા નગરોનાં નાગરીકોને હાઇ-વે ક્રોસ કરવો જોખમી બની રહ્યો હતો. કલોલ હાઇ-વે પરના ટોલ રોડ પર આવેલ અંબિકાનગરના રોડ ક્રોસ કરવા બન્ને તરફ પીક અપ બસ સ્ટેન્ડ આવેલ છે. ત્યાં અગાઉ સીડી બનાવવામાં પણ આવેલ હતી. પરંતુ રોડ ક્રોસ કરવા ટેવાયેલા લોકો આ સીડી ચડીને આ બ્રિજનો ઉપયોગ કરવામાં બેદરકારી સેવી રહ્યા હતા ત્યારબાદ એસ્કેલેટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.