અભ્યાસ પર એક રૂપિયો પણ નથી ખર્ચ્યો, જાણો આ ગરીબ છોકરો કઈ રીતે બન્યો કલેક્ટર

Share On
  • 34
  •  
  •  
  •  
  •  
    34
    Shares

જે વ્યક્તિ અમે ઉલ્લેખ કરી રહ્યા છીએ તેમની વાર્તા જૂની છે. પરંતુ તેમનો સંઘર્ષ, તેની પાછળનો જુસ્સો, યુવાનોમાં આત્મવિશ્વાસ ભરી દેશે. અમે આઈ.એ.એસ. અધિકારી વરૂણ બારારવાલ વિશે વાત કરી રહ્યા છીએ. જેઓએ સાયકલ પંચરની દુકાનમાં પણ કામ કરેલ છે.

વરુણ મહારાષ્ટ્રના નાના નગર બોઈસરના રહેવાસી છે, જેમણે 2013 માં યુપીએસસીની પરીક્ષામાં 32 મા સ્થાને સ્થાન મેળવ્યું હતું. તેમની વાર્તા એક સામાન્ય વાર્તા જેવી નથી. વરૂણના જીવનમાં, તેમની માતા, મિત્રો અને સંબંધીઓની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

 

વરુણ તેમના સંઘર્ષની વાર્તા કહે છે, “જીવન ખૂબ ગરીબીમાં વિત્યું હતું. ભણવામાં માટે મન હતું પણ અભ્યાસ માટે કોઈ પૈસા ન હતા. 10 મા ધોરણ પછી મેં સાયકલની દુકાન પર કામ કરવાનું નક્કી કર્યું હતું. વધુ અભ્યાસ માટે નાણાં એકત્ર કરવાનું મુશ્કેલ હતું.

જો કે નસીબને કંઈક ઓર મંજૂર હતું. 2006 માં 10 માંની પરીક્ષા આપી હતી. પરીક્ષાના અંતના ત્રણ દિવસ પછી પિતાનું અવસાન થયું. તે પછી મેં વિચાર્યું કે હવે હું અભ્યાસ છોડી દઈશ. પરંતુ જ્યારે 10 માનું પરિણામ આવ્યું ત્યારે હું શાળામાં ટોપ કરી ચુક્યો હતો.

 

તેઓએ મને કહ્યું કે મારા પરિવારના સભ્યોએ મને ખૂબ સહકાર આપ્યો છે. મમ્મીએ કહ્યું કે ‘અમે કામ કરીશું, તું અભ્યાસ કર. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 11 -12 મારા જીવનનું સૌથી અઘરું વર્ષ હતું. હું સવારે 6 વાગે ઊઠ્તો અને શાળામાં જતો, જેના પછી ટ્યુશન 2 થી 10 વાગ્યા સુધી લેવામાં આવતું ત્યારબાદ દુકાન પર ગણતરી કરવા જતો હતો.

વરુણ પોતાની જાતને નસીબદાર માને છે કેમ કે તેમણે જણાવ્યું કે મેં કોઈદિવસ પોતાના અભ્યાસ પાછળ એક રૂપિયાનો પણ ખર્ચો નથી કર્યો। કોઈને કોઈ મારા અભ્યાસ, ફોર્મ અને ચોપડીઓની ફી ભરી દેતા હતા.