દલિતોના વરઘોડાના વિરોધનો મામલો, MLA જીગ્નેશ મેવાણી મોટી ચીમકી સરકાર ને જાણો

Share On
  •  
  •  
  •  
  •  
  •  

અત્યારે જે ગુજરાત માં ઘટના ઓ બની રહી છે એ ખરેખર વખોડવા જેવી નિંદનીય છે શું ખરેખર આવુ છે વાઇબ્રન્ટ ગુજરાત આ વિષેશ લેખ માં જાણો ગુજરાત માં કેટલા દમન થયા દલિતો પર અને કેટલા ને સજા મળી સરકાર ની શુ ભૂમિકા રહી પોલીસ એ સુ ફરજ બજાવી અને સાથે અત્યારે જે થયું એના પર દલિત નેતા જીગ્નેશ મેવાણી એ સુ કહ્યું સરકાર પાસે કઇ માંગો કરી તમને જણાવીયે

હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. આ લગ્નની સીઝનમાં વરઘોડો કાઢતાં દલિત સમાજ પર હુમલાના બનાવો કે સામાજિક બહિષ્કારના બનાવો નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં જ કડીના લોર ગામે, પ્રાંતિજના સીતવાડા તેમ જ મોડાસામાં હુમલા થયા છે. અથવા તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવાની ફરજ પડી હોવાની ઘટનાઓ નોંધાઇ છે.

આ અગાઉ મૂંછ રાખવાના મામલે હુમલાઓ થયા હતા. આમ દલિતો પર એક યા બીજા કારણોસર અત્યાચાર થઇ રહ્યાં હોવાનું પોલીસ ચોપડે નોંધાય છે. ત્યારે દલિતો પર છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન થયેલાં અત્યાચારના આકડાં જોઇએ તો ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૨૧ દલિતોની હત્યા થઈ છે, ૩૩ મહિલાઓ પર બળાત્કારના ગુના નોંધાય છે અને ૬૮ ગંભીર પ્રકારની ઇજા પહોંચાડવાના ગુના બન્યા છે. તો ૧૨૦૦થી વધુ દલિત પરિવાર પર અત્યાચારના ગુના નોંધાતાં હોવાની હકીકતો પ્રકાશમાં આવી છે.

અનુસૂચિત જાતિ અને જનજાતિ પરના અત્યાચાર નિયમો અંતર્ગત વર્ષમાં બે વખત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજય સ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની બેઠક યોજવાની હોય છે. ગુજરાતમાં ૧૫ વર્ષમાં ૪૩ મીટીંગો યોજવાની થાય છે. તેની સામે માત્ર ૮ જ મીટીંગો યોજાઇ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.રાજય તકેદારી સમિતિની બેઠકના એજન્ડા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસેથી આર.ટી.આઇ. હેઠળ વિગતો મેળવીને દલિત કર્મશીલ કિરીટી રાઠોડે એનાલીસીસ કરીને ગતિશીલ ગુજરાતમાં દલિત અત્યાચારની વરવી વાસ્તવિકતા દર્શાવતા આકડાં ૨૦૧૮માં બહાર પાડયા હતા.છેલ્લાં ૩૦ વર્ષમાં દલિતો પર દમનની ૩૭,૪૦૪ ઘટના
સને ૧૯૮૯થી એપ્રિલ-૨૦૧૮ દરમિયાન ૩૭૪૦૪ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. તેમાંથી ૩૨૫૬૯ સામાન્ય બનાવો છે. તેમાંય ગંભીર પ્રકારના બનાવોની વાત કરીએ તો ૧૦૩૭ દલિત મહિલાઓ પર બળાત્કારના અને ૬૧૮ મર્ડર કેસો તથા ૧૮૮૨ ગંભીર ઇજા પહોંચાડવાના બનાવો નોંધાયા છે.૧૮ ગામોને પોલીસ રક્ષણ હેઠળ મુકવા પડયા
ડિસેમ્બર-૨૦૧૬ની સ્થિતિએ રાજયના ત્રણ ઝોન પૈકી બે ઝોન અમદાવાદ અને રાજકોટ ઝોનમાં પોલીસ રક્ષણ હેઠળના ૧૮ ગામો છે.

જેમાં મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગના એક એક ગામો છે. તો અમદાવાદ ગ્રામ્યના ૭ ગામો છે. રાજકોટ ઝોનના અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ-ભૂજ, બોટાદના એક એક ગામ, ગીર સોમનાથના બે ગામોનો સમાવેશ થાય છે.સજાનું પ્રમાણ માત્ર ૪.૮૭ ટકા ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ એમ ત્રણ વર્ષ દરમિયાન દલિત પર અત્યાચારના ગુજરાત રાજ્યમાં ૧૬,૮૦૦ કેસોમાંથી માત્ર ૨૨૭૬ કેસોનો નિકાલ થયો છે. એટલે કે ૧૩.૫૪ ટકા કેસોનો નિકાલ થયો છે. જેમાંથી ૧૧૧ કેસોમાં સજા થઇ છે જયારે ૨૧૬૫ કેસોમાં નિર્દોષ છૂટકારો થયો હતો. આમ સજાનું પ્રમાણ માત્ર ૪.૮૭ ટકા હતું.
દલિતોના વરઘોડાના વિરોધનો મામલો, મેવાણીની ચક્કાજામની ચિમકી, 18મીએ દલિત સંમેલન યોજાશે મોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લ્હોર ગામે દલિતોના વરઘોડાના થઈ રહેલા વિરોધ તેમજ બહિષ્કારને લઈ દલિત નેતા તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ દરમિયાન મેવાણીએ કહ્યું કે, આ ઘટનાઓ ગુજરાત માટે શરમજનક ઘટનાઓ છે, આ પ્રકારનીઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિત મિત્ર બન્યા નથી.
મુખ્યમંત્રીએ કોઈ અપીલ ન કરી.વરઘોડાની ઘટનાઓ બની તો એક પણ મંત્રી, મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને ડીજીપીએ ગામની મુલાકાત પણ લીધી નથી. ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટી અને આઈપીસી મુજબ ગુનો નોંધવામાં આવે.તેમજ ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કર્યા નથી.

Dysp સામે ફરિયાદ માટે ખભીંસર ગામના લોકો પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ધક્કા થાય છે. આ માટે અમે સુપ્રીમ સુધી લડી લઈશું અને ચક્કાજામ કરવા પડે તો એ પણ કરીશું.18 અને 22મીએ સાણંદના નાની દેવતી ગામ અને કડીના ગામે દલિત સંમેલન થશે.જ્યારે દલિત આગેવાન માર્ટિન મેકવાને કહ્યું કે,પાંચેય ગામમાં પહેલી વાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે ન કાઢવા દીધો. સરકારને આગોતરી જાણ હોવા છતાં આ બનાવ બન્યો હતો.મેવાણીની માંગ
1-Dysp ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરી ગુનો નોંધવામાં આવે

2-પાંચ ગામમાં બનાવ બન્યા ત્યાંના એસપીને જાણ હતી છતાં કેમ પગલાં ન લીધા માટે તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવે

3-પાંચ ગામમાં રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી સહિતના લોકો જાય અને મુલાકાત કરે