પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયામાં છેડાયું સાયબર વોર

Share On
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ પાંચ રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનો સમાવેશ થાય છે.

જો કે ચૂંટણીની જાહેરાત થતા જ સોશિયલ મીડિયામાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે સાયબર વોર શરુ થઇ ગયું છે. બને પક્ષોના કાર્યકર્તાઓ અને સમર્થકો એકબીજા પર વાર કરી રહ્યાં છે.

છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન 12 નવેમ્બરે થશે જયારે 23 ઑક્ટોબરે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે સ્ક્રૂટની 24 ઑક્ટોબરના રોજ થશે. આ તબક્કામાં 18 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

બીજા તબક્કાના મતદાન 20 નવેમ્બરે થશે. જયારે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બધા રાજ્યોના ચૂંટણી પરિણામો 11 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

11 ડિસેમ્બરના રોજ તમામ રાજ્યોના પરિણામોને એક સાથે ઘોષિત કરવામાં આવશે. ચૂંટણી પંચની જાહેરાત સાથે આજથી આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.