કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ટ્વિસ્ટ, સોનિયાએ કહ્યું- હું અને રાહુલ ભાગ નહીં લઈએ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

લોકસભાની ચૂંટણીમાં થયેલ કારમી હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું છે ત્યારે નવા પ્રમુખ માટે હંમેશા ચર્ચાઓ થતી રહી છે.થોડાક દિવસ પહેલા વાત પણ આવી હતી કે રાહુલ ગાંધી રાજીનામુ પાછું ખેંચશે અને તે અધ્યક્ષ બની રહેશે પણ આ વાત પણ ખોટી પડી

ત્યારે નવા પ્રમુખ માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થવા જઈ રહી છે જેમાં મોટી વાત સામે આવી શકે છે

કોંગ્રેસ વર્કિંગ કિમીટી (સીડબ્લ્યૂસી)ની શનિવારે બેઠક શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં બેઠકમાં સોનિયા-રાહુલ ગાંધી પાર્ટી કાર્યાલયમાં હાજર હતા. ત્યારપછી તેઓ જતા રહ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું, હું અને રાહુલ અધ્યક્ષ પદ માટે ચર્ચા-વિચારણામાં હાજર નહીં રહીએ. નવા અધ્યક્ષની ચર્ચા માટે સીડબ્લ્યૂસીના પાંચ સભ્યોને પાંચ હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યા છે. તેઓ દરેક રાજ્યથી આવેલા નેતાઓ સાથે વાત કરશે. સીડબ્લ્યૂસીની બેઠકમાં કોંગ્રેસના ઘણાં સીનિયર નેતાઓ હાજર છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને મુકુલ વાસનિક સૌથી આગળ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધી પરિવાર મધ્ય આયુ વર્ગના કોઈ વ્યક્તિને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે પસંદ કરી શકે છે જેને સંગઠન ચલાવવાનો અનુભવ હોય. આ અંદાજ પ્રમાણે મુકુલ વાસનિક વચગાળાના અધ્યક્ષ તરીકે તેમના પ્રતિસ્પર્ધી સુશીલ શિંદે અને મલ્લિકાર્જુન ખડગે કરતાં આગળ નીકળી જાય છે. મુકુલ વાસનિક ઘણાં લાંબા સમયથી કોંગ્રસ મહાસચિવ તરીકે કાર્યરત રહ્યા છે. તે સિવાય મુકુલ વાસનિક રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ ગાંધી પરિવારની ખૂબ નજીક છે.

25 મેના રોજ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું
રાહુલ ગાંધી તરફથી પહેલાં જ કહેવામાં આવ્યું છે કે, અધ્યક્ષની પસંદગી કરવામાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. રાહુલે કહ્યું હતું કે, અધ્યક્ષ પસંદ કરવા માટે કોંગ્રેસને પ્રેશરમાં જોઈને સારુ લાગી રહ્યું છે. આ જ એક વાત છે જે પાર્ટીને સુધારવામાં સફળ રહેશે. રાહુલે લોકસભા ચૂંટણીના પરિણામ પછી 25 મેના રોજ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
પાર્ટી મહાસચિવ રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરશે

રાહુલ ગાંધીએ 25 મેના રોજ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું છે

પાર્ટી નેતૃત્વ અને પ્રદેશ કમિટીના નેતાઓની મુલાકાત ચાલુ


સૂત્રોમાં જણાવ્યા પ્રમાણે બેઠકમાં કોંગ્રેસ કમિટીના પ્રમુખ, વિભાગ પ્રમુખ, યૂનિટ પ્રમુખ સહિત અન્ય નેતા પણ હાજર રહેશે. પાર્ટી મહાસચિવને કહેવામાં આવ્યું છે કે, પ્રદેશ કોંગ્રેસ કિમટી, કોંગ્રેસ ધારાસભ્ય કમિટી, વિભાગ પ્રમુખ, યૂનિટ પ્રમુખથી અલગ અલગ આ મુદ્દા પર ચર્ચા કરશે.
CWC નિર્ણય લેશે: વેણુગોપાલ

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે શુક્રવારે કહ્યું કે, શનિવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક થશે. તેમાં પાર્ટીના નવા અધ્યક્ષ વિશે વિવિધ નેતાઓ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા થશે. તેમાં કોંગ્રેસ કમિટીના દરેક અધ્યક્ષ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ અને દરેક સાંસદ ભાગ લેશે. સીડબ્લ્યૂસી નિર્ણય લેશે.
નવા અધ્યક્ષ, જે દરેકને સાથે લઈને ચાલે: સિંઘવી
આ પહેલાં સિંઘવીએ કહ્યું હતું કે, બેઠકમાં એવા વ્યક્તિની પસંદગી થવી જોઈએ જે સૌને સાથે લઈને ચાલવાની યોગ્યતા ધરાવતો હોય. જે પ્રમાણે વેટિકનમાં ઉત્તરાધિકારીની પસંદગી એક બંધ રૂમમાં થઈ જાય છે તે રીતે કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી પણ થઈ જવી જોઈએ.
ઘણાં નેતાઓએ પ્રિયંકાને અધ્યક્ષ બનાવવાની વાત કરી
કોંગ્રેસના સીનિયર નેતા કર્ણ સિંહે કહ્યું કે, જો પ્રિયંકા પાર્ટી અધ્યક્ષ બને તો તેઓ કેડરમાં વધારે જુસ્સો ભરી શકે તેમ છે. તેમનામાં લોકોને એકજૂથ કરવાની તાકાત છે. નેતૃત્વ નક્કી કરવામાં મોડુ થવાથી પાર્ટીને નુકસાન થશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, પાર્ટીની કમાન કોઈ યુવા નેતાના હાથમાં આપવી જોઈએ.


જ્યારે બીજી બાજુ પ્રિયંકાએ કહ્યું હતું કે, મારુ નામ અધ્યક્ષ પદના ઉમેદાવારોની લિસ્ટમાં સામેલ ન કરવું. માનવામાં આવે છે કે, કર્ણાટકમાં પાર્ટીમાં થયેલી રાજકીય ઉથલપાથલના કારણે જ પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવામાં વાર લાગી રહી છે. શશિ થરુરે કહ્યું, પ્રિયંકા અધ્યક્ષ પદ માટે દાવેદાર છે કે, નહીં તે ગાંધી પરિવાર નક્કી કરશે.