વ્યક્તિગત સ્વાર્થને મહત્વ આપનારા નેતાઓને પ્રજા નકારી દે છે, જીજ્ઞેશ મેવાણીનો ટોન્ટ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

રાધનપૂર બેઠક પરથી અલ્પેશ ઠાકોરનો નાલેશીજનક પરાજય થયો છે. આ અંગે તેમનાં જુના દોસ્ત જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને અલ્પેશને સલાહ આપી હતી. એક સમયે કોંગ્રેસમાં પોતાની તાકાતથી બીજાને જીતાડયાની ડંફાશો મારતો અલ્પેશ પોતે જ ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયો છે ને તેનો ઝભ્ભો પકડીને આવનારા ધવલ ઝાલાને પણ પ્રજાએ મ્હાત આપી સણસણતો તમાચો માર્યો છે. પરિણામો પરથી નક્કી છે કે, હવે અલ્પેશ રાજકીય બેરોજગાર બનવાનો છે, ભાજપના નવરાં નેતાઓની નાતમાં તેનો ઉમેરો થવાનો છે.

મેવાણીએ અલ્પેશને સલાહ આપતા કહ્યું હતું કે તેણે હવે આ ભાજપ છોડી દેવી જોઈએ. તેઓએ વધુમાં કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરની હાર માટે આશ્ચર્યજનક નથી.નાગરિકો એવા નેતાઓને ટેકો આપતા નથી કે જેઓ મતદારો કરતા વ્યક્તિગત લાભને વધારે મૂલ્ય આપે છે. તેઓએ કોંગ્રેસને પણ જીતના અભિનંદન પાઠવ્યાં હતા.

અલ્પેશ ઠાકોરે ભાજપની શિસ્તના લીરેલીરા ઉડાવ્યા હતા, જાહેરમાં તે મંત્રી બનવાની ડંફાશો મારતો હતો, નવાઈની વાત એ છે કે, ભાજપના નેતાઓ આ વિશે હરફ સુધ્ધાં ઉચ્ચારતાં નહોતા.
સભામાં મંત્રી થઈને પોતે સી.એમ.ની બાજુની કેબિનમાં બેસવાની વાતો કરી હતી, સાથે જ કોંગ્રેસમાં રાહુલ ગાંધી આવે તો બાજુમાં બેસતો હતો.

ધવલસિંહનો હુરિયો, હાય હાયના સૂત્રોચાર

કોંગ્રેસ છોડીને અલ્પેશની સાથે ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાનો પરાજય થયો હોવાની માહિતી આવતાની સાથે જ કાઉન્ટીંગ સેન્ટર ઉપર ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોએ ધવલસિંહ ઝાલાનો હુરીયો બોલાવ્યો હતો. પોલીસ પ્રોટેક્શન વચ્ચે ઝાલાને સેન્ટરની બહાર લઇ જવા પડ્યાં હતા. કોંગ્રેસે પ્રદેશ કાર્યાલયે પણ અલ્પેશ ઠાકોર,ધવલસિંહ ઝાલા હાય હાયના નારા લાગ્યા હતા.

અલ્પેશ ઠાકોરની હારના કારણો

રાધનપુરમાં આયાતી ઉમેદવારને હંમેશા મળ્યો છે જાકારો
અલ્પેશ ઠાકોર સામે એન્ટી ઈન્કમબન્સી
ઠાકોર વોટબેન્કની સામે અન્ય સમાજના નિર્ણાયક મતો
કાંગ્રેસને દલિત મુસ્લમ સમુદાયનું સમર્થન
રઘુ દેસાઈ માટે કાંગ્રેસના ઠાકોર ધારાસભ્યોનો જંજાવાતી પ્રચાર
ચૌધરી વોટબેન્કનું વિભાજન થયુ
અલ્પેશ સામે ઠાકોર સેનાની નારાજગીથી રઘુ દેસાઈને ફાયદો

કોંગ્રેસ છોડી ભાજપમાં જવા થનગનતા સામે લાલબત્તી

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા માટેનો એક સિલસિલો શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડીને ભાજપના ધારાસભ્ય પદ મેળવવા માટે હોડ લાગી હતી. તેવા સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાની હારના કારણે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા માટે રાહ જોઇને બેઠેલા કેટલાક ધારાસભ્યો માટે લાલ બત્તી બતાવી છે.

થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે. થરાદમાં ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને 6420 મતથી પરાજય આપ્યો હતો. થરાદ શહેરના સૌથી વધુ મત ગુલાબસિંહ રાજપૂતને મળતા બાજી પલટાઇ ગઇ હતી. થરાદમાં શરૂઆતના પરિણામથી જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી ચાલતી હતી. જોકે, થરાદમાં અંતે ‘કમળ’ની જગ્યાએ ‘ગુલાબ’ ખિલ્યુ હતું.


કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે બાયડ અને રાધનપુર બેઠક પર ભાજપની હારને અભિમાન અને અહંકારની હાર ગણાવી હતી. બળદેવજીએ કહ્યું કે બાયડ અને રાધનપુરના ઉમેદવારે સમાજ સાથે પ્રજા સાથે દગો કર્યો હતો તેનું જ આ પરિણામ છે. સાથે જ તેઓએ કહ્યું કે કોણ તોડબાજ અને કોણ સમાજ સેવક તે વાત નક્કી થઈ ગઈ છે.

અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સત્યતાથી જનતાની લડાઈ લડી રહી છે. આજ કારણે જનતા હવે કોંગ્રેસની સાથે છે. તાનાશાહી ભાજપ સામે કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરી રહી છે.

BJP government is plotting to send me to jail: Hardik Patel