સાવધાન ! કલોલમાં પણ થઇ શકે છે દબાણ હટાવ અભિયાન

Share On
  • 255
  •  
  •  
  •  
  •  
  •  
    255
    Shares

રાજ્યમાં કેટલાક સમયથી દબાણ હટાવ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઝાવે કલોલમાં પણ દબાણ હટાવ અભિયાન શરુ થઇ શકે છે. શહેરનાં રોડ રસ્તાઓ પર થઇ રહેલ દબાણના કારણે ટ્રાફિકનો પ્રશ્ર્ન ખુબ જ વિકટ બન્યો છે.

બીજી બાજુ રસ્તાઓ પર લોકો અને વેપારીઓ દ્વારા સાધનો મૂકીને ખોટી રીતે પાર્કિંગ કરતાં હોવાથી ટ્રાફિક સમસ્યા ખુબ વિકટ બની છે.

 

ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યા બાદ મદાવાદમાં જે રીતે દબાણ અને પાર્કિંગની ઝુંબેશ શરુ કરવામાં આવી  તેમ કલોલમાં પણ ટૂંક સમયમાં આ ઝુંબેશ શરુ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

કલોલના સ્ટેશન રોડ, મહેન્દ્ર મિલ રોડ, ગાંધી રોડ, વેપારીજિન જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર પાર્કિંગના કારણે રસ્તા સાવ સાંકડા થઇ ગયા છે અને દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે.

 

એક ક્લિક કરીને જાણો કલોલનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન

કલોલ એક મહત્વનું મથક હોવાથી ખરીદી માટે આજુબાજુનાં ગામડાનાં હજારો લોકો ખરીદી કરવા માટે આવતા. હાલ સમય મુજબ નવજીવન રોડ, સ્ટેશન રોડ, વેપારજીન, પાલિકા બજારમાં વેપાર ધંધા વિકસ્યા છે પણ તમને જાણ નહી હોય કે કલોલમાં સૌપ્રથમ બજાર ક્યાં અને કયા વિસ્તારમાં બન્યું હતું અને ત્યાંથી આગળ વિસ્તર્યું હતું.

kalol news.com

કલોલ શહેરમાં સૌથી પહેલાં બજાર જુના ચોરા અને પાંચ હાટડી વિસ્તારમાં શરુ થયું. કાળક્રમે વિકાસ થઈને બજાર અન્ય વિસ્તારોમાં પણ ફેલાયું. સોનાચાંદી,વાસણનું મુખ્યબજાર ઉપરાંત કાપડ કરીયાણું કટલરીનું બજાર પણ પાંચ હાટડી અને જુના ચોરામાં હતું. આજે પણ સોના ચાંદીના દાગીના માટે પાંચ હાટડી બજારમાં લોકો ઉમટી પડે છે.