દલિતો અને પત્રકાર પર અત્યાચાર બંધ કરો’ના નારા સાથે ભીમસેનાના ઍ ચક્કાજામ કર્યો, જાણો સંપૂર્ણ અહેવાલ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

અત્યારે ગુજરાત માં જે થોડા ટાઈમ માં જે અત્યાચાર થયો તેના પડઘા બોવ મોટા વાગ્યા છે કૉંગ્રેસ ઘ્વારા આંદોલન ની ચીમકી આપવામાં આવી અમિત ચાવડા કૉંગ્રેસ ગુજરાત પ્રમુખ એ કાલે પ્રેસ કોનફર્સ ઘ્વારા સરકાર ને ચીમકી આપી હતી કે આવી ઘટના ઓ ના બને તે માટે પગલાં લો,

જે રીતે રાજ્ય માં સામાજિક દલિત સમાજ ના લગ્ન માં જે ઘટના ઓ બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે કૉંગ્રેસ પક્ષ તેને સખત શબ્દો માં વખોડે છે, બંધારણીય અધિકારો અને સ્વતંત્રતા કોઈ પણ જાતિ ધર્મ કે પક્ષ માટે નથી તમામ માટે છે દરેક સમાજ ને દરેક વર્ગ ને પોતાના રીત રિવાજ મુજબ પોતાની રીતે સામાજિક પ્રસંગો ઉજવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે,અને સાથે સાથે બંધારણીય અધિકાર પણ છે,પણ ગુજરાત માં છેલ્લા દિવસો માં સામાજિક સમરસતા દહોડવા અંગે ના જે બનાવ બન્યા છે

એ અંગે જે સરકાર તરફ થી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ એ નઈ થવાના કારણે આવા પ્રશંગો ને પ્રોત્સાહન મળ્યું છે, અત્યારે જે થઈ રહ્યું છે તે માટે સરકાર માં બેઠેલા લોકો એ રાજનીતિ કરવાના બદલે જલ્દી કાર્યવાહી કરવી જોઈએ દલિત સમાજ ના લોકો ને આશ્વસ્થ કરવા જોઈએ કે સામાજિક રીતે અને બંધારણીય રીતે તેમને જે અધિકાર મળ્યા છે, તે રીતે તેમને કોઈ પણ રીતે હેરાન ગતિ નહિ થાય એ રીતે આશ્વાસન અને પૂર્ણ ખાતરી આપવી જોઈએ સરકાર ની ખરાબ નીતિ ને કારણે જે અત્યારે રાજ્ય ભર માં ચાલી રહ્યું છે તે બંધ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે,

અત્યારે કૉંગ્રેસ નું ડેલીગેસન જઈને ત્યાં જે સ્થિતિ છે અને જે અત્યાચાર થયો છે તેમ સંપૂર્ણ શાંતિ સ્થપાય અને દલિત સમાજ ને યોગ્ય ન્યાય મળે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે યોગ્ય લાગશે તો અમે દલિત સમાજ માટે આંદોલન નો પણ અપનાવીશુ સરકાર જો દલિત સમાજ નો સાથ નહી આપે તો સરકાર ની આ કુટ નીતિ અને દલિત સમાજ ના ન્યાય માટે અમેજે થશે એ બધા પ્રયત્નો કરીશુ કૉંગ્રેસ ઘ્વારા એવું કહેવામાં આવ્યું,આઝાદીના વર્ષો બાદ પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા અને આભડછેટનુ દૂષણ આજેય યથાવત રહ્યુ છે જેના કારણે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. વાયબ્રન્ટ ગુજરાતમાં આજે એવી દશા છેકે,

દલિતોને ગામડાઓમાં લગ્નપ્રંસગે વરઘોડો ય કાઢવા દેવામાં આવતો નથી.એક તરફ, સૌનો સાથ, સૌનો વિકાસ એવા નારાં પોકારવામાં આવે છે પણ આજેય દલિતો-પછાત વર્ગનો સામાજીક બહિષ્કાર થઇ રહયો છે.જ્ઞાતિવાદનુ ઝેર આટલી હદે ફેલાઇ રહ્યુ છે ત્યારે ભાજપ સરકારે મૌન ધારણ કર્યુ છે. રવિવારે રાજ્યમાં એક દિવસમાં ત્રણ ઘટનાઓ એવી બની જેમાં દલિતોના લગ્નપ્રસંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડા કાઢવા પડયાં હતાં.ખાંભીસરમાં તો દલિત યુવકનો વરઘોડો નીકળતાં ભજનમંડળીએ રસ્તો રોકયો હતો અને ભજન-યજ્ઞા કરી અવરોધ સર્જયો હતો. આ ઉપરાંત વડાલીના ગાજીપુરમાં પોલીસ બદોબસ્ત વચ્ચે દલિત યુવકનો વરઘોડો કાઢવો પડયો હતો.

નવસારીમાં આવેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ નવસારી દ્વારા ભારતમાં દલિતો ઉપર થતા અત્યાચારો બંધ કરવા રાજ્યપાલને ઉદ્દેશીને કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.નવસારી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના પરેશ વાટવેચા, અલ્પેશ પટેલ, પરેશ સોલંકી સહિત દ્વારા સોમવારે રાજ્યપાલને ઉદ્દેશીને કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા એક માસમાં દલિતો ઉપર અત્યાચારોની સંખ્યા વધી ગઈ છે અને પોલીસની કામગીરી નિષ્ક્રિય રહી છે.

અત્યાચારના બનાવોની નોંધ પણ લેતી નથી કે ફરિયાદ નોંધતી નથી. તાજેતરમાં સાબરકાંઠાના પ્રાંતીજ ખાતે અનુસૂચિત જાતિના વરરાજા બનેલા પોલીસને પણ વરઘોડો કાઢવા પોલીસની મદદ લેવી પડી હતી. મોડાસામાં વરઘોડો અટકાવ્યો હતો અને રાજસ્થાન ખાતે દલિત મહિલા ઉપર એના પતિની સામે જ ગેંગરેપ કરતા હોવાની ઘટના બની છે.
આ ઘટનાને નવસારી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે વખોડી કાઢી છે. હાલમાં વિજલપોરની ઘટનામાં દલિતોને માર મારનાર વિરૂદ્ધ પોલીસે પગલાં ભર્યા નથી. ટોળા વિરૂદ્ધ કેસ કરી દલિતોને ફસાવ્યા હોય અને દલિતોએ આપેલી ફરિયાદ લીધી ન હોય તેમજ દલિતોને સંરક્ષણ આપ્યું ન હોવા અંગે તપાસ કરવા માંગ કરી હતી ભારતભરમાં દલિતો ઉપર થયેલા અત્યાચારોની ફરિયાદ નોંધાય અને કાર્યવાહી થાય તેવો અનુરોધ કરાયો હતો,રવિવારે જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર અને રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો.

ભીમસેનાના કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ભીમસેનાના કાર્યકરોએ ‘દલિતો પર અત્યાચાર બંધ કરો’ અને ‘પત્રકાર પર અત્યાચાર બંધ કરો’ના નારા લગાવ્યા હતા.
આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે.

મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોએ ગૃહ સચિવને પત્ર પાઠવી લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું છે કે રવિવારે પત્રકારો પર થયેલા હુમલા મામલે સરકાર તટસ્થ તપાસ કરાવે અને પોલીસના જવાનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસે પોતાની યાદીમાં આકરા શબ્દોથી પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પ્રહાર કરતા કહ્યું કે પોલીસ ગુંડારાજ ચલાવી રહી છે અને પત્રકારો ઉપર બેફામ દમન કરી છે. સરકારની ચાપલુસી કરતા વર્દીધારી ગુંડાઓ બેલગામ બન્યા છે અને લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરી રહ્યાં છે.