અલ્પેશ ઠાકોરને સામાજીક દબાણથી રાજકીય-નાટકીય ઉપવાસ કરવા પડયા છે : ભાજપ

Share On
  • 9
  •  
  •  
  •  
  •  
  •  
    9
    Shares

અલ્પેશ ઠાકોરના મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જે રીતે ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે વિવિધ ષડયંત્રોની જાળ રચી રહી છે તેમાં કોંગ્રેસ જાતે ફસાઈ ગઈ છે. કોંગ્રેસની સામે ચારેય બાજુથી ફિટકાર થઈ રહ્યો છે એટલે જ હવે કોંગ્રેસના ધારાસભ્યએ પોતાના ષડયંત્રો ખુલ્લા પડી જતા સામાજીક દબાણથી રાજકીય-નાટકીય ઉપવાસ કરવા પડયા છે.

તેઓએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના આગેવાને પહેલાં જાતિવાદ, પ્રાંતવાદના હિંસાત્મક “ઝેર” ફેલાવ્યા પછી ઉપવાસમાં પરપ્રાંતીયના હાથે “પાણી” દ્વારા પારણાં કરવાનો શું અર્થ છે ? કોંગ્રેસના ધારાસભ્યો સભામાં હિંસા ફેલાય તેવા ભાષણો કરે છે અને મિડીયાની બાઈટમાં ડાહી-ડાહી વાતો કરે છે. કોંગ્રેસની બે મોઢાવાળી વાતો ગુજરાતની જનતા સાંભળી રહી છે અને જોઈ રહી છે.

પંડયાએ કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા સામે આક્રમક પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે ગુજરાતની અને સમગ્ર દેશની પ્રજા આજે જવાબ માંગે છે કે, હિંસા ફેલાય તેવા ભાષણો કોણે કર્યાં ? ધાક-ધમકીઓ કોણે આપી ? સોશીયલ મિડીયા પર હિંસા ફેલાય, સમરસતા અને શાંતિનું ગુજરાતનું વાતાવરણ ડહોળાય તેવી પોસ્ટ કોણે મુકી ? કોની ધરપકડ કરવામાં આવી છે ? આ પ્રકારના તમામ ગુનામાં કોંગ્રેસના લોકો પકડાયા છે. તે બધું જ ગુજરાતની જનતા જોઈ રહી છે. હજૂ પણ કોંગ્રેસના ધારાસભ્યએ “લોકોને સળગાવી મુકવા” અંગેનું નિવેદન કરીને બતાવી દીધું છે. કોંગ્રેસને માત્ર હિંસા ફેલાવવામાં રસ છે, તેને ન્યાયતંત્રમાં અને લોકશાહીમાં વિશ્વાસ નથી.

કોંગ્રેસની નીતિ અને રીતી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાત હંમેશા આંખમાં કણાંની જેમ ખૂંચે છે. કોંગ્રેસ ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસમાં ‘અવરોધક’ છે અને કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમો ગુજરાતની જનતા માટે ‘ઘાતક’ છે. કોંગ્રેસે નર્મદા વિરોધી અને ગુજરાત વિરોધી એવા નેતાને ગુજરાતના પ્રભારી બનાવ્યાં છે. જેમને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. તેમને બિહારના પ્રભારી બનાવ્યાં છે.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભોળા સમાજને ઉશ્કેરીને રાજકીય રોટલા શેકવા માંગે છે તે સમાજ ગુજરાત જનતા જાણી ચુકી છે. કોંગ્રેસનો એજન્ડા માત્રને માત્ર વેરઝેર, અશાંતિ, અરાજકતા ફેલાવવાનો છે. પરંતુ ગુજરાતની પ્રજા તેમને કયારેય તેમના આ કાર્યોને સફળ થવા દેશે નહિં. કોંગ્રેસ હવે, શરમ કરે તેવું ગુજરાતની જનતા ઈચ્છી રહી છે. ગુજરાત હમેશાં “વસુદૈવ કુટુમ્બકમ્” માં માને છે અને ગુજરાતી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારોને દુનિયાએ સ્વીકાર્યા છે. દેશમાં અહિંસાનો સંદેશો ફેલાવનાર ગાંધીજીના ગુજરાતમાં કોંગ્રેસ હિંસાત્મક પ્રવૃતિઓ કરીને ગાંધીજીનું અપમાન કરી રહી છે.