શિક્ષકોએ તગારા ઊંચક્યા બાદ હવે વિદ્યાર્થીઓ ટ્યુબ – ટાયર પંક્ચર કરશે, સરકારનો પરિપત્ર

Share On
  • 9
  •  
  •  
  •  
  •  
  •  
    9
    Shares

રાજ્યમાં શિક્ષણ એકબાજુ ખાડે ગયું છે, સરકારી શાળાઓમાં તાય્ફોથી લોકો ત્રાસી ચુક્યા છે તેમજ ખાનગી શાળાઓની વધતી જતી ફીને લઈને વાલીઓમાં વિરોધ ઉઠ્યો છે ત્યારે હવે ગુજરાત સરકાર એક નવું નજરાણું લઈને આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ટ્યુબ – ટાયર પંક્ચર કરશે.

ગુજરાત મોડલમાં અગાઉ જળસંચય વખતે પરિપત્રો કરીને શિક્ષકોને ફરજીયાત તગારા ઊંચકવા મોકલવામાં આવ્યાં હતા. હવે પ્રવેશોત્સવ સમયે વિદ્યાથીઓમાં કૌશલ્ય વધે તે માટે ટ્યુબ ટાયર પંક્ચરની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના વાલીઓ ખાનગી શાળાઓની વધતી જતી ફી ને લઈને પરેશાન છે તેમજ તેમનાં બાળકોને સરકારી શાળામાં મોકલવાનું વિચારી રહ્યા છે ત્યારે સરકારે સરકારી શાળાઓનીં ભણતર વ્યવસ્થિત બને અને શિક્ષકો શાળામાં પુરતો સમય આપી શકે તેવું આયોજન કરવું જોઈએ તેમ લોકોનીં માંગ છે.